scorecardresearch
Premium

Vivo X200 Series India Launch: ભારતમાં 200MP કેમેરા સાથે વીવો એક્સ 200 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Vivo X200 and X200 Pro India Launch: વીવો એક્સ 200 સીરિઝ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 9400 ચિપ અને 12 જીબી સુધી ઇન્ટરનલ સ્ટોરેજ જેવા ફીચર ઉપલબ્ધ છે. જાણો લેટેસ્ટ વીવો સ્માર્ટફોનની કિંમત અને સ્પેસિફિકેશન વિશે વિગતવાર

Vivo X200 Series Launch | Vivo X200 Smartphone Launch | Vivo X200 Pro | Vivo X200 Smartphone price | Vivo X200 Smartphone Features | latest Vivo Smartphone | vivo Smartphone | Vivo
Vivo X200 Series Launched in India 2024: વીવો એક્સ 200 સીરિઝ સ્માર્ટફોનમાં 16 GB સુધી રેમ અને 1 TB સુધી ઈન્ટરનલ સ્ટોરેજ આવે છે. (Photo: Social Media)

Vivo X200 Series Launch in India Today: વીવો એક્સ 200 સીરિઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. ચાલુ વર્ષે ઓક્ટોબરમાં Vivo X200 Series સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયા હતા. વીવો એક્સ 200 સીરિઝ સ્માર્ટફોનમાં Vivo X200 અને Vivo X200 Pro વેરિયન્ટ સામેલ છે. બંને વીવો સ્માર્ટફોનમાં MediaTek Dimensity 9400 ચિપ આપવામાં આવી છે. તો વીવો એક્સ200 પ્રો મોડલમાં 200 એમપી કેમેરા છે. આ વીવો સ્માર્ટફોનમાં 512 જીબી સુધીનું ઇન્ટરનલ સ્ટોરેજ પણ છે. આ વીવો સ્માર્ટફોન OPPO અને Samsung મોબાઇલને ટક્કર આપશે.

Vivo X200 Series Specifications : વીવો એક્સ 200 સીરિઝ સ્પેસિફિકેશન

વીવો એક્સ 200 સીરિઝ સ્માર્ટફોનના ચિપસેટની વાત કરીયે તો Vivo X200 અને Vivo X200 Pro મોડલમાં MediaTek Dimensity 9400 પ્રોસેસર આવે છે. બંને વીવો સ્માર્ટફોનમાં 16 GB સુધી રેમ અને 1 TB સુધી ઈન્ટરનલ સ્ટોરેજ આવે છે. આ બંને સમાર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

વીવો એક્સ 200માં 6.67 ઇંચની FHD+ ડિસ્પ્લે આવે છે. તેનું રિઝોલ્યુશન 2800*1260 પિક્સલ અને રિફ્રેશ રેટ 120Hz છે. તો Vivo X200 Pro સ્માર્ટફોનમાં 6.78 ઇંચનો 1.5K રિઝોલ્યુશન વાળી ડિસ્પ્લે આવે છે. તેનો રિફ્રેશ રેટ 120Hz છે. આ સ્કીન વડે યુઝરને સ્મૂથ વિઝ્યુઅલ એક્સપીરિયન્સ મળશે.

Vivo X200 Series Camera : વીવો એક્સ 200 સ્માર્ટફોન કેમેરા

Vivo X200 સ્માર્ટફોન ટ્રિયર રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમા ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન વાળો 50 MP નોSony IMX921 પ્રાયમરી સેન્સેર, 50 એમપી નો અલ્ટ્રા વાઇડ અને 50 MP નો ટેલીફોટો સેન્સર આવે છે. તો વીવો એક્સ200 પ્રો મોડલમાં Zeiss દ્વારા ડેવલપ 200 MP નો APO ટેલીફોટો લેન્સ, 50 MP નો મેઇન અને 50 MP નો અલ્ટ્રા વાઇટ એંગલ લેન્સ આવે છે. આ બંને સ્માર્ટફોનમાં સેલ્ફી ક્લિક માટે 32 MP નો કેમેરા આવે છે.

વીવો એક્સ 200 સ્માર્ટફોનમાં 5800mAh ની બેટરી આવે છે, જ્યારે Vivi X200 Pro સ્માર્ટફોનમાં 6000mAh ની બેટરી આવે છે. આ બંને વીવો મોબાઇલની બેટરી 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. આ હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ, વાઇફાઇ, જીપીએસ, બ્લૂટુથ અને યુએસબી ટાઇપ સી પોર્ટ આપવામાં આવ્યું છે.

Vivo X200 and X200 Pro Price in India : ભારતમાં વીવો એક્સ 200 સીરિઝ સ્માર્ટફોનની કિંમત

વીવો એક્સ 200 સ્માર્ટફોન 12 GB RAM + 256 GB અને 16 GB RAM + 512 GB સ્ટોરેજ મોડલમાં રજૂ કરવામાં આવ્યો છે. તેની કિંમત અનુક્રમે 65999 રૂપિયા અને 71999 રૂપિયા રાખવામાં આવી છે. તો ટોપ વેરિયન્ટ Vivo X200 Pro સ્માર્ટફોન 94999 રૂપિયામાં ખરીદી શકાય છે. તેમા 10 ટકા ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકાય છે. આ બંને વીવો સ્માર્ટફોનનું વેચાણ એમેઝોન ઈન્ડિયા પર 19 ડિસેમ્બર, 2024થી શરૂ થશે.

Web Title: Vivo x200 series smartphone launch india 200mp camera 6000mah battery price features deatails know here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×