scorecardresearch
Premium

Cyber Frauds: આધાર સ્કેમ અને ડિજિટલ એરેસ્ટ થી બચવા આ 3 ભૂલ કરવાનું ટાળો

How Can Protect Yourself From Digital Arrest And Aadhar Scam: ઓનલાઈન ફ્રોડની ઘટના વધી રહી છે. સાયબર અપરાધીઓ ડિજિટલ એરેસ્ટ અને આધાર સ્કેમ વડે લોકોને છેતરી રહ્યા છે. અહીં 3 સરળ ટીપ્સ જણાવી રહ્યા છે જેનાથી વડે સાયબર ફ્રોડથી બચી શકાય છે.

cyber frauds | online frauds | Bank frauds
Cyber Frauds: સાયબર ફ્રોડ પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

How To Save Yourself From Digital Arrest And Aadhar Scam: સ્માર્ટફોન વડે ઓનલાઇન પેમેન્ટ કરનારા સાયબર ફ્રોડનો શિકાર સરળતાથી બની જાય છે. ભારતમાં ઓનલાઈન ફ્રોડ કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. ખાસ કરીને દિવાળી જેવા તહેવાર દરમિયાન ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ વધી જાય છે. અમુક ભૂલોના કારણે ઓનલાઇન ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના ભોગ બની શકાય છે. આથી ભૂલમાં પણ આવી ભૂલો કરવાથી ટાળવું જોઇએ

એક મહિનામાં 11 લાખ ઓનલાઇન ફ્રોડ કેસ

મની કન્ટ્રોલના એક મીડિયા રિપોર્ટ મુજબ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના મતે છેલ્લા એક મહિનામાં સાયબર ફ્રોડના 11 લાખ થી વધુ કેસ સામે આવ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, મોટી ઉંમરના લોકો પણ ઓનલાઇન ફ્રોડના શિકાર બની રહ્યા છે. જો કે વૃદ્ધ લોકો સાથે છેતરપીંડિ કરવા માટે સાયબર અપરાધીઓ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવે છે.

Digital Arrest : ડિજિટલ એરેસ્ટ

પાછલા દિવસોમાં ડિજિટલ એરેસ્ટના ઘણા કેસ સામે આવ્યા છે. તેમા છેતરપીંડિ કરનાર વ્યક્તિ પોતાને પોલીસ, ઈડી કે કસ્ટમ અધિકારી હોવાનું જણાવે છે. તે વ્યક્તિને ફોન કરી કહે છે કે, તેમની આઈડીનો ઉપયોગ અપરાધિક ગતિવિધિ માટે થયો છે. વ્યક્તિને આ બદલ તેની સામે કાર્યવાહી કરવાની ધમકી આપે છે. દબાણમાં આવી વ્યક્તિ તેના જાળમાં ફસાઇ જાય છે. તે બચવા માટે પૈસા આપવાની ઓફર કરે છે. ત્યારબાદ ફોન કરનાર ભેજાબાજ અપરાધી તે વ્યક્તિ પાસેથી ધીમે ધીમે મોટી રકમ વસૂલે છે

Aadhar Scam : આધાર સ્કેમ

આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS) સ્કેમની ઘણી ઘટનાઓ બની રહી છે. તેમાં ફ્રોડ કરનાર વ્યક્તિ ગ્રાહકના આધાર બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરે છે. અપરાધી જે તે વ્યક્તિની જાણ બહાર બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી લે છે. ભોગ બનનાર વ્યક્તિ જ્યારે તેનું બેંક બેલેન્સ ચેક કરે છે ત્યારે તેને છેતરપીંડિ થયાની જાણ થાય છે. પોતાની સાથે છેતરપીંડિ થઇ હોવાની જાણ થાય ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હોય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, AePS વપરાતી વખતે બહુ સાવધાની રાખવી જોઇએ.

આધાર બાયોમેટ્રિક લોક કરો

આધાર બાયોમેટ્રિક લોક કરી તમારી જાતને ઓનલાઈન ફ્રોડનો ભોગ બનવાથી બચાવી શકાય છે. તેનાથી તેમારી મંજૂરી વગર Aeps ટ્રાન્ઝેક્શન થશે નહીં. આધાર બાયોમેટ્રિક લોક કરવા માટે તમારે UIDAI વેબસાઇટ પર My AAdhar Sactionમાં જઇ તમારા આધાર બાયોમેટ્રિક લોક અને અનલોક કરવાની પ્રક્રિયા કરવી પડશે. આમ કરવાથી કોઇ પણ વ્યક્તિ તમારી જાણ બહાર આધાર બાયોમટ્રિકનો દુરોપયોગ કરી શકશે નહીં.

મોબાઇલ એપ અને સોફ્ટવેર ડાઉનલોડ કરવામાં સાવધાની રાખો

કોઇ અજાણી મોબાઇલ એપ અને સોફ્ટવેર ડાઉનલોડ કરવી જોખમી બની શકે છે. ફ્રોડ કરનાર ઘણી વખત પોતાને ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટના કર્મચારી જણાવી ફોન કરે છે. ત્યારબાદ તેઓ કોઇ એપ ડાઉનલોડ કરવા કહે છે. તે એપ ડાઉનલોડ કરવાની સાથે જ તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે. એક વાતનું ધ્યાન રાખો કે માત્ર ઓનલાઇન પેમેન્ટ વખતે જ QR કોડ સ્કેન કરવાનું હોય છે. જો તે ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છો તો તમારે QR કોડ સ્કેન કરવાની જરૂર પડતી નથી.

અજાણી વ્યક્તિની ધમકીથી ડરવું નહીં

જો કોઇ વ્યક્તિ તમને પોતાની જાતને પોલીસ, સીબીઆઈ, કસ્ટમ અધિકારી કે કુરિયર કંપનીનો કર્મચારી જણાવી ફોન કરે તો સાવધાની થઇ જજો. તમારા આધાર નો ઉપયોગ ડ્રગ્સ મોકલવા માટે થયો હોવાનું જણાવી કેસ કરવાની અને ધરપકડ થવાની ધમકી આપશે. ત્યારબાદ આ મુશ્કેલી માંથી નીકળવા માટે તમારી પાસે પૈસાની માંગણી કરશે. ગભરાઇને કોઇ વ્યક્તિ પૈસા આપવા તૈયાર થઇ જાય છે. જો કે તમારે ગભરાવવાની કે ડરવાની કોઇ જરૂર નહીં. તમે ડર્યા વગર તેન વળતો જવાબ આપશો તો તમને ફોન કરવાનું અને ધમકી આપવાનું બંધ કરી દેશે.

Web Title: What is digital arrest aadhar scam how can protect yourself from online cyber frauds as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×