scorecardresearch
Premium

Vivo T4x 5G : ઓછી કિંમતવાળા સ્માર્ટફોનમાં છે લેટેસ્ટ એન્ડ્રોઇડની મજા, જાણો કિંમત અને ફિચર્સ

Vivo T4x 5G Launched : વીવોએ આખરે પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Vivo T4X 5G ભારતમાં લોન્ચ કર્યો છે. Vivo T4x કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેને Vivo T3xના અપગ્રેડેડ વર્ઝન તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે

vivo t4x 5g, vivo t4x, vivo
Vivo T4x 5G Launched : વીવોએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Vivo T4X 5G ભારતમાં લોન્ચ કર્યો

Vivo T4x 5G Launched : વીવોએ આખરે પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Vivo T4X 5G ભારતમાં લોન્ચ કર્યો છે. Vivo T4x કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેને Vivo T3xના અપગ્રેડેડ વર્ઝન તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. લેટેસ્ટ વીવો સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7300 ચિપસેટ, 6500mAhની બેટરી, 256GB સુધીની સ્ટોરેજ અને 50MPનો પ્રાઇમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે. Vivoના આ નવા હેન્ડસેટમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફિચર્સની દરેક ડિટેલ વિશે.

Vivo T4x 5G કિંમત

Vivo T4Xના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલને 16,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વીવોના આ ફોનમાં 8 જીબી સુધીનું વર્ચ્યુઅલ રેમ સપોર્ટ આપવામાં આવ્યું છે.

વીવોનો આ ફોન ફ્લિપકાર્ટ, વીવો ઇન્ડિયા ઇ-સ્ટોર અને તમામ પાર્ટનર રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. રસ ધરાવતા ગ્રાહકો એચડીએફસી, એસબીઆઇ અને એક્સિસ બેંકના કાર્ડ દ્વારા 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ લઇ શકે છે.

Vivo T4x 5G ફીચર્સ, સ્પેસિફિકેશન્સ

Vivo T4X 5G સ્માર્ટફોનને પાવર આપવા માટે 6500mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે 50 ટકા બેટરી માત્ર 40 મિનિટમાં ચાર્જ થઈ જશે. વીવો ટી4એક્સમાં 6.72 ઇંચની એલસીડી સ્ક્રીન છે જે 2408 × 1080 પિક્સલ રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે 1050 નીટ્સ હાઇ બ્રાઇટનેસ મોડ આપે છે જ્યારે પિક્સેલ ડેન્સિટી 393 પીપીઆઇ છે. ફોનમાં TÜV રીનલેન્ડ આઇ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે.

વીવો સ્માર્ટફોનમાં 4nm ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7300 એસઓસી આપવામાં આવી છે. ડિવાઇસમાં 6GB/8GB રેમ ઓપ્શન આપવામાં આવ્યા છે. ફોનને વર્ચ્યુઅલ રીતે 8 જીબી રેમ સુધી વધારી શકાય છે. હેન્ડસેટમાં 128જીબી અને 256જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Poco M7 5G ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો કિંમત

ફોટોગ્રાફી માટે વીવો ટી 4 એક્સ સ્માર્ટફોનમાં એપર્ચર એફ /1.8, ઇઆઇએસ સાથે 50MP એઆઈ પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં એપર્ચર એફ /2.4 સાથે 2 મેગાપિક્સલનું બોકેહ સેન્સર પણ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં એપર્ચર એફ/2.05 સાથે 8 મેગાપિક્સલનું એચડી સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ફનટચ ઓએસ 15 પર ચાલે છે. હેન્ડસેટને બે વર્ષ માટે એન્ડ્રોઇડ અને 3 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ મળવાનું વચન આપવામાં આવ્યું છે.

Vivo T4x પર કનેક્ટિવિટી ઓપ્શનમાં વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.4, ઓટીજી, જીપીએસ, ગ્લોનાસ, ડ્યુઅલ સિમ સપોર્ટ સામેલ છે. આ સ્માર્ટફોનમાં IP64 રેટિંગ, ફિંગરપ્રિન્ટ સેન્સર અને મિલિટરી ગ્રેડ શોક રેઝિસ્ટન્સ (MIL-STD-810H) રેટિંગ આપવામાં આવ્યું છે.

Web Title: Vivo t4x 5g launched price features and specifications ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×