બેન્કોને ડિસેમ્બર 2022 સુધીમાં 16044 વિલફૂલ ડિફોલ્ટરોએ 346479 કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. વિલફૂલ ડિફોલ્ટરો એટલા એવા લોનધારકો તેઓ સક્ષમ હોવા છતાં જાણી જોઇને બેંકોને લોનની ચૂકવણી કરતા નથી. જો કે રિઝર્વ બેંકે નિયમો ફેરફાર કરતા હવે આવા વિલફલ ડિફોલ્ટરો પાસેથી લોન રિકવરીની આશા જાગી છે. તાજેતરમં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંકો માટે વિલફૂલ ડિફોલ્ટરો સાથે સેટલમેન્ટ માટેની લાયકાતના નિયમોમાં ફેરફાર કર્યા છે.
વિલફૂલ ડિફોલ્ટરો પાસેના બાકી લેણાં બે વર્ષમાં 41 ટકા વધી
રિઝર્વ બેંક પાસે રજિસ્ટર્ડ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની ટ્રાન્સયુનિયન સિબિલ દ્વારા એક્ત્ર કરવામાં આવેલા આંકડા અનુસાર વિલફુલ ડિફોલ્ટો પાસે ફસાયેલી કુલ રકમ ડિસેમ્બર 2020ના અંતે 2,45,767 કરોડ રૂપિયા હતી, જે ત્યારબાદના બે વર્ષમાં 41 ટકા અથવા એક લાખ કરોડ રૂપિયા વધીને રૂ. 3,46,479 કરોડે પહોંચી ગઇ છે. 16,000થી પણ આવા વિલફૂલ ડિફોલ્ટરોમાંથી મોટાભાગના સેટલમેન્ટને લાયક ન હતા. જો કે રિઝર્વ બેંકે નિયમોમાં છુટછાટ આપતા તેમાંથી કેટલાક ડિફોલ્ટરો ‘પતાવટ’ માટે ધિરાણકર્તાઓનો સંપર્ક કરે તેવી શક્યતા છે.

બેંકો આવા દેવાદારો સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીમાં પૂર્વગ્રહ રાખ્યા વિના વિલફુલ ડિફોલ્ટર્સ અથવા ફ્રોડ તરીકે વર્ગીકૃત થયેલા એકાઉન્ટ્સના સંબંધમાં કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ અથવા ટેકનિકલ રાઇટ-ઓફ કરી શકે છે, એવું રિઝર્વ બેંકે 8 જૂન, 2023ના રોજ એક પરિપત્રમાં જણાવ્યું હતું. કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ એ વાટાઘાટો દ્વારા કરાયેલી પતાવટનો સંદર્ભ આપે છે. જ્યાં ઉધાર લેનાર ચૂકવણી કરવાની ઓફર કરે છે અને બેંક તેના બાકી લેણાંની સંપૂર્ણ અને અંતિમ પતાવટમાં લોન કરાર હેઠળ તેમના કુલ બાકી લેણા કરતા ઓછી રકમ સ્વીકારવા સહમત થાય છે. આવી લોન પતાવટમાં એક વખત ધિરાણકર્તા બાકી લેણાંની અમુક રકમ જતી કરી શકે છે.
સેન્ટ્રલ બેંકે બેંકોને એવો પણ નિર્દેશ આપ્યો છે કે જેઓએ સમાધાન કર્યું હોય તેવા ઋણધારકોને નવા એક્સપોઝર કરતા પહેલા ઓછામાં ઓછા 12 મહિનાનો લઘુત્તમ ઠંડકનો સમયગાળો નક્કી કરવો. આનો અર્થ એ છે કે વિલફુલ ડિફોલ્ટર અથવા છેતરપિંડીમાં સંડોવાયેલી કંપની સમાધાન સમાધાનના અમલના 12 મહિના પછી નવી લોન મેળવી શકે છે.
સેન્ટ્રલ બેંકે વિલફુલ ડિફોલ્ટર્સને કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટથી બહાર રાખવાના તેના અગાઉના નિયમને નાટકીય રીતે બદલી નાંખ્યો છે. 7 જૂન, 2019ના રોજ, આરબીઆઈએ તેના ‘સ્ટ્રેસ્ડ એસેટ્સના રિઝોલ્યુશન માટેની માર્ગદર્શિકામાં સ્પષ્ટતા કરી હતી કે, ફ્રોડ/ ગેરરીતિ/ ઇરાદાપૂર્વક ડિફોલ્ટ કરનાર ઋણ લેનારાઓ લોન રિસ્ટ્રક્ચરિંગ માટે અયોગ્ય રહેશે. હવે મધ્યસ્થ બેંક દ્વારા વિચારણાપૂર્વક ડિફોલ્ટરોને કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ આપવા માટેના નિયમો આ અચાનક કરાયેલો આ ફેરફાર બેંકિંગ ક્ષેત્ર માટે આઘાતજનક છે કારણ કે તેનાથી બેંકિંગ સેક્ટર પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટવાની સાથે સાથે થાપણદારોના વિશ્વાસને પણ ઠેસ પહોંચાડશે.

આરબીઆઈના નવીનતમ ‘ફ્રેમવર્ક ફોર કોમ્પ્રોમાઈઝ સેટલમેન્ટ્સ અને ટેક્નિકલ રાઈટ-ઓફ’ને “હાનિકારક પગલું જે બેંકિંગ સિસ્ટમની સદ્ધરતા સાથે ચેડા કરી શકે છે અને જાણીજોઈને ડિફોલ્ટરોનો અસરકારક રીતે સામનો કરવાના પ્રયાસોને નબળી પાડી શકે છે” તરીકે ગણવામાં આવે છે. તે માત્ર અનૈતિક દેવાદારોને પ્રોત્સાહન જ નથી આપતું પણ પ્રામાણિક લોનધારકોને એક ખોટો સંદેશો મોકલે છે, જેઓ ઇમાનદારીપૂર્વક તેમની લોનની ચૂકવણી કરે છે. “અમે દ્રઢપણે માનીએ છીએ કે ફ્રોડ અથવા વિલફૂલ ડિફોલ્ટર તરીકે વર્ગીકૃત કરાયેલા લોન એકાઉન્ટ માટે સેટલમેન્ટની મંજૂરી આપવી એ ન્યાય અને જવાબદારીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે,” એવું ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) અને ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)એ જણાવ્યુ હતુ, જે 6 લાખ બેંક કર્મચારીઓનુ પ્રતિનિધિત્વ કરે છે.
વિલફૂલ ડિફોલ્ટરની સંખ્યા બેંકોના બાકી લેણાં
ટ્રાન્સયુનિયન સિબિલના આંકડા અનુસાર ડિસેમ્બર 2020 સુધીમાં 12907 વિલફૂલ ડિફોલ્ટ એકાઉન્ટરમાં બેંકોના 245767 કરોડ રૂપિયા અને ડિસેમ્બર 2021 સુધીમાં 14202 વિલફુલ ડિફોલ્ટ એકાઉન્ટ્સમાં 285474 કરોડ રૂપિયા ફસાયેલા હતા. જાહેર ક્ષેત્રની બેંકો 292,865 કરોડ રૂપિયા સાથે કુલ વિલફૂડ ડિફોલ્ટરો પાસેના બાકી લેણામાં 85 ટકા હિસ્સો ધરાવે છે.
વિવિધ બેંકોના વિલફૂલ ડિફોલ્ટર અને બાકી લેણાં
| બેંકના નામ | વિલફૂલ ડિફોલ્ટર એકાઉન્ટ | ફસાયેલી રકમ |
|---|---|---|
| એસબીઆઇ (SBI) | 1881 | ₹ 79227 કરોડ |
| પીએનબી (PNB) | 2143 | ₹ 38333 કરોડ |
| યુનિયન બેંક | 1747 | ₹ 35561 કરોડ |
| IDBI બેંક | 335 | ₹ 23601 કરોડ |
| બેંક ઓફ બરોડા (BoB) | 2203 | ₹ 23879 કરોડ |
| એક્સિસ બેંક | 607 | ₹ 2005 કરોડ |
| ICICI બેંક | 59 | ₹ 2136.5 કરોડ |
| HDFC બેંક | 49 | ₹ 505.5 કરોડ |
| HUDCO | 130 | ₹ 12211 કરોડ |
| LIC | 3 | ₹ 2800 કરોડ |
| એક્ઝિમ બેંકમાં | 15 | ₹ 3651 કરોડ |
આ પણ વાંચોઃ Credit card એટલે ઉછીના પૈસા જલસા : ક્રેડિટ કાર્ડની NPA 9 મહિનામાં 24 ટકા વધીને ₹ 3887 કરોડ થઇ, RBI ચિંતિત
ઉપરોક્ત આંકડા અનુસાર ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા એસબીઆઇના 79227 કરોડ રૂપિયા વિલફૂલ ડિફોલ્ટરો પાસે ફસાયેલા છે. તો બીજા ક્રમે પીએનબીને 2143 ડિફોલ્ટરોએ 38333 કરોડ અને યુનિયન બેંકને 335 ડિફોલ્ટરોએ 35561 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. ખાનગી ક્ષેત્રની બેંકોની વાત કરીયે તો આઇસીઆઇસીઆઇ બેંકના 59 વિલફૂલ ડિફોલ્ટરો પાસેથી 2136 કરોડ રૂપિયા ફસાયેલા છે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો