scorecardresearch
Premium

Vivo V60 લોન્ચ પહેલા ટીઝર રિલિઝ, ભારતમાં આ તારીખે લોન્ચ થવા સંભવ, જાણો શું ખાસ હશે?

Vivo V60 Launch Teased : વીવો વી60 ભારતમાં ટુંક સમયમાં લોન્ચ થઇ શકે છે. નવા વીવો સ્માર્ટફોનમાં 6500mAh બેટરી, ZEISS optics અને 100x સુધી ઝૂમ જેવા કેમેરા ફીચર્સ આવવાની સંભાવના છે.

Vivo V60 Launch Soon In India | Vivo V60 Launch Date | Vivo V60 price | latest vivo phone
Vivo V60 Launch Soon In India : વીવો વી60 ભારતમાં ટુંક સમયમાં લોન્ચ થઇ શકે છે. (Photo: Vivo)

Vivo V60 Launch Soon In India: વીવો વી60 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઇ શકે છે. વીવો કંપનીએ પોતોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે સત્તાવાર પૃષ્ટિ આપતા વીવો વી60 સ્માર્ટફોનનું ટીઝર રિલિઝ કર્યું છે. આ ટીઝરમાં વીવો વી60 સ્માર્ટફોનના કેમેરા અને બેટરી વિશે જાણકારી મળે છે. આ ઉપરાંત વીવો વી60 સૌથી પાતળો સ્માર્ટફોન હોવાનું જણાય છે. અપકમિંગ વીવો વી60 સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે, તેની સંભવિત કિંમત અને ફીચર્સ વિશે જાણકારી મેળવી

Vivo V60 Launch Date In India : વીવો વી60 સ્માર્ટફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે

વીવો કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે, Vivo V60 ભારતમાં ટુંક સમમયાં લોન્ચ થશે. જો કે કંપનીએ સ્માર્ટફોન લોન્ચની તારીખ જણાવી નથી. અપકમિંગ વીવો સ્માર્ટફોન વિશે અમુક વેબસાઇટ પર કેટલાક દાવા રજૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં એક લીક રિપોર્ટમાં જણાવાયું છે કે, Vivo V60 સ્માર્ટફોન ભારતમાં 12 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવી શકે છે. તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખતા નવો વીવો સ્માર્ટફોન ઓગસ્ટ મહિનાના પ્રથમ પખવાડિયામાં લોન્ચ થવા સંભવ છે. આ સ્માર્ટફોનની કિંમત 37000 થી 40000 રૂપિયાની વચ્ચે હોઇ શકે છે. આ સ્માર્ટફોન અસપિસિયસ ગોલ્ડ, મૂનલાઇટ બ્લુ અને મિસ્ત ગ્રે કલરમાં આવી શકે છે.

વીવો વી60 બેટરી અને કેમેરા

વીવોના ટીઝર મુજબ લેટેસ્ટ વીવો વી60 સ્માર્ટફોનને “6500mAh બેટરી સાથે સૌથી સ્લિમ ફોન જણાવવામાં આવ્યો છે. વીવો સ્માર્ટફોનમાં ZEISS optics અને 100x સુધી ઝૂમ જેવા કેમેરા ફીચર્સ આવી શકે છે. એક મીડિયા રિપોર્ટ અમુસાર TRDA સર્ટિફિકેશન વેલસાઇટ પર વીવો વી60ને મોડલ નંબર – V2511 સાથે જોવા મળ્યો છે.

Vivo V60 specification (સંભવિત)

વીવો વી60 સ્માર્ટફોનના કેમેરાની વાત કરીયે તો તેમા ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે – 50MP પ્રાયમરી, 8MP અલ્ટ્રા વાઇડ અને 50MP 3x ટેલીફોટો લેન્સ. સ્માર્ટફોનના ફ્રન્ટમાં પણ 50MP નો સેલ્ફી કેમેરા મળી શકે છે, જે ફોટો લવર્સ માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.

અપકમિંગ વીવો સ્માર્ટફોનમાં 6.67 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને 1300 નીટ્સની બ્રાઇટનેસ મળી શકે છે. આ સાથે જ IP68 અને IP69 રેટિંગ સાથે ધૂળ અને પાણી સામે પ્રતિકાર રહેશે.

Web Title: Vivo v60 launch in india coming soon expected price features camera details as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×