scorecardresearch
Premium

WhatsApp to Stop Working : 1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે, તમારી પાસે હોય તો બદલાવી નાખો, જુઓ લિસ્ટ

WhatsApp To Stop Working on Old Android : એક રિપોર્ટ પ્રમાણે નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ થી વોટ્સએપ 20 થી વધુ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે. જોઈ લો આ ફોનની યાદી

WhatsApp, WhatsApp New Feature, WhatsApp to Stop Working
WhatsApp to Stop Working: વોટ્સએપનો ઉપયોગ કદાચ વિશ્વના દરેક એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં થાય છે (ફાઇલ ફોટો)

WhatsApp to Stop Working in these smartphones: મેટાની માલિકાના હકવાળી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ અને કોલિંગ પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ દુનિયાભરમાં લાખો લોકો કરે છે. વોટ્સએપનો ઉપયોગ કદાચ વિશ્વના દરેક એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં થાય છે. વોટ્સએપમાં સતત નવા નવા ફિચર્સ આવતા હોય છે અને વોટ્સએપના તમામ ફંકશનનો ઉપયોગ કરવા માટે તેને અપડેટ કરવામાં આવે તે જરૂરી છે. પરંતુ કેટલાક જૂના સ્માર્ટફોનમાં વોટ્સએપ ટૂંક સમયમાં જ તેનો સપોર્ટ બંધ કરી દેશે.

વોટ્સએપ 20 થી વધુ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે

20 ડિસેમ્બરે પ્રકાશિત થયેલા HDblog ના એક રિપોર્ટ પ્રમાણે નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ થી વોટ્સએપ 20 થી વધુ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે. એન્ડ્રોઇડ કિટકેટ અને તેના કરતા જૂના વર્ઝન પર ચાલતા સ્માર્ટફોનમાં વોટ્સએપ ચાલશે નહીં. વોટ્સએપ ઉપરાંત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી અન્ય મેટા એપ્સ પણ આ મોબાઇલ ફોન્સ પર કામ ન કરે. આમાંના કેટલાક સ્માર્ટફોન એચટીસી અને એલજી જેવી કંપનીઓના છે, જેમણે પહેલા જ ફોન બનાવવાનું બંધ કરી દીધું છે.

10 વર્ષથી વધુ જૂના લગભગ તમામ ડિવાઇસ પર હવે વોટ્સએપ સપોર્ટ નહીં મળે

ઉલ્લેખનીય છે કે 10 વર્ષથી વધુ જૂના લગભગ તમામ ડિવાઇસ પર હવે વોટ્સએપ સપોર્ટ નહીં મળે. જોકે જો તમારી પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે જે 5-6 વર્ષ જૂનો છે, તો વોટ્સએપના તમામ ફંક્શન્સ અપેક્ષા મુજબ કામ કરવાનું ચાલુ રાખશે. જો તમારી પાસે નીચે આપવામાં આવેલા સ્માર્ટફોનમાંથી કોઈ એક છે તો અમે નવા ફોનમાં અપગ્રેડ કરતા પહેલા તમારી બધી વોટ્સએપ ચેટ્સનું બેકઅપ લેવાની ભલામણ કરીએ છીએ. જેથી તમને ફરી રિસ્ટોર કરવા પર બધી ચેટ્સ ફરીથી મળે શકે.

આ પણ વાંચો – શું તમે સસ્તો અને સારો ફોન શોધી રહ્યો છો, આ રહ્યા 15,000થી ઓછી કિંમતમાં ધમાકેદાર ફોન

જાન્યુઆરી 2025થી વોટ્સએપ આ એન્ડ્રોઇડ ફોન પર કામ કરવાનું બંધ કરશે
Samsung Galaxy S3
Samsung Galaxy Note 2
Samsung Galaxy Ace 3
Samsung Galaxy S4 Mini
Moto G (1st Gen)
Motorola Razr HD
Moto E 2014
HTC One X
HTC One X+
HTC Desire 500
HTC Desire 601
HTC Optimus G
HTC Nexus 4
LG G2 Mini
LG L90
Sony Xperia Z
Sony Xperia SP
Sony Xperia T
Sony Xperia V

Web Title: Whatsapp stop working in these smartphone from january 1 check full list ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×