GST Guide: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2015ના રોજ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી અનેક મોટી જાહેરાતો કરી હતી. પરંતુ જીએસટી સુધારણા અંગેની તેમની ઘોષણાએ મોટાભાગના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. વડાપ્રધાને દેશભરમાં લોકોને દિવાળીની ભેટ આપવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, અમે કરબોજ ઘટાડી રહ્યા છીએ. તેઓ જીએસટી સિસ્ટમમાં સુધારો કરવાની વાત કરી રહ્યા છે.
પીએમ મોદીએ લોકોની સામાન્ય જરૂરિયાતોની વસ્તુઓ પર ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી અને કહ્યું કે આનાથી અર્થવ્યવસ્થાને વેગ મળશે. પરંતુ પહેલો સવાલ એ છે કે જીએસટી એટલે શું? તેનો અમલ ક્યારે કરવામાં આવ્યો, તેમાં કેટલા પ્રકારના કરવેરા સામેલ છે? ચાલો જીએસટીની આખી વાર્તા સરળ ભાષામાં સમજીયે
GST એટલે શું? ક્યારે લાગુ કરવાા
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એટલે જીએસટી એક અપ્રત્યક્ષ કર છે. આ ટેક્સ 1 જુલાઈ, 2017ના રોજ સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવ્યો હતો. વસ્તુ અને સેવા કર (જીએસટી)ને 122માં સુધારા વિધેયક દ્વારા ભારતના બંધારણમાં રજૂ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે દુનિયાના 150થી વધુ દેશોમાં આ પ્રકારની ટેક્સ સિસ્ટમ લાગુ પડે છે.
GST ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો?
આ પહેલા ભારતના દરેક રાજ્ય અને કેન્દ્ર સરકારના પોતાના ટેક્સ હતા. જેમાં વેટ, સર્વિસ ટેક્સ, એક્સાઇઝ ડ્યૂટી, મનોરંજન કર વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ તત્કાલિન નાણામંત્રી અરૂણ જેટલીના નેતૃત્વમાં દેશમાં કર વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો. જેમા તમા ટેક્સ નાબૂદ કરી જુલાઇ 2017માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેસ્ટ એટલે કે જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો.
જીએસટી શા માટે લાગુ કરવામાં આવ્યો?
જીએસટીને લાગુ કરવાના ઘણા ઉદ્દેશ્યો હતા, જેમાં સૌથી મહત્વપૂર્ણ ભારતની જટિલ કર પ્રણાલીને સરળ બનાવવાનો હતો.
જીએસટી લાગુ કરવાના મુખ્ય ઉદ્દેશો શું છે?
- કર વ્યવસ્થાને સરળ બનાવવું, જેથી ટેક્સનું ડુપ્લિકેશન દૂર કરી શકાય.
- દરેક રાજ્યમાં કરવેરાનો તફાવત દૂર કરવા માટે.
- વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવું.
- કર ચોરીને રોકવા અને પારદર્શિતા લાવવા માટે.
જીએસટી કેવી રીતે કામ કરે છે?
- કોઈ પણ માલ કે સેવા પર એક જ ટેક્સ લાગે છે.
- આ કર ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવે છે, અને વેપારીઓ તે સરકારમાં જમા કરાવે છે.
- જ્યારે વેપારીઓ ટેક્સ જમા કરાવે છે, ત્યારે તેઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)નો પણ લાભ લઇ શકે છે.
જીએસટી 2025: હાલના સ્લેબ શું છે?
ભારતમાં જીએસટીન 4 સ્લેબ છે:
0% ટેક્સ સ્લેબ – અનાજ, શાકભાજી, દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓ
5% ટેક્સ સ્લેબ – પેક્ડ ફૂડ, જોબ વર્ક, ઘરવખરીનો સામાન
12% ટેક્સ સ્લેબ – પ્રોસેસ્ડ ફૂડ, મોબાઇલ ફોન વગેરે
18% ટેક્સ સ્લેબ – હોટેલ સર્વિસિસ, બિઝનેસ સર્વિસીસ, ઇલેક્ટ્રોનિક્સ
28% ટેક્સ સ્લેબ – લક્ઝરી સામાન, કાર બાઇક, પાન મસાલા, તમાકુ વગેરે.
જીએસટીના ફાયદા
- દેશભરમાં એક સમાન કર વ્યવસ્થા
- ટેક્સ પ્રક્રિયા સરળ અને ડિજિટલ છે
- કાળા નાણાં અને કરચોરી પર રોક લગાવો
- ઉદ્યોગપતિઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટના લાભો
GSTના પડકારો અને ગેરફાયદા
- નાના વેપારીઓને જટિલ નિયમોથી મુશ્કેલી પડે છે
- વારંવાર ઓનલાઇન રિટર્ન ભરવાનું
- અમુક સેવાઓ અને ચીજવસ્તુઓ મોંઘી થઈ ગઈ
- જીએસટી કાઉન્સિલમાં વારંવાર ટેક્સ રેટમાં ફેરફાર અંગે મૂંઝવણ
આ પણ વાંચો | દિવાળી પહેલા કાર, બાઇક સસ્તી થશે! સરકાર લેશે આ મહત્વપૂર્ણ નિર્ણય
જીએસટી FAQs
પ્રશ્ન: GST નંબર એટલે શું?
GSTIN (જીએસટી આઇડેન્ટિફિકેશન નંબર) 15 આંકડાનો યુનિક નંબર છે, જે દરેક રજિસ્ટર્ડ ટ્રેડર માટે ઉપલબ્ધ છે.
પ્રશ્ન: શું દરેક વ્યક્તિએ જીએસટી માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે?
જો વાર્ષિક ટર્નઓવર ₹40 લાખથી વધુ (સર્વિસ એરિયામાં ₹20 લાખ) કરતાં વધુ હોય તો રજિસ્ટ્રેશન ફરજિયાત છે.
સવાલ: જીએસટી લાગુ થવાથી સામાન્ય માણસને શું ફરક પડ્યો?
જવાબ : રોજિંદી જરૂરી ચીજો સસ્તી થઈ ગઈ, પણ લક્ઝરી અને સર્વિસ મોંઘી થઈ ગઈ.