scorecardresearch
Premium

Whatsapp Features: વોટ્સએપ નવું ફીચર્સ લાવશે, યુઝર્સ પોતાનું સ્ટીકર પેક બનાવી શકશે

WhatsApp New Features Sticker Packs: વોટ્સએપના નવા ફીચર્સ વડે યુઝર્સ મજેદાર નવા સ્ટીકર પેક બનાવી અને શેર કરી શકાય છે. સ્ટીકર બનાવવા માટે થર્ડ પાર્ટી એપની જરૂરી પડશ નહીં.

whatsapp features | whatsapp new features | whatsapp update | whatsapp message | whatsapp video call | whatsapp news
WhatsApp Features Update: વોટ્સએપ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. (Photo: Freepik)

WhatsApp New Features Sticker Packs: વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી મોબાઇલ એપ્લિકેશન છે. મેટાની માલિકીનું આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આગામી નવા ફીચરની સાથે યૂઝર્સ હવે પોતાના સ્ટીકર પેક બનાવીને શેર કરી શકશે. એટલે કે સ્ટીકર માટે થર્ડ પાર્ટી એપની જરૂરિયાત રહેશે નહીં.

વોટ્સએપ સાથે જોડાયેલી જાણકારી પર નજર રાખનાર પબ્લિકેશન WABetaInfoએ આગામી વોટ્સએપ ફીચર વિશે માહિતી આપી છે. નવા ફીચરનું ટેસ્ટિંગ વોટ્સએપ બીટા એન્ડ્રોઇડ વર્ઝન v2.24.22.13 પર કરવામાં આવી રહ્યું છે. આ નવું ફીચર નીચેના સ્ક્રીનશોટમાં જોઇ શકાય છે. નવી ફીચરમાં સ્ટીકર પર ટેપ કરવાથી એક નવું મેનૂ ખુલે છે જેમા એક નવું ઓપ્શન Create Your Own આવે છે. નામથી જ ખ્યાલ આવે છે કે, આ ફીચર દ્વારા યૂઝર્સ પોતાનું સ્ટિકર પેક બનાવી શકશે.

હાલના સ્ટીકર ફીચરની સરખામણીમાં જણાવી દઈએ કે વોટ્સએપ યૂઝર્સે મેન્યુઅલી સ્ટીકર પેક એડ કરવા પડશે. નવા ફંક્શનની રજૂઆત સાથે, વપરાશકર્તાની સમસ્યા ઓછી થઈ જશે કારણ કે તેઓ તેમના મનપસંદ સ્ટીકરો ઉમેરીને કસ્ટમાઇઝ્ડ પેક્સ બનાવી શકશે. નવા ફીચર્સ આવવાની સાથે જ Favourites નો પણ સરળતાથી ઉપયોગ કરી શકાય છે. અત્યારે આ સેક્શનમાં ઘણા એવા સ્ટીકર પેક કરવામાં આવ્યા છે જેને શોધવા ખૂબ જ મુશ્કેલ છે.

WABetaInfo મુજબ સ્ટીકર પેક બનાવવા અને શેર કરવા ઉપરાંત, વોટ્સએપ હવે વપરાશકર્તાઓને સ્ટીકર પેક્સ દૂર કરવાની અને ઉમેરવાની પણ મંજૂરી આપશે. તમને જણાવી દઇયે કે, આ સ્ટીકર પેક્સ શેર કરી શકાય છે અને અન્ય યુઝર્સને સરળતાથી મોકલી શકાય છે. સ્ક્રીન પર બે ટેપ દ્વારા યુઝર્સ તેને ઇમ્પોર્ટ કરી શકશે. જો કે, આગામી મોટાભાગના વોટ્સએપ ફીચર્સની જેમ, હાલમાં તે સ્પષ્ટ નથી થયું કે યુઝર્સ ક્યારે શેર કરી શકશે અને તેમનું સ્ટીકર પેક બનાવી શકશે.

આ પણ વાંચો | દિવાળી ગીફ્ટ માટે ટેક ગેજેટ શ્રેષ્ઠ વિકલ્પ, તમારા બજેટમાં મળશે શાનદાર ડિવાઇસ

E

મેટાની માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે તાજેતરમાં જ એક નવા ફીચરની જાહેરાત કરી છે, જેના દ્વારા વપરાશકર્તાઓ એપ્લિકેશનમાં જ સંપર્કો સ્ટોર કરી શકશે. આ પહેલા WABetaInfoના રિપોર્ટમાં પણ કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે, યુઝરનેમ ફીચરને ટૂંક સમયમાં જ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવશે.

Web Title: Whatsapp new features users sticker packs create and share as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×