scorecardresearch
Premium

Vivo V50 Lite 4G Launch: વીવો વી50 લાઇટ 4જી સ્માર્ટફોન લોન્ચ, 50 MP કેમેરા અને પાવરફુલ બેટરી

Vivo V50 Lite 4G Launch: વીવો વી50 લાઇટ 4જી સ્માર્ટફોનમાં 50MP કેમેરા અને 8GB રેમ આવે છે. આ વીવો સ્માર્ટફોનની ડિસ્પ્લે 94.2 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો અને SGS Eye Comfort સર્ટિફિકેશનને સપોર્ટ કરે છે.

Vivo V50 Lite 4G | vivo photo | vivo smartphone
Vivo V50 Lite 4G Launch: વીવો વી50 લાઇટ 4જી સ્માર્ટફોન સ્નેપડ્રેગન 685 પ્રોસેસર, 8જીબી રેમ અને 256જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આવે છે.(Photo: Social Media)

Vivo V50 Lite 4G Launch : વીવો વી50 લાઇટ 4જી સ્માર્ટફોન પરથી પડદો ઉઠ્યો છે. વિવોએ તુર્કીમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Vivo V50 Lite 4G લોન્ચ કર્યો છે. વીવોના આ સ્માર્ટફોનમાં 6500mAhની મોટી બેટરી, 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ, ક્વાલકોમ સ્નેપડ્રેગન 685 ચિપસેટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Vivo V50 Lite 4Gને 50MP કેમેરા અને 8GB રેમ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. વિવોના આ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.

Vivo V50 Lite 4G Price : વીવો વી50 લાઇ 4જી કિંમત

વીવો વી50 લાઇ 4જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 18,999 TRY (લગભગ 45,000 રૂપિયા) છે. વિવોનો આ ફોન વિવો તુર્કીના ઇ-સ્ટોર પર ખરીદી માટે ઉપલબ્ધ છે. આ ફોનને ટાઇટેનિયમ બ્લેક અને ટાઇટેનિયમ ગોલ્ડ કલરમાં ખરીદી શકાય છે.

Vivo V50 Lite 4G Features : વીવો વી50 લાઇ 4જી ફીચર્સ

વીવો વી50 લાઇટ 4જી સ્માર્ટફોનમાં 6.77 ઇંચની ફુલ એચડી+ (1,080×2392 પિક્સલ) 2.5ડી પીઓએલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે જે 120હર્ટ્ઝ સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન 1800 નીટ પીક બ્રાઇટનેસ લેવલ સપોર્ટ કરે છે. ડિસ્પ્લે 94.2 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયોને સપોર્ટ કરે છે અને SGS Eye Comfort સર્ટિફિકેશનને સપોર્ટ કરે છે.

આ વીવો સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 685 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 8જીબી રેમ અને 256જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ડિવાઇસમાં 8GB સુધીનું વર્ચ્યુઅલ રેમ સપોર્ટ આપવામાં આવ્યું છે. ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ FuntuchOS 15 છે.

વીવોના આ ફોનને પાવર આપવા માટે 6500mAhની બેટરી ઉપલબ્ધ છે, જે 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, 4જી, એનએફસી, જીપીએસ, ઓટીજી, બ્લૂટૂથ 5.0 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટના ડાયમેન્શન 163.77×76.28×7.79mm અને વજન 196 ગ્રામ છે.

વીવો વી50 લાઇટ 4જીમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનું IMX882 પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. આ સિવાય 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ, મિલિટરી-ગ્રેડ એમઆઇએલ-એસટીડી-810એચ ડ્રોપ રેઝિસ્ટન્સ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં આઈપી ૬૫ ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ બિલ્ડ છે.

Web Title: Vivo v50 lite 4g launch 50 mp camera 6500mah battery price features specifications know here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×