scorecardresearch
Premium

ચીનમાં તમામ સમસ્યાઓ હોવા છતાં રમકડા ઉદ્યોગ શા માટે ભારતમાં શિફ્ટ થઈ શકતો નથી?

India shift toy industry : ચીનમા રમકડા (toy industry China) ના ભાવ કેમ સતત વધી રહ્યા છે, કંપનીઓ પોતાના પ્લાન્ટ ભારતમાં શિફ્ટ કરવા માંગે છે, પરંતુ કઈ કઈ સમસ્યાઓ નડી રહી છે.

Toy industry shifts from China to India
રમકડા ઉદ્યોગ ચીનથી ભારતમાં સ્થળાંતર કેમ નથી થઈ રહ્યો

ચીનમાં વધતા ખર્ચના કારણે રમકડાના વેપારીઓ સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ તેમના પ્લાન્ટને ઓછા ખર્ચમાં પરવડે તેવી જગ્યાએ શિફ્ટ કરવા માંગે છે. પરંતુ તેઓને તેનો વિકલ્પ નથી મળી રહ્યો. છ વર્ષ પહેલાં, રમકડા ઉત્પાદક હાસ્બ્રોએ કરાર માટે એરોસ્પેસ સપ્લાયર Aequs નો સંપર્ક કર્યો હતો. Aequs ના કન્ઝ્યુમર વર્ટિકલના ચીફ રોહિત હેગડેએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, Hasbro એ કહ્યું હતું કે, જો તમે રમકડાંના ઉત્પાદનમાં પ્રવેશ કરી શકો છો, તો હવે અમે લાખો ડોલરની પ્રોડક્ટ ચીનથી ભારતમાં શિફ્ટ કરવાનું વિચારી રહ્યા છીએ. અમે કહ્યું કે, જો અમને આગામી થોડા વર્ષોમાં ઓછામાં ઓછો $100 મિલિયનનો બિઝનેસ મળે તો, અમે ચોક્કસપણે તેમાં રોકાણ કરી શકીએ છીએ.

ખર્ચની બાબતમાં ભારત ચીનની બરોબરી કરી શકે તેમ નથી

રમકડાનું બજાર આજે તેજીમાં આગળ વધી રહ્યું છે અને Aequs ભારતમાં બેલગામમાં 350,000 ચોરસ ફૂટની બે ઇમારતોમાંથી Hasbro અને Spin Master રમકડાં બનાવે છે. જો કે, રોહિત હેગડે અને અન્ય રમકડા ઉત્પાદકો સ્વીકારે છે કે, ભારત અને અન્ય દેશો કિંમત ખર્ચના સંદર્ભમાં ચીનની સરખામણી કરી શકતા નથી. તેમનું એવું પણ માનવું છે કે, જો ઉત્પાદનનો મોટો હિસ્સો ચીનમાં રહે છે, તો ભવિષ્યમાં રમકડાંની કિંમતોમાં વધારો થવાનું જોખમ છે.

રોહિત હેગડેએ કહ્યું, “અમારી પાસે (ભારતમાં) ચીન જેવી બંદર સુવિધાઓ નથી. આપણી પાસે ચીન જેવી રોડ સુવિધા નથી. તેઓ છેલ્લા 30 વર્ષથી આ કરી રહ્યા છે, તેમની કાર્યક્ષમતાનું સ્તર આપણા કરતા ઘણું સારું છે.”

હાસ્બ્રો અને બાર્બી ડોલ નિર્માતા મેટેલ સહિત ઘણા રમકડા ઉત્પાદકો તેમના મોટા ભાગના ઉત્પાદન માટે ચીન પર નિર્ભર હતા અને કોવિડ-19 મહામારી દરમિયાન આનો ખતરો સામે આવ્યો હતો. તે સમય દરમિયાન, ચીની બંદરો માલની નિકાસ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને સમયાંતરે બંધ થઈ રહ્યા હતા, શિપમેન્ટ અટવાઈ ગયા હતા. ચીનમાં વધતા શ્રમ ખર્ચને પણ ઉદ્યોગો માટે સારું માનવામાં આવતું નથી.

રોડિયમ ગ્રૂપ દ્વારા ગયા સપ્ટેમ્બરમાં એક અહેવાલ દર્શાવે છે કે, 2021 અને 2022 વચ્ચે ભારતમાં કુલ જાહેર કરાયેલ યુએસ અને યુરોપિયન ગ્રીનફિલ્ડ રોકાણમાં $65 બિલિયન અથવા 400% નો વધારો થયો છે, જ્યારે ચીનમાં રોકાણ $120 બિલિયનથી ઘટીને 2022માં $20 બિલિયન થઈ ગયું છે. મેક્સિકો, વિયેતનામ અને મલેશિયામાં પણ રોકાણ આવ્યું. તેમ છતાં અન્ય ઉદ્યોગો સફળ થઈ રહ્યા હોવા છતાં રમકડા ઉત્પાદકો ઉત્પાદન શિફ્ટ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સનો વેપાર ડેટા દર્શાવે છે કે, 2023 ના પ્રથમ સાત મહિનામાં અમેરિકા અને યુરોપમાં વેચાયેલા રમકડાંમાં ચીનનો હિસ્સો 79% હતો, જે 2019માં 82% હતો. ચીનનું લઘુત્તમ વેતન દર મહિને 1,420 યુઆનથી 2,690 યુઆન પ્રતિ માસ ($198.52-$376.08) સુધીનુ છે. જ્યારે ભારતમાં અકુશળ કામદારો દર મહિને ₹9,000 અને 15,000 ભારતીય રૂપિયા ($108.04-$180.06) ની વચ્ચે કમાય છે.

કોન્ટ્રાક્ટ માટે જ 18 મહિનાનો સમય લાગી જાય છે

પરંતુ જો કોઈ કંપની કોઈ કોન્ટ્રાક્ટ ઉત્પાદક પાસેથી ઉત્પાદનો ખરીદતી હોય તો, અન્ય દેશોમાંથી સોર્સિંગ સ્થાપિત કરવામાં 18 મહિના જેટલો સમય લાગી શકે છે, અને જો કોઈ કંપની શરૂઆતથી નવી ફેક્ટરી બનાવી રહી હોય તો ત્રણ વર્ષ સુધીનો સમય લાગી શકે છે.

હાસ્બ્રોએ 2018 માં તેના વાર્ષિક અહેવાલમાં ચાઇના પરની તેની વધુ પડતી નિર્ભરતાને ઓપરેશનલ રિસ્ક તરીકે સંબોધવાનું શરૂ કર્યું હતું, જ્યારે મેટેલ 2007 થી ચીનથી દૂર જતી રહી છે, જ્યારે તેને લીડ પેઇન્ટથી દોરવામાં આવેલા લાખો રમકડાં પાછા લેવા પડ્યા હતા. ચીનમાં રમકડાંના ભાવમાં વધારો થવાનું કારણ વધતું વેતન છે.

જોકે ચાઈનીઝ રમકડાં પર યુએસ ટેરિફ હાલમાં ન બરાબર છે, પરંતુ હવે તે પણ બદલાઈ શકે છે કારણ કે, કેટલાક રિપબ્લિકન નેતાઓએ ચીનના ‘કાયમી સામાન્ય વેપાર સંબંધો’નો દરજ્જો રદ કરવાની હાકલ કરી છે. નેશનલ રિટેલ ફેડરેશનના જણાવ્યા અનુસાર આવા પગલાથી અમેરિકામાં રમકડાંની કિંમત પાંચ ગણી વધી શકે છે.

બંદાઈ હજુ પણ ચીનમાં ઉત્પાદિત થાય છે પરંતુ, તેના કેટલાક ઉત્પાદનો તાઈવાન, જાપાન, વિયેતનામમાં બને છે. અમેરિકાના નેશનલ રિટેલ ફેડરેશનના એલ્ડ્રિજે કહ્યું કે, તેઓ ભારત અને થાઈલેન્ડને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. LOL સરપ્રાઈઝ અને બ્રેટ્ઝ ડોલ્સના નિર્માતા MGA એન્ટરટેઈનમેન્ટે ચીનની બહાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારત અને વિયેતનામ જેવા દેશોમાં શિફ્ટ કરીને વૈવિધ્યીકરણ કરવામાં અવરોધનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી તહેવારોની સિઝનમાં ચીનમાંથી તેની નિકાસ પણ ગયા વર્ષની સરખામણીમાં ઘટી છે.

ભારતીય રાજ્યોના નિયમો પણ મુશ્કેલ છે

ડેટા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં યુએસ અને ઇયુમાંથી રમકડાની આયાતમાં ભારતનો હિસ્સો માત્ર 1% હતો. એમજીએ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ આઈઝેક લેરિયને રોઈટર્સને જણાવ્યું હતું કે, “ભારતમાં આ મુદ્દો ખરેખર એક રાજ્યથી બીજા રાજ્યમાં જવાની મડાગાંઠ છે.” ત્યાં ઘણા વિચિત્ર નિયમો છે. પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું થઈ રહ્યું છે, જેના કારણે આ દેશોને ચીનથી બિઝનેસ દૂર કરવાની તક સમજાઈ છે અને તેઓ રોકાણ કરી રહ્યા છે.

Web Title: Why canot the toy industry shift from china to india what are the problems km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×