scorecardresearch
Premium

Sagar Adani Profile: સાગર અદાણી કોણ છે? ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાંચ કેસમાં ઉછળ્યું નામ

Gautam Adani Group Bribery Case In US: ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકાએ સોલાર એનર્જી પ્રોજેક્ટ મેળવવા 265 મિલિયન ડોલરની લાંચ આપવાનો અને આક્ષેપ કરવામાં આવ્યો છે.

Adani Group | Adani Group Share Price Crash | Adani Stock Price | Gautam Adani Comapany | Adani Group Marketcap | Sagar Adani
Sagar Adani: સાગર અદાણી શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રીન એનર્જી કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. (Express Photo/ Adani Group)

Gautam Adani Group Bribery Case In US: ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાંચ અને છેતરપીંડિ કેસમાં સાગર અદાણીનું પણ નામ ઉછળ્યું છે. અમેરિકાના શેરબજાર નિયામકે ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે સોલાર એનર્જી પ્રોજેક્ટ મેળવવા 265 મિલિયન ડોલરની લાંચ આપવાનો અને આક્ષેપ કર્યો છે. ચાલો જાણીયે સાગર અદાણી કોણે છે અને ગૌતમ અદાણી સાથે શું સંબંધ છે.

Who is Sagar Adani? : સાગર અદાણી કોણ છે?

સાગર અદાણી ગૌતમ અદાણીના ભત્રીજા છે. સાગર અદાણી ગૌતમ અદાણીના મોટાભાઇ વિનોદ અદાણીનો પુત્ર છે. 30 વર્ષના સાગર અદાણી અદાણી ગ્રીન એનર્જી કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેમણે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

અદાણી ગ્રૂપની વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ, સાગર અદાણી વર્ષ 2015માં અદાણી ગ્રૂપ સાથે જોડાયા હતા. તેમણે અદાણી ગ્રીન એનર્જીના સમગ્ર સોલાર અને વિન્ડ પોર્ટફોલિયો બનાવ્યો હતો. હાલમાં તેઓ અદાણી ગ્રીન એનર્જીના સંગઠન નિર્માણ તેમજ તમામ વ્યૂહાત્મક અને નાણાકીય બાબતો પર દેખરેખ રાખે છે.

ગૌતમ અદાણી ગ્રૂપ સામે અમેરિકામાં લાંચ આપવાનો આક્ષેપ

અમેરિકામાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ 265 મિલિયન ડોલરની લાંચ આપવાના કેસમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. આ કેસની ન્યુયોરક ફેડરલ કોર્ટમાં સુનાવણી થઇ હતી. ઉપરાંત 7 વ્યક્તિઓ ઉપર પણ અદાણી ગ્રીન એનર્જીને સોલાર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવા માટે અધિકારીઓને લાંચનો આક્ષેપ મૂક્યો છે. આ કેસમાં સાગર અદાણી ઉપરાંત અન્ય જે વ્યક્તિઓના નામ સંડોવાયેલા છે તેમા વિનીત જૈન, રંજીત ગુપ્તા, સાઇરિલ કેબેનિસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલ છે.

અદાણી ગ્રીન એનર્જી દ્વારા 60 કરોડ ડોલરની બોન્ડ ડીલ રદ

અમેરિકામાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી સામે અબજો ડોલરની લાંચ અને છેતરપિંડીના આક્ષેપો બાદ અદાણી ગ્રીન એનર્જીએ 60 કરોડ ડોલરની બોન્ડ ડિલ કરી છે. અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર અમેરિકાના પ્રોસિક્યુટર્સ દ્વારા 2000 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે. આ મામલા સાથે જોડાયેલા બે સૂત્રોએ ન્યૂઝ એજન્સી રોયટર્સને આ જાણકારી આપી છે. અમેરિકાની એક કોર્ટમાં જજે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે ધરપકડ વોરંટ પણ જારી કર્યું છે.

અદાણી ગ્રૂપે અમેરિકાના આક્ષેપ ફગાવ્યા

અદાણી ગ્રૂપે અમેરિકામાં લાંચ આપવાનો અને છેતરપીંડિના આક્ષેપ ફગાવતા પ્રથમ નિવદેન જાહેર કર્યું છે. અદાણી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને કરેલા આક્ષેપો પાયાવિહોણા છે અને તેને નકારી કાઢવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પોતે જ કહ્યું છે તેમ, આરોપનામામાં મૂકવામાં આવેલા આરોપો, ફક્ત, આરોપો છે અને પ્રતિવાદીઓને દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવશે. શક્ય તમામ કાનૂની આશ્રય લેવામાં આવશે.

Web Title: Who is sagar adani relation with guatam adani group bribery case in us as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×