Vivo Y300i launched: વીવોએ પોતાનો વાય-સીરીઝનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કર્યો છે. વીવો વાય 300i કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેને Y200iના અપગ્રેડ વેરિઅન્ટ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. નવા Vivo Y300i સ્માર્ટફોનમાં 50MP કેમેરા, 6500mAhની બેટરી અને 6.68 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ ચાલે છે, Origin OS 15 સાથે આવે છે. લેટેસ્ટ વીવો સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફિચર્સ સાથે જોડાયેલી દરેક માહિતી.
Vivo Y300i ફિચર્સ
Vivo Y300iમાં 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 6.68 ઇંચ (1608×720 પિક્સલ) એચડી+ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. ફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 4 Gen 2 4nm મોબાઇલ પ્લેટફોર્મ છે અને તેમાં Adreno 613 GPU છે.
આ સ્માર્ટફોન 8GB/12GB રેમ ઓપ્શન સાથે 256GB અને 512GB ઇન્ટરનલ સ્ટોરેજ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. ડિવાઇસમાં રેમ વર્ચ્યુઅલ રીતે 12 જીબી સુધી એક્સપેન્ડ કરી શકાય છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ સપોર્ટ હાજર છે. વીવો વાય 300આઈ એન્ડ્રોઇડ 15 બેસ્ડ ચાલે છે, Origin OS 15 સાથે આવે છે.
વીવો વાય 300આઇમાં એફ/1.8 અપર્ચર અને એલઇડી ફ્લેશ સાથે 50MPનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં એપર્ચર એફ/2.2 સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ હેન્ડસેટમાં આઈઆર સેન્સર પણ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 165.70×76.30×8.09 mm છે અને તેનું વજન લગભગ 205 ગ્રામ છે.
વીવો વાય 300 આઈને પાવર આપવા માટે 6500mAh મોટી બેટરી આપવામાં આવી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. USB ટાઇપ-સી ઓડિયો અને સ્ટીરિયો સ્પીકર્સ હેન્ડસેટમાં ઉપલબ્ધ છે. ડિવાઇસમાં કનેક્ટિવિટી ઓપ્શનમાં 5જી, ડ્યુઅલ 4જી VoLTE, વાઇ-ફાઇ 802.11એસી, બ્લૂટૂથ 5.1, જીપીએસ, યુએસબી ટાઇપ-સી અને એનએફસી સામેલ છે.
Vivo Y300i કિંમત
Vivo Y300i સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1499 યુઆન (લગભગ 18000 રૂપિયા) છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી મોડેલની કિંમત 1599 યુઆન (લગભગ 19,200 રૂપિયા) અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1799 યુઆન (લગભગ 21,600 રૂપિયા) છે.
ચીનમાં ફોનના પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે અને 14 માર્ચથી ચીનમાં સેલ શરૂ થશે.