scorecardresearch
Premium

Richest Indian in Dubai: દુબઇમાં સૌથી ધનિક ભારતીય કોણ છે? એક સમયે દૂધ વેચનાર રિઝવાન સાજન હાલ 20000 કરોડની સંપત્તિનો માલિક

Who is Richest Indian in Dubai: દુબઇના સૌથી ધનિક ભારતીયમાં રિઝવાન સાજનનો સમાવેશ થાય છે. 16 વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ રિઝવાન નોકરીની શોધમાં કુવૈત જતા રહ્યા હતા.

rizwan sajan net worth | Who is rizwan sajan | rizwan sajan danube group business | richest indian in dubai | rizwan sajan richest indian in dubai | rizwan sajan photo
Rizwan Sajan Richest Indian in Dubai: રિઝવાન સાજન Danube Group ના સ્થાપક અને ચેરમેન છે. (Photo: Rizwan Sajan linkedin)

Who is Richest Indian in Dubai: ભારતમાંથી દર વર્ષે હજારો લોકો નોકીર માટે દુબઈ જાય છે. જે લોકો કમાણી કરવા અને સારી લાઇફસ્ટાઇલ માટે દુબઈ જાય છે તેમનો હેતુ ત્યાં પૈસા કમાવવાનો છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે પૈસા કમાવવા જાય છે અને સંઘર્ષને પાર કરીને નવી ઉંચાઇ પર પહોંચે છે. આવી જ એક પ્રેરક કથા છે મુંબઈના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા રિઝવાન સાજનની. બાળપણથી મુશ્કેલી સહન કરનાર રિઝવાન સાજને 16 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારની જવાબદારી તેમના ખંભે આવી પડી હતી.

Rizwan Sajan Richest Indian in Dubai: રિઝવાન સાજન દુબઇમાં સૌથી ધનિક ભારતીય

રિઝવાન સાજને પુસ્તકો વેચવાથી લઈને ફટાકડા અને દૂધની ડિલિવરી કરવા સુધીના ઘણા જુદા જુદા કામ કર્યા. નાની ઉંમરમાં જ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવાનો તેમનો જુસ્સો તેમની મહેનત પરથી જણાઈ આવતો હતો અને અહીંથી જ તેમણે પોતાના ભવિષ્યની યોજના પણ તૈયાર કરી હતી.

Danube Group ની શરૂઆત

1981માં રિઝવાન સાજન વધુ સારા વિકલ્પની શોધમાં કુવૈત તરફ ફંટાયા. તેમણે અહીં તેમના કાકાના બિલ્ડિંગ મટિરિયલ સ્ટોરમાં એક ટ્રેની સેલ્સમેન તરીકે શરૂઆત કરી હતી. તેમનો જુસ્સો અને સખત મહેનત તેમને આગળ લઈ ગઈ અને ઉદ્યોગમાં ઘણો અનુભવ મેળવ્યો. જો કે, 1991માં ખાડી યુદ્ધ દરમિયાન, તેમને મુંબઇ પાછા ફરવું પડ્યું હતું અને તેમનો વિકાસ અટકી ગયો.

Danube Groupની શરૂઆત

રિઝવાન સાજને મુશ્કેલીથી ડરી પીછેહટ ન કરી અને પોતાનો જુસ્સો ટકાવી રાખ્યો. 1993માં તેમણે બિલ્ડિંગ મટિરિયલ્સ ક્ષેત્રની એક નાની કંપની Danube Groupની શરૂઆત કરી. સચોટ લક્ષ્ય અને મક્કમ મનોબળ સાથે તેમનો નાના બિઝનેસ ઝડપથી વિકસ્યો અને આ જૂથ યુએઈની સૌથી મોટી બિલ્ડિંગ મટિરિયલ્સ કંપનીઓમાંની એક બની ગયું. 2019 સુધીમાં Danube Groupનું ટર્નઓવર વાર્ષિક ધોરણે 1.3 અબજ અમેરિકન ડોલર રહ્યું હતું અને કંપની સતત બજારમાં મજબૂત સ્થિતિમાં આવી રહી છે.

બિઝનેસનું વિસ્તરણ

રિઝવાન સાજનના નેતૃત્વમાં Danube Group એ બિલ્ડિંગ મટિરિયલ્સ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં પણ પોતાનો બિઝનેસ વધારવાનું શરૂ કર્યું હતું. કંપનીએ હોમ ડેકોરેશન, રિયલ એસ્ટેટ અને અન્ય સેક્ટરમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી હતી. મધ્ય પૂર્વના ઓમાન, બહેરીન અને સાઉદી અરેબિયામાં આ કંપની ખૂબ સફળ રહી હતી. બિઝનેસ ડાઇવર્સિફિકેશન રિઝવાન સાજનની વ્યૂહાત્મક દૂરદર્શિતા અને બદલાતા બજારોને અનુકૂળ થવાની માનસિકતાને પ્રતિબિંબિત કરે છે.

આ પણ વાંચો | પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? એક સમયે વાસણ ધોતા હતા, હવે લાખ કરોડોની સંપત્તિના માલિક

Rizwan Sajan Net Worth : રિઝવાન સાજનની નેટ વર્થ

રિઝવાન સાજન હાલમાં દુબઈના સૌથી ધનિક ભારતીય પૈકીના એક છે. યૂએઈના મિનિસ્ટ્રી ઑફ ઈકોનોમી મુજબ તેમની નેટવર્થ 2.5 બિલિયન ડૉલર (લગભગ 20,830 કરોડ રૂપિયા) છે.

Web Title: Who is richest indian in dubai rizwan sajan net worth danube group business as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×