Vivo Y19e Launched: Vivoએ પોતાની વાય-સીરીઝનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. Vivo Y19e કંપનીનો નવો ફોન છે, જેને 8000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. Vivo Y19eમાં 5500mAhની બેટરી, AI કેમેરા, મિલિટરી ગ્રેડ ડ્યૂરેબિલિટી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. નવો વિવો સ્માર્ટફોન IP64 રેટિંગ સાથે આવે છે અને તેમાં ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ છે. વીવોના નવા હેન્ડસેટમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફિચર્સ સંબંધિત દરેક વિગતો.
Vivo Y19 કિંમત
વીવો વાય 19ઇ સ્માર્ટફોનને ટાઇટેનિયમ સિલ્વર અને મેજેસ્ટિક ગ્રીન કલરમાં દેશમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Vivo Y19e સ્માર્ટફોનની કિંમત દેશમાં 7,999 રૂપિયા રાખવામાં આવી છે અને તે 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે. આ સ્માર્ટફોન આજથી એટલે કે 20 માર્ચથી ફ્લિપકાર્ટ, વીવો ઇન્ડિયાના ઇ-સ્ટોર અને તમામ પાર્ટનર રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે.
કંપનીના જણાવ્યા અનુસાર રસ ધરાવતા ગ્રાહકો ફોન સાથે ખાસ જિયો પ્રીપેડ પ્લાન પણ ખરીદી શકે છે. 449 રૂપિયાના જિયો પ્રીપેડ પ્લાનમાં 3 જીબી દૈનિક ડેટા હિસાબથી કુલ 84 જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ, 100 એસએમએસ પ્રતિદિવસ આપવામાં આવે છે. આ પ્લાનમાં જિયોટીવી, જિયો સિનેમા અને જિયોક્લાઉડનું સબ્સક્રિપ્શન ફ્રી છે. સ્ટાન્ડર્ડ પ્લાન ઉપરાંત Y19E ગ્રાહકોને 5000 રૂપિયા સુધીના એક્સક્લૂસિવ બેનિફિટ્સ પણ મળશે.
Vivo Y19 ફિચર્સ
Vivo Y19e સ્માર્ટફોનમાં 6.74 ઇંચની એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે જે 90 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ આપે છે. આ સ્માર્ટફોનનું વજન 199 ગ્રામ છે. ડિવાઇસ સોલિડ બિલ્ડ સાથે આવે છે અને લાઇટવેટ છે. હેન્ડસેટમાં સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. Vivo Y19e સ્માર્ટફોનને 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. રેમને વર્ચ્યુઅલ રીતે 4 જીબી સુધી વધારી શકાય છે. યુઝર્સ માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનના સ્ટોરેજને 2TB સુધી વધારી શકે છે. સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેસ્ડ ફનટચ ઓએસ 14 સાથે આવે છે.
આ વીવો સ્માર્ટફોનમાં એસજીએસ અને મિલિટરી-ગ્રેડ શોક રેઝિસ્ટન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસ આઇપી 64 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ પ્રદાન કરે છે. હેન્ડસેટમાં 5500mAhની મોટી બેટરી આપવામાં આવી છે.
કેમેરાની વાત કરીએ તો વીવો વાય 19ઈમાં એઆઈ સંચાલિત 13 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં એઆઈ ઇરેઝ અને એઆઈ એન્હાન્સ જેવા ટૂલ્સ સાથે આવે છે. આ ઉપરાંત આ ડિવાઇસમાં 10x બ્રાઇટનેસ સાથે હાઇ-ઇન્ટેન્સિટી ફ્લેશલાઇટ પણ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ જેવા સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.