scorecardresearch
Premium

Vivo Y78 Plus T1: વીવો વાય 78+ સ્માર્ટફોન લોન્ચ, 5000 mAH બેટરી અને 256 જીબી સ્ટોરેજવાળા શાનદાર ફોનના ફિચર્સ અને કિંમત

Vivo Y78+ (T1) Edition lanuch: વીવો કંપનીએ લેટેસ્ટ vivo y78+ (t1) એડિશન સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. યુઝર્સને આ vivo y78+ (t1)માં 44W ફાસ્ટ ચાર્જિંગની સાથે 5000 mAH બેટરી સાથે પાવરપેક ફિચર્સ મળશે.

Vivo Y78+ (T1) Edition smartphone | Vivo Y78+ (T1) Edition price | Vivo Y78+ (T1) Edition features | Vivo Y78+ (T1) Edition specifications | Vivo Y78+ (T1) Edition battery | vivo latest phone 2023
Vivo Y78+ (T1): વીવોનો Y78+ (T1) એડિશન સ્માર્ટફોન.

Vivo Y78+ T1 Edition Smartphone Lanuch : વીવો કંપની પોતાનો નવો સ્માર્ટફોન Y78+ ભારતમાં લૉન્ચ કરવા જઇ રહી છે. નવો Vivo ફોન કર્વ્ડ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 695 પ્રોસેસર સાથે આવે છે. હવે કંપનીએ વીવો Y78+ સ્માર્ટફોનનું નવું T1 એડિશન લોન્ચ કર્યું છે. જો કે, નવી એડિશન ઓરિજનલ Vivo Y78+ જેવી જ ખાસીયતો આપવામાં આવી છે. નવા Vivo Y78+ (T1) વર્ઝનમાં 120Hz OLED વક્ર ડિસ્પ્લે, 50MP પ્રાયમરી રિયર કૅમેરો અને 8MP ફ્રન્ટ કૅમેરો છે.

વીવો Y78+ (T1)ના સ્પેશિફિકેશન (Vivo Y78+ (T1) Edition specifications)

Vivo Y78+ (T1) માં પણ, કંપનીએ Vivo Y78+ ની ડિઝાઇન આપી છે. નવા ફોનમાં પોર્સેલિન ટેક્સચર ટેક્નોલોજી આપવામાં આવી છે. Vivoના આ ફોનમાં 6.78 ઇંચની OLeD સ્ક્રીન આવે છે જે FullHD+ (1080 x 2400 પિક્સલ) રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 Hz છે.

વીવોના આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 695 ચિપસેટ આપવામાં આવી છે. નવા ફોનમાં 8GB રેમ સાથે 128GB અને 256GB ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. Vivo Y78+ (T1) એક વિશાળ 5000mAh બેટરી પેક કરે છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

વીવો Y78+ (T1)ના ફિચર્સ (Vivo Y78+ (T1) Edition Features)

ફોટોગ્રાફી માટે Vivoના લેટેસ્ટ ફોનમાં પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. હેન્ડસેટમાં OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી રિયર કેમેરા અને 2 મેગાપિક્સલ પોટ્રેટ લેન્સ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

Vivo Y78+ (T1) સ્માર્ટફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13 OS બેઝ્ડ OriginOS 3 સ્ક્રીન સાથે આવે છે. આ વીવો હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ, 5G, વાઇફાઇ 802.11એસી, બ્લૂટૂથ 5.1, જીપીએસ, યુએસબી ટાઇ-સી ચાર્જિંગ પોર્ટ અને 3.5 એમએમ ઓડિયો જૈક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો | Xiaomiના MIX Fold 3 અને Redmi K60 સ્માર્ટફોન લોન્ચ, લેટેસ્ટ મોબાઇલના શાનદાર ફીચર્સ અને કિંમત વિશે જાણો વિગતવાર

Vivo Y78+ (T1) એડિશનની કિંમત (Vivo Y78+ (T1) Price)

Vivo Y78+ (T1) એડિશનને ચીનમાં રજૂ કરવામાં આવ્યું છે અને ભારતમાં લોન્ચ થવા જઇ રહ્યો છે. વીવોના આ લેસ્ટેટ સ્માર્ટફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1599 યુઆન (લગભગ 18,300 રૂપિયા) છે. તેમજ તેના 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,799 યુઆન (લગભગ 20,400 રૂપિયા) છે.

Web Title: Vivo y78 t1 edition launch today features specifications price know all details as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×