scorecardresearch
Premium

Vivo V50 ની ભારતમાં એન્ટ્રી, 6000mAh બેટરી સાથે સૌથી સ્લિમ ફોન, જાણો કિંમત અને ફિચર્સ

Vivo V50 Launched: વીવોએ આપેલા વાયદા મુજબ આખરે પોતાનો નવો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. વીવો વી50 કંપનીનો નવો મિડ રેન્જ ફોન છે

vivo v50 launch, vivo v50
વીવો વી50 કંપનીનો નવો મિડ રેન્જ ફોન છે.

Vivo V50 Launched: વીવોએ આપેલા વાયદા મુજબ આખરે પોતાનો નવો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. વીવો વી50 કંપનીનો નવો મિડ રેન્જ ફોન છે. નવા વીવો વી50માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 7 જેન 3 ચિપસેટ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 24 જીબી સુધી રેમ સપોર્ટ, અલ્ટ્રા લાર્જ વીસી સ્માર્ટ કૂલિંગ સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. વીવોનો દાવો છે કે 90W ફ્લેશચાર્જ ટેક્નોલોજી અને 6000mAhની બેટરી સાથે આવનારો આ સૌથી પાતળો હેન્ડસેટ છે. આવો તમને જણાવીએ નવા Vivo V50ની કિંમત અને ફીચર્સ વિશેની વિગતો.

વીવો વી50ની કિંમત

નવા વીવો વી50ના સ્માર્ટફોનના 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 34,999 રૂપિયા અને 8જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 36,999 રૂપિયા છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 40,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આજથી ફોનનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. ઓનલાઇન ઓફર્સ હેઠળ તમને મોટા બેંક કાર્ડ સાથે ફોન લેવા પર 10 ટકાની છૂટ મળશે. આ ઉપરાંત નો-કોસ્ટ ઈએમઆઈ ઓફર પણ છે.

વીવો વી50ના સ્પેસિફિકેશન્સ

વીવોના લેટેસ્ટ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 જેન 3 ચિપસેટ આપવામાં આવ્યું છે, જે મજબૂત પરફોર્મન્સ મેળવવાનું વચન આપે છે. વીવોનો આ ફોન 12 જીબી ઇનબિલ્ટ રેમ સાથે આવે છે. ડિવાઇસમાં 12 જીબી સુધી વર્ચ્યુઅલ રેમ સપોર્ટ પણ આપવામાં આવીછે, એટલે કે ગ્રાહકો આ ફોનમાં 24 જીબી સુધીની રેમનો ઉપયોગ કરી શકે છે.

વીવો વી50 ડિસ્પ્લે

વીવો વી50 સ્માર્ટફોનમાં 41 ડિગ્રી કર્વેવર સાથે 6.77 ઇંચની ક્વાડ-કર્વ્ડ એમોલ (2392×1080 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 0.186 સેમી પાતળા બેઝલ્સ છે. હેન્ડસેટમાં પ્રોટેક્શન માટે ડાયમંડ શિલ્ડ ગ્લાસ આપવામાં આવ્યો છે. સ્ક્રીન 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 450 નીટ્સ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો – આ દિવસથી લાગુ થશે Fastag નો નવો નિયમ, જાણી લો નહીંતર આપવો પડશે ડબલ ટોલ

વીવો V50 પ્રોસેસર

Vivo V50 સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 જેન 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ પ્રોસેસરનો ઉપયોગ વીવો વી40માં પણ કરવામાં આવ્યો હતો.

વીવો વી50 કેમેરા

હેન્ડસેટમાં ઓઆઇએસ, ઓરા લાઇટ સાથે 50MPનો પ્રાઇમરી રિયર કેમેરો અને 50MPનો અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. આ ડિવાઇસને 50MPના ફ્રન્ટ કેમેરા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

વીવો વી50 બેટરી, ચાર્જિંગ

વીવો વી50 સ્માર્ટફોનને લઈને કંપનીનો દાવો છે કે 6000mAhની બેટરી સાથે આવનારો આ સૌથી પાતળો ફોન છે. હેન્ડસેટમાં 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.

વીવો વીV50 સોફ્ટવેર

વીવો વી50 સ્માર્ટફોનને એન્ડ્રોઇડ 15 આધારિત ફનટચ ઓએસ 15 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ ફોનમાં 4 વર્ષ માટે ઓએસ અને 4 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ આપવાનું વચન આપ્યું છે.

વીવો વી50 AI ફીચર્સ

વીવો વી50 સ્માર્ટફોનમાં સર્કલ ટુ સર્ચ, એઆઇ ટ્રાન્સક્રિપ્ટ, એઆઇ લાઇવ કોલ ટ્રાન્સલેશન જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય ફોનમાં પાણી અને ડસ્ટ રેઝિસ્ટન્સ માટે IP68 અને IP69 રેટિંગ મળે છે. આ સિવાય ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને બ્લૂટૂથ 5.4 આપવામાં આવ્યું છે.

Web Title: Vivo v50 launch price features specifications slimmest smartphone ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×