scorecardresearch
Premium

Whatsapp Update : વોટ્સએપ યુઝર્સ ઇન્સ્ટન્ટ વીડિયો મેસેજ ઓપ્શનને ડિસેબલ કરી શકશે, આ સ્ટેપ્સ અનુસરો

WhatsApp Features Update: વોટ્સએપ એ તાજેતરમાં એક નવું ફિચર રજૂ કર્યું છે, જેની મદદથી યુઝર્સ હવે ઇન્સ્ટન્ટ વિડિયો મેસેજ& ઓપ્શન્સને ડિસેબલ કરી શકે છે

Whatsapp Update | WhatsApp Features Update | WhatsApp latest Features | whatsapp video Featuers | Whatsapp Users | Whatsapp Instant Video Messag Disable Option Features
Whatsapp Update : Whatsapp દ્વારા આ નવું ફિચર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

Whatsapp Users Instant Video Messag Disable Option Features : વોટ્સએપ એ તાજેતરમાં એક નવું ફિચર રજૂ કર્યું છે, જેની મદદથી યુઝર્સ હવે ‘ઇન્સ્ટન્ટ વીડિયો મેસેજ’ વિકલ્પને ડિસેબલ કરી શકે છે. આ ઓપ્શન વિડિયો મેસજ મોકલવા અને રિસિવ કરવાની મંજૂરી આપે છે. આ નવું ફિચર તાજેતરમાં જ WhatsApp દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઓડિયો મેસેજ ઓપ્શન જેવું છે. જેમ તમે કોઈને વૉઇસ રેકોર્ડિંગ મોકલો છો, તેવી જ રીતે હવે તમે WhatsApp પર 60 સેકન્ડનો વીડિયો મેસેજ પણ મોકલી શકો છો.

યુઝર્સ કરી રહ્યા છે ફરિયાદ

જો કે, જ્યારથી આ ફિચર લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારથી તેનો કોઈ ક્રેઝ જોવા મળ્યો નથી. કેટલાક વપરાશકર્તાઓ માટે તે હેરાન કરનારું લાગે છે કારણ કે તે જ બટનનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ ઓડિયો મેસેજ મોકલવા માટે થાય છે. ઘણા યુઝર્સ ફરિયાદ કરી છે કે તમારે વૉઇસ સંદેશા મોકલતી વખતે હંમેશા સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તમે ભૂલથી વિડિઓ મેસેજ મોકલી દેશો. નોંધનિય છે કે, વોઈસ મેસેજ અને વીડિયો મેસેજ માટેનું બટન એક જ છે.

WABetaInfoના એક અહેવાલ મુજબ, લેટેસ્ટ WhatsApp બીટામાં એક ટૉગલ શામેલ છે જે યુઝર્સને ઝડપથી ‘ઇન્સ્ટન્ટ વિડિયો મેસેજ’ને ડિસેબર કરવાની મંજૂરી આપે છે. ટૉગલ બંધ થયા પછી, સ્ક્રીનની નીચે જમણી બાજુએ આવેલ માઇક્રોફોન આઇકોન તેની ડિફોલ્ટ સિસ્ટમ પર પરત આવી જાય છે, જે યુઝર્સને ઝડપથી વૉઇસ નોચ્લ શેર કરવાની મંજૂરી આપે છે.

આ પણ વાંચો | એરફોર્સ-1ને વિશ્વનું સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ કેમ કહેવાય છે? અમેરિકાના પ્રમુખ જો બિડેનના પ્લેનની ખાસિયત, જાણો વિગતવાર

આવી રીતે શેટિંગ કરો

‘ઇન્સ્ટન્ટ વિડિયો મેસેજ’ને ડિસેબર કરવા માટે, સ્માર્ટફોનમાં WhatsApp ઓપન કરો અને સ્ક્રીનની ઉપર જમણી બાજુએ દેખાતા થ્રી-ડોટ મેનૂ પર ટેપ કરો. હવે, એપ્લિકેશન ‘સેટિંગ્સ’માં જાઓ અને ‘ચેટ્સ’ સેક્શનમાં જાઓ. અહીં તમને ‘ઇન્સ્ટન્ટ વિડિયો મેસેજ’ નામનું ટૉગલ દેખાશે. તેને બંધ કરવાથી ઈન્સ્ટન્ટ મેસેજનો વિકલ્પ બંધ થઈ જશે. ઇન્સ્ટન્ટ વિડિયો મેસેજિંગ હાલમાં iOS 23.18.1.70 માટે WhatsApp અને Android 2.23.18.21 માટે WhatsApp સુધી મર્યાદિત છે. જોકે, આવનારા સમયમાં દરેક વોટ્સએપ યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે.

Web Title: Whatsapp features update whatsapp users instant video message disable option follow these steps as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×