Vivo Y29 5G Launch In India: વીવો વાય 29 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. વીવોનો વાય સીરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ગ્લેશિયર બ્લૂ, ટાઇટેનિયમ ગોલ્ડ અને ડાયમંડ બ્લેક કલરમાં આવે છે. Vivo Y29 5G પહેલો સ્માર્ટફોન છે જે ભારતમાં 20000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં SGS અને મિલિટરી ગ્રેડ ડ્યુરેબિલિટી સાથે આવે છે. Vivo Y29 5G હેન્ડસેટમાં 5500mAhની બેટરી, 50MP કેમેરા અને 256GB સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો લેટેસ્ટ વીવો વાય 29 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર
Vivo Y29 5G Price : વીવો વાય 29 5જી કિંમત
વીવો વાય 29 5જી સ્માર્ટફોનની કિંમત 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 13999 રૂપિયા છે. તો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16499 રૂપિયા છે. ઉપરાંત વીવો વાય 29 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલ 18999 રૂપિયામાં ખરીદી શકાય છે.
વીવોના આ સ્માર્ટફોનનો લાભ એસબીઆઈ કાર્ડ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, યસ બેન્ક, બેંક ઓફ બરોડા અને અન્ય ઘણા પાર્ટનર બેંક કાર્ડ સાથે 1500 રૂપિયા સુધીના કેશબેક પર લઈ શકાય છે. આ ફોન વી શિલ્ડ ડિવાઇસ પ્રોટેક્શન સાથે આવે છે. આ ડિવાઇસ ગ્લેશિયર બ્લૂ, ટાઇટેનિયમ ગોલ્ડ અને ડાયમંડ બ્લેક સાથે લઇ જઇ શકાય છે.
Vivo Y29 5G Specifications : વીવો વાય 29 5જી સ્પેસિફિકેશન્સ
વીવો વાય 29 5જી સ્માર્ટફોન એક આકર્ષક અને શાનદાર ડિઝાઇન સાથે આવે છે. હેન્ડસેટ 8.1 મીમી જાડો છે અને તેનું વજન 198 ગ્રામ છે. ડિવાઇસને પાવર આપવા માટે 5500mAh બેટરી આવે છે જે 44W FlashCharge સપોર્ટ કરે છે. વીવોના આ સ્માર્ટફોનમાં 8 જીબી સુધી ઇનબિલ્ટ રેમ સાથે 8 જીબી સુધી વર્ચ્યુઅલ રેપ સપોર્ટ આપવામાં આવી છે. આ ડિવાઇસમાં 256 જીબી સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે.
વીવો વાય 29 5જી મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે ફોનમાં મલ્ટીટાસ્કિંગ, ગેમિંગ કે સ્ટ્રીમિંગ જેવા કામ સાથે મળીને સરળતાથી કરી શકાશે. આ ડિવાઇસ મિલિટ્રી ગ્રેડ રેઝિસ્ટન્ટ અને SGS સર્ટિફિકેશન સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ હેન્ડસેટ આઇપી 64 રેટિંગ સાથે ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે.
ફોટોગ્રાફી માટે વીવો વાય 29 5જી સ્માર્ટફોનમાં 50 MP પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. કેમેરા AI Night Modeને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. વીવોના હેન્ડસેટમાં એલસીડી ડિસ્પ્લે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. સ્ક્રીન 10 નીટ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. સ્ક્રીન બાઇટ સૂર્યપ્રકાશમાં ઉપયોગ કરવામાં ખૂબ જ સરળ છે.