scorecardresearch
Premium

Vivo T4 Pro Launch: વીવોએ લોંચ કર્યો 6500mAh બેટરી અને 50MP કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો શું છે કિંમત?

vivo T4 Pro launch in india: Vivo T4 Pro સ્માર્ટફોનમાં Snapdragon 7 Gen 4 પ્રોસેસર, 256GB સુધી સ્ટોરેજ, 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને 32MP સેલ્ફી રીઅર કેમેરા જેવા ફીચર્સ છે. નવા Vivo સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણો.

vivo T4 Pro launch T4 Pro price and Specifications
vivo T4 Pro સ્માર્ટફોન કિંમત અને ફિચર્સ – Photo- social media

Vivo T4 Pro Launched: Vivo એ ભારતમાં તેની T-Series નો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Vivo T4 Pro 5G એ કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેમાં 6500mAh ની મોટી બેટરી છે. Vivo T4 Pro સ્માર્ટફોનમાં Snapdragon 7 Gen 4 પ્રોસેસર, 256GB સુધી સ્ટોરેજ, 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને 32MP સેલ્ફી રીઅર કેમેરા જેવા ફીચર્સ છે. નવા Vivo સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણો.

ભારતમાં Vivo T4 Pro 5G ની કિંમત

Vivo T4 Pro 5G ના 8 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા છે. હેન્ડસેટના 8 GB RAM અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે. જ્યારે 12 GB RAM અને 256 GB સ્ટોરેજ મોડેલ 31,999 રૂપિયામાં રજૂ કરવામાં આવ્યું છે. હેન્ડસેટનું વેચાણ 29 ઓગસ્ટ 2025 થી Flipkart, Vivo India ના e-store અને બધા પાર્ટનર રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.

HDFC બેંક, Axis બેંક અને SBI બેંક કાર્ડ દ્વારા આ Vivo હેન્ડસેટ ખરીદવા પર, તમને 3000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત, 3000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ છે.

આ ડિવાઇસને 6 મહિના સુધી નો-કોસ્ટ EMI પર ખરીદી શકાય છે. ફોન ખરીદવા પર, કંપની 2 મહિના માટે 10 OTT એપ્સની મફત ઍક્સેસ પણ આપી રહી છે. આ ઓફર ફક્ત 29 ઓગસ્ટ માટે માન્ય છે.

vivo T4 Pro સ્પેશિફિકેશન્સ

Vivo T4 Pro સ્માર્ટફોનમાં 6.77 ઇંચ (2392 × 1080 પિક્સેલ્સ) ફુલએચડી + ક્વાડ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે અને ટચ સેમ્પલિંગ રેટ 480 Hz છે. ફોનમાં 5000 nits સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ છે. ડિસ્પ્લે HDR10+ ને સપોર્ટ કરે છે અને ડાયમંડ શીલ્ડ ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે.

આ Vivo હેન્ડસેટમાં 128GB/256GB ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પ સાથે 8GB/12GB RAM વિકલ્પ છે. આ ફોન એન્ડ્રોઇડ 15 આધારિત ફનટચ OS 15 સાથે આવે છે.

Vivo T4 Pro હેન્ડસેટમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS), અપર્ચર F/1.88 સાથે 50MP પ્રાઇમરી અને અપર્ચર F/2.65, OIS સાથે 50MP ટેલિફોટો સેન્સર છે. આ ઉપરાંત, અપર્ચર F/2.4 સાથે 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરા પણ છે. પાછળના ભાગમાં Aura Light પણ છે. ફોનમાં 4K વિડિયો રેકોર્ડિંગ સપોર્ટ પણ છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે, હેન્ડસેટમાં અપર્ચર F/2.45 સાથે 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે, જે 4K વિડિયો રેકોર્ડ કરી શકે છે.

આ પણ વાંચોઃ- Explained: આજથી ટ્રમ્પનો 50 ટકા ટેરીફ લાગુ! ભારતને નુકસાનથી આ દેશોને ફાયદો, કપડા, રત્નો-આભૂષણ નિકાસને મોટો ફટકો

આ વિવો ફોનમાં ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. હેન્ડસેટમાં USB ટાઇપ-C ઓડિયો અને સ્ટીરિયો સ્પીકર્સ છે. ડિવાઇસના પરિમાણો 163.53× 76.96× 7.53mm છે અને તેનું વજન 192 ગ્રામ છે. Vivo T4 Pro 5G સ્માર્ટફોન ધૂળ અને પાણી પ્રતિરોધક (IP68 + IP69) છે. ડિવાઇસને પાવર આપવા માટે, 6500mAh ની મોટી બેટરી છે જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કનેક્ટિવિટી માટે Vivo T4 Pro માં 5G, Dual 4G VoLTE, Wi-Fi 6 802.11 BE, Bluetooth 5.4, GPS અને USB Type-C 2.0 જેવી સુવિધાઓ છે.

Web Title: Vivo t4 pro launch in india know here price and specifications ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×