WhatsApp Double Tap Reaction Feature Update 2024: વોટ્સએપ યુઝર્સ માટે એક નવું ફીચર આવ્યું છે. વોટ્સએપના આ નવા ફીચરથી યૂઝર્સ હવે સરળતાથી મેસેજ પર રિએક્ટ કરી શકશે. નવું વોટ્સએપ ફીચર મેટાની માલિકીના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવું જ છે. નવું ફીચર હવે મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે. યુઝર્સ હવે મેસેજ પર ડબલ ટેપ કરીને જ હાર્ટ ઇમોજીથી જવાબ આપી શકશે.
તમને જણાવી દઈએ કે લેટેસ્ટ વોટ્સએપ ફીચર સાથે યૂઝર્સને હવે કોઈ મેસેજ પર રિએક્ટ કરવા માટે લોન્ગ પ્રેસ કરવાની જરૂર નહીં રહે. જો તમે કોઈ મેસેજ પર ડબલ ટેપ કરશો તો હાર્ટ ઈમોજીથી રિએક્શન જશે. પરંતુ થમ્સ અપ અથવા અન્ય કોઈ ઇમોજી માટે, તમારે જૂની રીત અજમાવવી પડશે.
વોટ્સએપનું નવું ફીચર એન્ડ્રોઇડ બીટા એપ પર ઉપલબ્ધ
WABetaInfoના રિપોર્ટ અનુસાર, નવું ડબલ ટેપ ફીચર વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.16.7 પર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં આ ફીચર્સ સ્ટેબલ એપ પર ઉપલબ્ધ થશે. જો કે, હાલમાં નવા ફીચરને નિષ્ક્રિય કરવાનો કોઈ વિકલ્પ નથી અને જૂની ચેટ હિસ્ટ્રીમાં મેસેજ વાંચતી વખતે યુઝર ભૂલથી ડબલ ટેપ કરી શકે છે.
હાલમાં, સામાન્ય વોટ્સએપ યુઝર્સ માટે ડબલ ટેપ ટુ રિએક્ટ ફીચર્સ રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે તે વિશે કોઈ માહિતી નથી. આ ફીચરને તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ થવામાં થોડો સમય લાગી શકે છે.
આ પણ વાંચો | શાઓમી 14 સીવી સ્માર્ટફોન 512GB સ્ટોરેજ અને 32MP ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
છેલ્લા કેટલાક સપ્તાહમાં વોટ્સએપના ઘણા નવા ટેકનોલોજી ફીચર્સ વિશે માહિતી સામે આવી છે. આમાં સ્ટેટસ અપડેટ્સ, રિશેરિંગ અને નજીકના શેર જેવા ફંક્શન્સ માટે અલગ બટનનો સમાવેશ થાય છે. આ ફીચરના માધ્યમથી યૂઝર્સ ઇન્ટરનેટ કનેક્શન વગર પોતાની આસપાસ હાજર રહેલા યૂઝર્સ સાથે ફાઇલ્સ શેર કરી શકશે.