scorecardresearch
Premium

Technology News | Vivo Y27 સસ્તો સ્માર્ટફોન હવે ભારતમાં મળશે, જાણો શું છે ખાસ

Vivo Y27 Mobile Phone Specs and Price: વીવો વાઈ27 સસ્તો સ્માર્ટફોન સ્પેશિફિકેશન અને કિંમત જાણો. આ ફોન 5000mAh બેટરી અને 128 જીબી સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે.

Vivo Y27 Mobile Price | Vivo Y-series | Latest Smartphone in India | Technology News in Gujarati
Vivo Y27 Price: વીવો વાઈ27 ફોન હવે ભારતમાં લોન્ચ કરાયો છે. જાણો કિંમત અને ફિચર્સ

Vivo Y27 Specs and Price: વીવોએ ભારતમાં પોતાની Y-Series નો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Vivo Y27 કંપનીનો નવો ફોન છે અને આ સ્માર્ટફોન ભારતમાં 15 હજાર કરતાં ઓછી કિંમતમાં આવ્યો છે. વીવો વાઈ27 ફોનમાં 128 જીબી સ્ટોરેજ, 6.64 ઇંચ એલસીડી ડિસ્પ્લે અને 5000mAh બેટરી જેવા બેસ્ટ ફિચર્સ આપવામાં આવ્યા છે. Vivo ના આ ફોનને વૈશ્વિક માર્કેટમાં અગાઉ લોન્ચ કરાયો હતો. જે ભારતમાં હવે લોન્ચ કરાયો છે. જાણો વીવો વાઈ27 ની કિંમત, ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ અંગે.

Vivo Y27 કિંમત

વીવો વાઈ27 સ્માર્ટફોન 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિંયન્ટ ભારતમાં 14,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન બરગંડી બ્લેક, સી બ્લૂ અને ગાર્ડન ગ્રીન કલર ઓપ્શનમાં આવે છે. વીવોના આ લેટેસ્ટ સ્માર્ટફોનને દેશભરના તમામ રિટેલ સ્ટોર, એમેઝોન, ફ્લિપકાર્ટ અને વીવો ઇન્ડિયા સ્ટોરમાંથી ખરીદી શકાય છે.

Vivo Y27 ફિચર્સ અને સ્પેશિફિકેશનન્સ

વીવો વાઈ27 સ્માર્ટફોનમાં લેટેસ્ટ ટેકનોલોજી છે. આ સ્માર્ટફોનમાં 6.64 ઇંચ IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન ફુલ એચડી પ્લ્સ રેઝોલુશન ઓફર કરે છે. ડિસ્પ્લે પર સેલ્ફી કેમેરા માટે ટ્રેડિશનલ વોટરડ્રોપ નોંચ આપવામાં આવી છે. વાઈ27 મોડલમાં મીડિયાટેક હીલિયો G85 પ્રોસેસર મળે છે. ગ્રાફિક્સ માટે ફોનમાં Mali-G52 MP2 CPU છે. આ ડિવાઇસમાં વર્ચ્યુઅલ રેમ સપોર્ટ અને માઇક્રોએસડી કાર્ડ સ્લોટ અપાયો છે. ડિવાઇસમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ પણ છે.

Vivo Y27 50MP કેમેરા

Vivo Y27 એન્ડ્રોઇડ 13 બેઇઝ્ડ Funtouch OS 13 સાથે આવે છે. આ હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે. ફોનમાં સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. વીવોનો આ ફોન એલઈડી ફ્લેશ સાથે ડ્યૂઅલ રિયર કેમેરા સેટ અપ ઓફર કરે છે. સ્માર્ટફોન માં એપર્ચર એફ/1.8 સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી રિયર કેમેરા અને એપર્ચર એફ/2.4 સાથે 2 મેગાપિક્સલ મેક્રો લેન્સ વાળો ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. કેમેરા ટાઇમ લેપ્સ, સ્લો મોશન, લાઈવ ફોટો મોડ ઓપ્શન પણ છે. વીવો નો આ ફોન એપર્ચર એફ/2.0 સાથે 8 મેગાપિક્સલ ફ્રંન્ટ કેમેા સાથે પણ ઉપલબ્ધ છે.

Vivo Y27 ફિચર્સ

વીવો ના આ સ્માર્ટફોન 164.06mm x 76.17mm x 8.07mm ડાઇમેન્શન અને વજન 190 ગ્રામ છે. આ ફોન IP54 રેટિંગ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે આ હેન્ડસેટમાં બ્લૂટૂથ 5.0, વાઈ-ફાઇ, યૂએસબી ટાઈપ-સી, એક્સીલેરોમીટર, એમ્બિયંન્ટ લાઈટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, ઈ-કંપાસ જેવા ફિચર્સ સાથે ઉપલબ્ધ છે. વીવોનો આ સ્માર્ટફોન ઓછી કિંમતમાં ઘણા સારા ફિચર્સ સાથે બજારમાં ઉપલબ્ધ છે.

Web Title: Vivo y27 launched in india know price specifications features

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×