scorecardresearch
Premium

Warren Buffett Tips: શેરબજારમાં કડાકો આવે ત્યારે રોકાણકારોએ શું કરવું ? માર્કેટ ગુરુ વોરેન બુફેટની મૂલ્યવાન 3 વાત ધ્યાનમાં રાખો

What To Do When Stock Market Crash Warren Buffett Tips: શેરબજારમાં કડાકાથી રોકાણકારોમા ગભરાટનો માહોલ છે. સ્ટોક માર્કેટ ક્રેશ થાય ત્યારે શું કરવુ તેના વિશે મોટાભાગના રોકાણકારો મૂંઝવણમાં હોય છે. આ પ્રશ્નનો શ્રેષ્ઠ જવાબ દિગ્ગજ માર્કેટ ગુરુ વોરેન બફેટે આપ્યો છે.

Warren Buffett Advice | Warren Buffett Tips | Share Market Crash | Stock market Tips
Warren Buffett Advice: વોરેન બુફેટ દિગ્ગજ માર્કેટ એક્સપર્ટ્સ અને રોકાણકાર છે.

Warren Buffett Advice During Stock Market Crash: શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો બોલાતા રોકાણકારો ચિંતિત છે. મોટાભાગના શેર તૂટ્યા છે, જેના લીધે માર્કેટમાં રોકાણકારોને લાખ કરોડોનું નુકસાન થયું છે. જ્યારે પણ શેરબજાર તૂટે છે ત્યારે રોકાણકારો આવેશમાં આવી શેર વેચી દેતા હોય છે, જે સારી વાત નથી. શેરબજારમાં મોટા કડાકા વખતે સ્ટોકના ભાવ ઘટી રહ્યા હોય શું કરવું અને શું ન કરવું તે વિશે બહુ ઓછા રોકાણકારો જાણે છે. જો તમે પણ મૂંઝવણ અનુભવો છો તમારે દિગ્ગજ માર્કેટ ગુરુ વોરેન બફેટની સલાહ યાદ રાખવી જોઇએ.

શેરબજારમાં કડાકો બોલાયો હોય, રોકાણકારો ગભરાયેલા હોય અને શેરના ભાવ ઝડપથી ઘટી રહ્યા હોય ત્યારે શું કરવું જોઈએ? આ પ્રશ્નનો શ્રેષ્ઠ જવાબ વિશ્વના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ દ્વારા આપવામાં આવ્યો છે. લગભગ 155 અબજ ડોલરની નેટવર્થ ધરાવતા વોરન બફેટે નાણાકીય ક્ષેત્રમાં ઘણી મોટી કટોકટીનો સામનો કર્યો છે અને હંમેશા લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી વિચારવાની સલાહ આપી છે.

આફતમાં અવસર શોધો

નવા ટેરિફને લઈને અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે દુનિયાભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. આ વેપાર યુદ્ધે રોકાણકારોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. પરંતુ વોરેન બફેટ કહે છે, “ખરાબ સમાચાર રોકાણકારનો શ્રેષ્ઠ મિત્ર છે.” આનો અર્થ એ થયો કે ખરાબ સમાચાર સ્માર્ટ રોકાણકારો માટે તકો લાવે છે. તેમનું માનવું છે કે જ્યારે શેરબજારમાં અસ્થિરતા હોય છે, ત્યારે સારા શેર સસ્તા ભાવે મળે છે અને અહીંથી રોકાણનો વાસ્તવિક લાભ શરૂ થાય છે.

ધીરજ રાખો, લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ રાખો

વોરેન બફેટની રોકાણ વ્યૂહરચના હંમેશા લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય પર આધારિત રહી છે. તે કહે છે, “Only buy something that you’d be perfectly happy to hold if the market shut down for 10 years.” એનો અર્થ એ કે એવું રોકાણ કરો કે બજાર 10 વર્ષ સુધી બંધ રહે તો પણ તમે તેને આરામથી હોલ્ડ કરી શકો. તેમની સલાહ છે કે બજારમાં ટૂંકા ગાળાના વધઘટને અવગણો અને એવી કંપનીઓમાં રોકાણ કરો જે મજબૂત ફન્ટામેન્ટલ ધરાવે છે.

અફવા પર ધ્યાન ન આપવું

માર્કેટ ગુરુ વોરેન બફેટ માને છે કે રોકાણકારોના બજારના સમાચાર, અટકળો, અફવાઓ અને ગભરાટથી દૂર રહેવું જોઈએ. રોકાણકારોએ લાંબા ગાળાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ અને આવેશમાં આવી ખોટા નિર્ણયો લેવા જોઈએ નહીં.

Web Title: Warren buffett advice during stock market crash as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×