Vivo Y37, Vivo Y37m Launched: વીવો દ્વારા ચીનમાં તેની વાય-સીરીઝ હેઠળ બે નવા સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. વીવો વાય37 અને વીવો વાય37 એમ કંપનીના નવા સ્માર્ટફોન છે. વિવો વાય 37 અને વિવો વાય 37 એમ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી, 6.56 ઇંચની ડિસ્પ્લે અને 256GB સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ બે લેટેસ્ટ વીવો સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને તમામ ફીચર્સ…
Vivo Y37,Vivo Y37m સ્પેસિફિકેશન્સ (Vivo Y37,Vivo Y37m Specifications)
વિવો વાય 37 અને વિવો વાય 37એમમાં ઘણા સમાન સ્પેસિફિકેશન છે. આ બંને વીવો સ્માર્ટફોનમાં 6.56 ઇંચની મોટી ડિસ્પ્લે છે, જેનો આસ્પેક્ટ રેશિયો 20.15: 9 છે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 89.64 ટકા છે. ડિસ્પ્લે 1612×720 પિક્સલ રિઝોલ્યુશન સાથે આવે છે અને તેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે.
વીવોના આ બંને મોડલને ઓક્ટા-કોર ડિમેન્સિટી 6300 પ્રોસેસર અને માલી-જી57 જીપીયુ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. વીવો વાય37 અને વાય37એમ સ્માર્ટફોનમાં 4જીબી, 6જીબી અને 8જીબી રેમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસમાં 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. Y37માં 12 જીબી સુધી રેમ ઓપ્શન આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ વીવો ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે જે 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન ઓરિજિનઓએસ 14 બેઝ્ડ એન્ડ્રોઇડ 14 સાથે આવે છે. આ બંને ફોનમાં એપર્ચર એફ/ 2.2 સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો અને એપર્ચર એફ/ 2.2 સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
વીવો વાય 37 અને વીવો વાય 37 એમ સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 5જી અને 4જી નેટવર્ક સપોર્ટ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ નેનો સિમ સ્લોટ, 2.4જી/5જી વાઇ-ફાઇ અને બ્લૂટૂથ 5.4 જેવા ફીચર્સ મળે છે. આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, યુએસબી ટાઇપ-સી અને 3.5 એમએમ હેડફોન જેક છે.
વીવો વાય 37 કિંમત (Vivo Y37 Price)
લેટેસ્ટ વીવો સ્માર્ટફોનની કિંમતની વાત કરીયે તો વીવો વાય 37 સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 1199 યુઆન (લગભગ 13800 રૂપિયા) છે. તો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 1499 યુઆન (લગભગ 17400 રૂપિયા), 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 1799 યુઆન (લગભગ 20700 રૂપિયા) અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેચ વેરિયન્ટ 1999 યુઆર (લગભગ 23000 રૂપિયા)માં ખરીદી શકાય છે. જ્યારે હાઇ-એન્ડ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 2099 યુઆન (લગભગ 24100 રૂપિયા)માં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો | AI ફીચર્સ સાથે ઓપો રેનો 12 5જી સિરિઝના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 46 મિનિટમાં બેટરી ફુલ ચાર્જ થશે
વીવો વાય 37 એમ કિંમત (Vivo Y37m Price)
તો વીવો વાય 37 એમ સ્માર્ટફોન ના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 999 યુઆન (લગભગ 11500 રૂપિયા), 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1499 યુઆન (લગભગ 17400 રૂપિયા) અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1999 યુઆન (લગભગ 23000 રૂપિયા) છે.