scorecardresearch
Premium

Vivo X200 Pro vs Oppo Find X8 Pro : વીવો એક્સ 200 કે ઓપ્પો ફાઇન્ડ એક્સ 8 બંને માંથી ક્યો સ્માર્ટફોન સૌથી વધુ પાવરફુલ, જાણો

Vivo X200 Pro vs Oppo Find X8 Pro Comparison: વીવો એક્સ 200 પ્રો કે ઓપ્પો ફાઇન્ડ એક્સ 8 પ્રો કયો સ્માર્ટફોન ખરીદવો તે અંગે મૂંઝવણમાં છો તો ચિંતા ન કરો. અહીં કિંમત થી લઇ કેમેરા અને ફીચર્સ સહિત બધી માહિતી આપવામાં આવી છે, જે તમને નિર્ણય લેવામાં મદદ કરશે.

Vivo X200 Pro vs Oppo Find X8 Pro Comparison | Vivo X200 Pro | Oppo Find X8 Pro
Vivo X200 Pro vs Oppo Find X8 Pro Price And Features: વીવો એક્સ 200 પ્રો કે ઓપ્પો ફાઇન્ડ એક્સ 8 પ્રો સ્માર્ટફોનની કિંમત થી લઇ ફીચર્સની તુલનાત્મક સમીક્ષા. (Photo: Vivo/Oppo)

Vivo X200 Pro vs Oppo Find X8 Pro Comparison: ઓપ્પો ફાઈન્ડ એક્સ 8 સીરિઝ (Oppo Find X8 Series) અને વીવો એક્સ 200 સીરિઝ સ્માર્ટફોન (Vivo X200 Series) ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. વીવો અને ઓપ્પોએ આખરે વર્ષના અંતમાં ભારતમાં તેમના ફ્લેગશિપ ફોન ઉપલબ્ધ કરાવ્યા છે. આ બંને ચીની કંપનીઓના નવા સ્માર્ટફોનમાં શું છે ખાસ? જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો અને વીવો એક્સ 200 પ્રો કે ઓપ્પો ફાઇન્ડ એક્સ 8 પ્રો કયો સ્માર્ટફોન ખરીદવો તે અંગે મૂંઝવણમાં છો તો ચિંતા ન કરો. અહીં Vivo X200 Pro અને Oppo Find X8 Pro સ્માર્ટફોનની કિંમત, સ્પેસિફિકેશન્સ, ફીચર વિશે તુલનાત્મક જાણકારી આપવામાં આવી છે. જે તમને બંને માંથી ક્યો સ્માર્ટફોન તમારા માટે શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં મદદ કરશે.

Vivo X200 Pro vs Oppo Find X8 Pro Display, Design : વીવો એક્સ 200 પ્રો vs ઓપ્પો ફાઈન્ડ એક્સ 8 પ્રો ડિસ્પ્લે, ડિઝાઇન

વીવો અને ઓપ્પોના આ બંને સ્માર્ટફોનમાં 6.78 ઇંચની એલટીપીઓ એમોલેડ ડિસ્પ્લે છે, જેમાં 1.5K રિઝોલ્યુશન, 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 4500 નાઇટ પીક બ્રાઇટનેસ સાથે આવે છે. ઓપ્પો ફાઇન્ડ એક્સ8 પ્રો વીવોના ફોન કરતા થોડો સ્લિમ અને હળવો છે. તેની જાડાઈ 8.2 મીમી છે અને તેનું વજન 215 ગ્રામ છે. તો વીવોનો ફ્લેગશિપ સ્માર્ટફોન 8.5 મીમી જાડો છે અને તેનું વજન 223 થી 228 ગ્રામ છે. હેન્ડસેટ IP68 + IP69 રેટિંગ સાથે આવે છે અને તેમા વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ આવે છે.

Vivo X200 Pro vs Oppo Find X8 Pro Camera : વીવો એક્સ 200 પ્રો vs ઓપ્પો ફાઇન્ડ એક્સ 8 પ્રો કેમેરા

વીવો એક્સ 200 સ્માર્ટફોનના રિયરમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 50MPનું સોની એલવાયટી808 પ્રાઇમરી, 50 મેગાપિક્સલનું સોની આઇએમએક્સ858 ટેલિફોટો, 50 મેગાપિક્સલનું સોની એલવાયટી600 ટેલિફોટો અને 50 મેગાપિક્સલનું અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવ્યું છે.

તો વીવો એક્સ 200 પ્રો સ્માર્ટફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 50 મેગાપિક્સલનું સોની એલવાયટી808 પ્રાઇમરી, 200 મેગાપિક્સલનું ઝેઇસ એપો ટેલિફોટો અને 50 મેગાપિક્સલનું અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવ્યું છે.

Vivo X200 Pro vs Oppo Find X8 Pro Performance

Vivo X200 Pro vs Oppo Find X8 Pro પરફોર્મન્સ

વીવો એક્સ 200 પ્રો અને ઓપ્પો ફાઇન્ડ એક્સ 8 પ્રો બંને પ્રીમિયમ ફોન છે અને તેમાં શાનદાર સ્પેસિફિકેશન્સ અને ફીચર આવે છે. આ બંને ફોનમાં મીડિયાટેક ફ્લેગશિપ ડિમેન્સિટી 9400 પ્રોસેસર આપવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં જોવા મળતા સૌથી ઝડપી ચિપસેટ માંથી એક છે. એટલે કે જો તમે બે ટોપ પરફોર્મન્સ સ્માર્ટફોન માંથી એક ફોન ઇચ્છો છો જે રોજિંદા કામ, ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગ માટે પરફેક્ટ હોય તો તમે આમાંથી કોઇ એક ડિવાઇસ લઇ શકો છો.

Vivo X200 Pro vs Oppo Find X8 Pro Battery : વીવો એક્સ 200 પ્રો vs ઓપ્પો ફાઇન્ડ એક્સ 8 પ્રો બેટરી

વીવો એક્સ 200 પ્રો ને પાવર 6000mAhની મોટી બેટરી છે જે 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 30W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફાઇન્ડ એક્સ8 પ્રોમાં 5910mAhની બેટરી આપવામાં આવી છે, જેમાં 80W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સ્પીડ સપોર્ટ આપવામાં આવ્યો છે. પરફોર્મન્સની વાત કરીએ તો બંને મોડલ લગભગ એકસરખી બેટરી પરફોર્મન્સ આપે છે.

આ પણ વાંચો | Year Ender 2024: વર્ષ 2024માં લોન્ચ થયેલા ટોપ 5 સ્માર્ટફોન, કિંમત ₹ 25000 થી નીચે

Vivo X200 Pro vs Oppo Find X8 Pro Price, Offers : વીવો એક્સ 200 પ્રો vs ઓપ્પો ફાઇન્ડ એક્સ8 પ્રો કિંમત અને ઓફર્સ

વીવો એક્સ 200 પ્રો સ્માર્ટફોનના 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 94999 રૂપિયા છે. અને તે ફાઇન્ડ એક્સ 8 પ્રો સ્માર્ટફોન કરતા લગભગ 5000 રૂપિયા સસ્તો છે. ફાઇન્ડ એક્સ 8 પ્રો સ્માર્ટફોનના 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજની કિંમત 99999 રૂપિયા છે. આ કિંમતમાં આ બંને હેન્ડસેટ અલ્ટ્રા પ્રીમિયમ રેન્જમાં આવે છે. જો કે, જો તમે એચડીએફસી બેંકના કાર્ડ દ્વારા એક્સ 200 ખરીદો છો, તો તમને એક્સ 200 પ્રો સ્માર્ટફોન પર 10 ટકા કેશબેક મળશે.

Web Title: Vivo x200 pro vs oppo find x8 pro comparison price features specifications check full details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×