WhatsApp Upcoming Reverse Image Search: વોટ્સએપ યુઝર્સ માટે ટુંક સમયમાં એક ઉપયોગી ફીચર લાવી રહ્યું છે. આ ફીચર વડે વોટ્સએપ યુઝર સરળતાથી જાણી શકશે કે તેને વોટ્સએપ પર પ્રાપ્ત ફોટો અસલી છે કે નકલી સરળતાથી જાણી શકશે. હકીકતમાં વોટ્સએપે એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં તાજેતરમાં Search On Web નામનું એક નવું ફીચર રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ Google Lens (ગૂગલ લેન્સ)નો ઉપયોગ કરી કોઇ પણ ફોટો કે ઇમેજની રિવર્સ ઇમેજ સર્ચ કરી શકે છે.
વોટ્સએપ ઈમેજ સર્ચ ફીચર – WhatsApp Image Search Featur
વોટ્સએપ સર્ચ ઓન વેબ (Search On Web) ફીચર વડે ફોટો અસલી છે કે નકલી સરળતાથી જાણી શકાશે. વોટ્સએપ યુઝર આ ફીચરની મદદથી Google Lens નો ઉપયોગ કરી કોણ પણ ફોટો કે ઇમેજની રિવર્સ ઇમેજ ઈન્ટરનેટ પર સર્ચ કરી શકે છે. આ માટે યુઝરે ઇમેજ પર ક્લિક કરી પડશે અને ત્યારબાદ જમણી બાજુ આપેલા 3 ડોટ્સ પર ટેપ કરવાનું રહેશે. તેનાથી યુઝરને બ્રાઉઝર ખોલવાની કે ગૂગલ લેન્સ એપ કરવાની જરૂર પડશે નહીં.

જો તમારે કોઇ ઇમેજ કે ફોટાની જાણકારી જોઇયે છે, તો આ ફીચર્સ તમને મદદરૂપ થશે. એટલું જ નહીં તમને ફોટાના ઓરિજનલ સોર્સ વિશે જાણવામાં પણ મદદ કરશે, જેનાથી તમને ખબર પડશે કે આ ફોટાનો ક્યા ક્યા ઉપયોગ થયો છે. એવામાં જો કોઇ વ્યક્તિએ જાણી જોઇને ફોટો એડિટ કર્યો છે તો તે પણ સરળતાથી ઓળખી શકાશે. નવી ફીચરથી વોટ્સએપ યુઝરને વધારે કન્ટ્રોલ મળશે, જેનાથી તે ખોટી જાણકારીથી પોતાને બચાવી શકે છે.
નવું વોટ્સએપ ફીચર્સ ક્યારે લોન્ચ થશે?
હાલ વોટ્સએપનું આ નવું ફીચર વીટા વર્ઝનમાં પસંદગીના યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ ફીચરના તમામ યુઝર્સ માટે રોલ આઉટ થવામાં થોડક સમય લાગી શકે છે. તાજેતરમાં વોટ્સએપ પર બે નવા ફીચર્સ પણ લોન્ચ થયા હતા. પ્રથમ ફીચર્સ યુઝરને વોટ્સએપમાં જ કોન્ટ્રેક્ટ સેવ કરવાની સુવિધા આપે છે. તો બીજા ફીચરમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ જેમ સ્ટેટસમાં લોકોને મેંશન કરવાની સુવિધા મળે છે.