Vivo T3 Pro 5G Price in India: વીવો એ પોતાનો લેટેસ્ટ ટી-સિરીઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. વીવો ટી3 પ્રો 5જી (Vivo T3 Pro 5G) કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેમાં 12GB સુધી રેમ, 50MP ડ્યુઅલ રિયર કેમેરા અને 5500mAh મોટી બેટરી આપવામાં આવી છે. લેટેસ્ટ Vivo T3 Pro 5G સ્માર્ટફોનમાં 256GB સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. Vivo T3 સીરીઝના ત્રણ હેન્ડસેટ – Vivo T3 5G, Vivo T3 Lite 5G અને Vivo T3x 5G પહેલાથી જ ભારતમાં બજારમાં ઉપલબ્ધ છે. ચાલો લેટેસ્ટ વિવો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે …
ભારતમાં વીવો ટી3 પ્રો 5જી કિંમત (Vivo T3 Pro 5G Price)
વીવો ટી3 પ્રો 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24999 રૂપિયા છે. તો 8 જીબી રેમ 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 26999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનનું વેચાણ 3 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ ફોનને ફ્લિપકાર્ટ અને વિવો ઇન્ડિયા વેબસાઇટ પર ખરીદવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લેટેસ્ટ વીવો સ્માર્ટફોન એમરલ્ડ ગ્રીન અને સેન્ડસ્ટોન ઓરેન્જ રંગોમાં ઉપલબ્ધ છે. સેન્ડસ્ટોન નારંગી કલર વીગન લેધર ફિનિશ સાથે આવે છે.
વીવો ટી3 પ્રો 5જી સ્પેસિફિકેશન (Vivo T3 Pro 5G Specifications)
વીવો ટી3 પ્રો 5જી સ્માર્ટફોનમાં 6.77 ઇંચની ફુલએચડી + (1,080 x 2,392 પિક્સલ) 3ડી કર્વ્ડ એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 4500 નીટની પીક બ્રાઇટનેસ છે. હેન્ડસેટમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 Gen 3 ચિપસેટ સાથે ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Funtouch OS 14 સાથે આવે છે.
વીવો ટી3 પ્રો 5જી બેટરી અને કેમેરા (Vivo T3 Pro 5G Design)
Vivo T3 Pro 5Gને પાવર આપવા માટે 5500mAhની બેટરી આપવામાં આવી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 50MPનું સોની આઇએમએક્સ882 પ્રાઇમરી સેન્સર છે, જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS)ને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો | ભારતમાં 20000 થી ઓછી કિંમતના ટોપ 5 સ્માર્ટફોન, 108 એમપી કેમેરા અને 6000mAh બેટરી, જુઓ યાદી
કનેક્ટિવિટી માટે વિવો ટી3 પ્રો 5જી સ્માર્ટફોન માં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. વીવોનો આ ફોન IP64 રેટિંગ સાથે આવે છે અને તેમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ છે.