scorecardresearch
Premium

વીવોએ 6000mAh મોટી બેટરી અને 12GB રેમ વાળા Vivo Y200+ થી ઉઠાવ્યો પડદો, જાણો કિંમત અને ફિચર્સ

Vivo Y200+ Launched: Vivo Y200+ કંપનીનો લેટેસ્ટ ફોન છે. નવા Vivo Y200+ ને પાવર આપવા માટે 6000mAhની વિશાળ બેટરી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન માત્ર 36 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થઈ જાય છે

Vivo Y200+ Launched, Vivo Y200+
Vivo Y200+ Launched: Vivo Y200+ કંપનીનો લેટેસ્ટ ફોન છે.

Vivo Y200+ Launched: વીવોએ પોતાની વાય-સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કર્યો છે. Vivo Y200+ કંપનીનો લેટેસ્ટ ફોન છે. નવી Vivo Y200+ માં 6.68 ઇંચની મોટી ડિસ્પ્લે, 50MP અલ્ટ્રા-ક્લિયર પ્રાઇમરી રિયર કેમેરા અને 12 જીબી સુધીની રેમ આપવામાં આવી છે. વિવોના લેટેસ્ટ ફોનમાં શું છે ખાસ? જાણો નવા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણકારી.

Vivo Y200+ ફીચર્સ

Vivo Y200+ માં 6.68 ઇંચની મોટી એલસીડી ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 720×1608 પિક્સલ છે. સ્ક્રીન 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 1000 નીટ્સ છે. કંપનીનું કહેવું છે કે સનલાઈટમાં પણ ફોનનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. સ્ક્રીન લો બ્લૂ લાઇટ માટે ટીયુવી રીનલેન્ડ સર્ટિફિકેશનને સપોર્ટ કરે છે.

હેન્ડસેટમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 4 જેન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ચિપસેટ સાથે ફોનમાં સ્મૂધ મલ્ટિટાસ્કિંગ, કેઝ્યુઅલ ગેમિંગ અને વિશ્વસનીય પરફોર્મન્સ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ડિવાઇસમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.

વીવો સ્માર્ટફોન ફન્ટચ ઓએસ સાથે આવે છે અને સ્માર્ટ ફીચર્સ સાથે યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ ઓફર કરે છે. આ ડિવાઇસમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. વીવો વાય 200+ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનું અલ્ટ્રા-ક્લિયર પ્રાઇમરી અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – 9520mAh મોટી બેટરી વાળા OnePlus Pad ટેબ્લેટની બજારમાં જોરદાર એન્ટ્રી, 512GB સ્ટોરેજ, જાણો કિંમત

નવા Vivo Y200+ ને પાવર આપવા માટે 6000mAhની વિશાળ બેટરી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન માત્ર 36 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.

મોટી બેટરી હોવા છતાં વીવો વાય 200+ માં સ્લિમ બોડી મળે છે. હેન્ડસેટની જાડાઈ 9.99 મીમી છે. હેન્ડસેટને ધૂળ અને પાણીના કણોથી નુકસાન થશે નહીં કારણ કે તેમાં આઈપી 64 સર્ટિફિકેશન છે. સાથે જ ‘રોક સોલિડ શોક એબ્સોર્પ્શન’થી સ્માર્ટફોનની ડ્યુરેબિલીટી વધી જાય છે. ફોનમાં 5G કનેક્ટિવિટી અને ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે.

Vivo Y200+ કિંમત

વિવો વાય 200+ સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1099 યુઆન (લગભગ 12,900 રૂપિયા)થી શરૂ થાય છે. આ ફોનને એપ્રિકોન્ટ સી, સ્કાય સિટી અને મિડનાઇટ બ્લેક કલરમાં લઇ શકાય છે. આ ફોન ચીનમાં JD.com પર ખરીદી માટે ઉપલબ્ધ છે.

Web Title: Vivo y200 plus launched price features and specifications ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×