Whatsapp Safety Overview Features : વોટ્સએપે પોતાના યૂઝર્સ માટે એક નવું સિક્યોરિટી ફીચર સેફ્ટી Overview લોન્ચ કર્યું છે. આ ફીચર સાથે કંપની યુઝર્સને વધુ કંટ્રોલ આપવા માગે છે. જ્યારે વપરાશકર્તાઓને અજાણ્યા ગ્રૂપ ચેટમાં ઉમેરવામાં આવે છે, ખાસ કરીને એવા લોકો દ્વારા કે જેઓ તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં શામેલ નથી. આ ઉપરાંત પોતાના યૂઝર્સની સુરક્ષાને પ્રાથમિકતા આપતા કંપનીએ પોતાના પ્લેટફોર્મ પરથી લાખો વોટ્સઅપ એકાઉન્ટ ડિલીટ કરી દીધા છે.
6.8 મિલિયન વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ
ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપની માલિકી ધરાવતી કંપની મેટાનું કહેવું છે કે, વોટ્સએપે આ વર્ષના પહેલા છમાસિક ગાળામાં દુનિયાભરના લોકોને નિશાન બનાવનારા સ્કેમર્સ સાથે જોડાયેલા 68 લાખ એકાઉન્ટ ડિલિટ કર્યા છે. મેટાની માલિકીનું આ મેસેજિંગ પ્લેટફોર્મ હવે કૌભાંડો અને ફિશિંગના પ્રયાસોને કેવી રીતે ટાળી શકાય તેના માર્ગદર્શન સાથે ગ્રૂપ ચેટ વિશે આવશ્યક વિગતો બતાવશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ગુનાહિત ફ્રોડ સેન્ટર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને નિષ્ફળ બનાવવા માટે પણ કામ કરીએ છીએ, જે ઘણીવાર બળજબરીથી મજૂરી દ્વારા સંચાલિત થાય છે અને મુખ્યત્વે દક્ષિણપૂર્વ એશિયામાં સંગઠિત ગુના દ્વારા સંચાલિત થાય છે.” લોકોને કૌભાંડોથી બચાવવા માટે ચાલી રહેલી સક્રિય કામગીરીના ભાગરૂપે આ વર્ષના પ્રથમ છ મહિનામાં વોટ્સએપ અને મેટાની સુરક્ષા ટીમોએ કૌભાંડ કેન્દ્રો સાથે સંકળાયેલા 68 લાખથી વધુ એકાઉન્ટ શોધી કાઢ્યા હતા અને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. તાજેતરના અમારા સુરક્ષાના પ્રયાસોમાં અમારા ઇન્વેસ્ટિગેશન ઇનસાઇટ્સના આધારે, અમે ફ્રોડ સેન્ટર કામ કરવા માટે સક્ષમ બને તે પહેલાં સક્રિય એકાઉન્ટ્સ શોધી કાઢ્યા હતા અને ડિલિટ કર્યા હતા.
વોટ્સએપની પ્રાથમિકતા યુઝર્સ ગોપનીયતા
ઓનલાઇન ફ્રોડની સંખ્યા વધવાની સાથે, વોટ્સએપના આ નવા ઇન-એપ્લિકેશન સુરક્ષા ફીચર્સ છેતરપિંડીની પ્રવૃત્તિને ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. તાજેતરમાં આ કૌભાંડ સાથે જોડાયેલા લાખો એકાઉન્ટ્સ ડિલિટ કરવાથી ખરબ પડે છે કે, આ સમસ્યા કેટલી મોટી છે.
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અને યુઝર પ્રાઇવસી વોટ્સએપના મુખ્ય કેન્દ્ર બિંદુ પર છે, ત્યારે પ્લેટફોર્મ એ વાત પર ભાર મૂકે છે કે વિશ્વભરમાં તેના યુઝર્સન દુરુપયોગ અને કૌભાંડથી બચાવવા માટે વધારાના સલામતી સંશાધનો જરૂરી છે.
વોટ્સએપના જણાવ્યા અનુસાર, જ્યારે તમને એવા ગ્રૂપમાં ઉમેરવામાં આવે છે, જેમાં કોઈ મ્યુચ્યુઅલ કોન્ટેક્ટ નથી, ત્યારે એપ્લિકેશન વધારાની માહિતી – જેમ કે ગ્રુપ ક્રિએટરની ઓળખ અથવા એડમિન – અને ગ્રુપમાં પહેલેથી જ સભ્યોની કુલ સંખ્યા વિશેની માહિતી આપશે.
વન ટુ વન ચેટ માટે નવું ફીચર
મેટા માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ વન ટુ વન ચેટ માટે એક નવા ફીચરનું પરીક્ષણ કરી રહી છે જે વપરાશકર્તાઓને તેમના કોન્ટેક્ટ લિસ્ટની બહારની વ્યક્તિ સાથે ચેટ શરૂ કરે ત્યારે ચેતવણી આપે છે. આ ટૂલ અજાણ્યા યુઝર્સ વિશે વધારાની માહિતી રજૂ કરશે, જે લોકોને વાતચીતમાં જોડાવું કે નહીં તે વિશે વધુ આત્મવિશ્વાસપૂર્ણ નિર્ણય લેવાની મંજૂરી આપશે.