scorecardresearch
Premium

Vivo Y300 Pro+ સ્માર્ટફોનની ધમાકેદાર એન્ટ્રી, 7300mAh બેટરી અને 32MP ફ્રન્ટ કેમેરા, જાણો કિંમત

Vivo Y300 Pro+ Launch: વીવો વાય300 પ્રો પ્લસ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7એસ જેન 3 4એનએમ મોબાઇલ પ્લેટફોર્મ આવે છે. આ લેટેસ્ટ વીવો સ્માર્ટફોન 4 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

Vivo Y300 Pro+ Launch | Vivo Y300 Pro+ Price | Latest Vivo Smartphone
Vivo Y300 Pro+ Launch: વીવો વાય300 પ્રો+ માં 8GB/12GB રેમ અને 128GB/256GB ઇન્ટરનલ સ્ટોરેજ આવે છે.

Vivo Y300 Pro+ Launch: વીવો વાય300 પ્રો પ્લસ સ્માર્ટફોન પરથી આખરે પડદો ઉંચકાયો છે. વીવોએ આપેલા વચન મુજબ ચીનમાં પોતાનો નવો સ્માર્ટફોન Vivo Y300 Pro+ લોન્ચ કર્યો છે. Vivo Y300 Pro+ માં 6.77 ઇંચની ફુલએચડી+ 120Hz AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 7300mAhની બેટરી, 32MPનો ફ્રન્ટ કેમેરા અને સ્નેપડ્રેગન 7s જેન 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. વીવો વાય300 પ્રો પ્લસ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત જાણો

Vivo Y300 Pro+ Specifications : વીવો વાય300 પ્રો પ્લસ સ્પેસિફિકેશન્સ

વીવો વાય300 પ્રો પ્લસ સ્માર્ટફોનમાં 6.77 ઇંચ (2392 x 1080 પિક્સલ) ફુલએચડી એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો એસ્પેક્ટ રેશિયો 20: 9 છે. ડિસ્પ્લે HDR10+ ને સપોર્ટ કરે છે અને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે. સ્ક્રીન 5000 નીટ્સ સુધીની પીક બ્રાઇટનેસ આપે છે.

લેટેસ્ટ વીવો સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7એસ જેન 3 4એનએમ મોબાઇલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ફોનમાં એડ્રેનો 720 જીપીયુ આવે છે. વીવો વાય300 પ્રો+ માં 8GB/12GB રેમ અને 128GB/256GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

વીવો વાય ૩૦૦ પ્રો પ્લસ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ OriginOS 15 સાથે આવે છે. હેન્ડસેટ ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ડિવાઇસમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ છે. આ ફોનની ડાયમેન્શન 163.4×76.4×7.89 એમએમ અને વજન 199 ગ્રામ છે.

વીવોના આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 7300mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6 802.11 X, બ્લૂટૂથ 5.2, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ અને એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

ફોટોગ્રાફી માટે, વીવો વાય 300 પ્રો+ માં 50-મેગાપિક્સલનું IMX882 પ્રાઇમરી અને 2-મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર છે, જેમાં અપર્ચર એફ / 1.79 છે. હેન્ડસેટમાં એપર્ચર એફ/ 2.0 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Vivo Y300 Pro+ Price : વીવો વાય300 પ્રો+ કિંમત

વીવો વાય300 પ્રો+ સ્માર્ટફોનને સ્ટાર સિલ્વર, માઇક્રો પિંક અને સિમ્પલ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. વીવો વાય300 પ્રો પ્લસ સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,799 યુઆન (લગભગ 21,170 રૂપિયા) છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,999 યુઆન (લગભગ 23,500 રૂપિયા) છે. તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 2199 યુઆન (લગભગ 25,800 રૂપિયા) અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 2499 યુઆન (લગભગ 29,400 રૂપિયા) માં લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોન ચીનમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનને ભારતમાં 11 એપ્રિલે iQOO Z10 તરીકે લોન્ચ કરવામાં આવશે.

Web Title: Vivo y300 pro plus launch price specifications features battery camera know all details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×