Reliance Industries Shareholding Pattern : ગુજરાતના જામનગરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં દેશ અને વિદેશથી દિગ્ગજ ઉદ્યોગપત અને જાણીતા સેલિબ્રિટી આવ્યા હતા. આ ભવ્ય સેલિબ્રેશનથી ભારત અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં શેરહોલ્ડિંગ તરફ સૌનું ધ્યાન ખેંચાયું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરધારક કોણ?
વ્યાપક ધારણાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ હિસ્સો ધરાવતી વ્યક્તિ મુકેશ અંબાણી , નીતા અંબાણી , ઈશા અંબાણી, આકાશ અંબાણી અથવા અનંત અંબાણી નથી. મુકેશ અંબાણી પાસે 117 અબજ ડોલર (રૂ. 97,66,89,81,30,000) ની જંગી સંપત્તિ હોવા છતાં તેઓ રિલાયન્સના સૌથી મોટા શેરધારક નથી. રિલાયન્સમાં મહત્તમ હિસ્સેદારી ધરાવતા વ્યક્તિ અન્ય કોઈ નથી પરંતુ અંબાણી પરિવારના સ્તંભ ગણાતા કોકિલાબેન અંબાણી છે.

RILમાં અંબાણી પરિવારનો હિસ્સો કેટલો?
રિલાયન્સ પ્રમોટર જૂથની અંદર, જેમાં અંબાણી પરિવારનો સમાવેશ થાય છે, તેઓ સામૂહિક રીતે કંપનીના 50.39 ટકા શેરહોલ્ડિંગ ધરાવે છે અને બાકીનો 49.61 ટકા હિસ્સો જાહેર શેરધારકો પાસે છે, જેમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને કોર્પોરેટ એન્ટિટી પણ સામેલ છે.
રિલાયન્સમાં કોકિલા બેન અંબાણીનું શેરહોલ્ડિંગ કેટલું?
કોકિલાબેન અંબાણી આમ તો કંપનીના રોજબરોજના કારોબારમાં સક્રિય રીતે સંકળાયેલા નથી, જો કે તેમની પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 1,57,41,322 શેર છે, જે કંપનીમાં 0.24 ટકા હિસ્સો દર્શાવે છે. તેનાથી વિપરીત, મુકેશ અંબાણીના સંતાન – આકાશ, ઈશા અને અનંત અંબાણી પ્રત્યેક પાસે 80,52,021 શેર છે, આમ દરેકનો અંદાજે 0.12 ટકા હિસ્સો છે.
આ પણ વાંચો | ભારતના ટોચના 10 ધનિકમાં માત્ર એક મહિલા, અંબાણી અને અદાણી બંનેમાંથી કોણ સૌથી ધનવાન? જુઓ યાદી
લો પ્રોફાઇલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રત્યક્ષ રીતે સંકળાયેલા ન હોવા છતાં કોકિલાબેન અંબાણી પરિવાર માટે આધારભૂત આધારસ્તંભ છે. આમ તો તેમની નેટવર્થ વિશે ઘોષણા કે સ્પષ્ટતા કરવામાં આવી હતી પણ એક પ્રાથમિક અંદાજ મુજબ તેમની સંપત્તિ આશરે રૂ. 18,000 કરોડ જેટલી છે.