scorecardresearch
Premium

સોશિયલ મીડિયા પર વાયરલ Ghibli ઇમેજ શું છે? સચિન તેંડુલકર જેવી ઘિબલી AI Image બનાવનાની આસાન રીત

Viral Ghibli Images: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Ghibli ની તસવીરો વાયરલ થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામથી લઈને એક્સ પ્લેટફોર્મ સુધી યૂઝર્સ Ghibli સ્ટાઈલની તસવીરો જોરશોરથી શેર કરી રહ્યા છે. જાણો શું છે આ અને તમે કેવી રીતે આવી તસવીરો ક્રિએટ કરી શકશો

ghibli image, sachin tendulkar ghibli image, sachin tendulkar
સચિન તેંડુલકરે વાયરલ Ghibli ઇમેજ તસવીરો શેર કરી છે (તસવીર – સચિન તેંડુલકર ટ્વિટર)

Viral Ghibli Images: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘિબલી એઆઈ તસવીરો વાયરલ થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામથી લઈને એક્સ પ્લેટફોર્મ સુધી યૂઝર્સ Ghibli સ્ટાઈલની તસવીરો જોરશોરથી શેર કરી રહ્યા છે. તાજેતરમાં જ OpenAI એ GPT-4o અપડેટ રોલઆઉટ કર્યું છે. OpenAI ના જીપીટી-4નું આ નવું નેટીવ ઈમેજ ક્રિએશન ફીચર વાયરલ થયું છે.

4o Image Generation’ ફીચરે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને હવે લોકો તેમના ફોટાને એનિમે સ્ટાઇલમાં અપલોડ કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Ghibli સ્ટાઇલની ઇમેજ અપલોડ કરી છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે પણ સેલિબ્રિટીઝની જેમ તમારા Ghibli ફોટો અપલોડ કરી શકો છો.

એઆઈ-જનરેટેડ આર્ટવર્કમાં ‘Studio Ghibli’ ના સિગ્નેચર એસ્થેટિક સાથે ક્રિએટ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધા હાલમાં ચેટજીપીટી વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.

ઘિબલી નવા અપડેટ વિશે ઓપનએઆઈનું શું કહેવું છે

આ ફીચરને રજુ કરતા ઓપનએઆઈએ માહિતી આપી હતી કે જીપીટી-4ઓ ઇમેજ જનરેશન તસવીરોને સચોટ રીતે પ્રસ્તુત કરવાની, પ્રોમ્પ્ટ્સને યોગ્ય રીતે અનુસરવાની અને 40માં રહેલી જાણકારીના આધાર પર અને ચેટ કોન્ટેસ્ટનો ફાયદો લે છે અને તેને વિઝ્યુઅલ ઇંસ્પિરેશન તરીકે ઉપયોગ કરે છે અને અપલોડ કરેલા ફોટાને ટ્રાન્સફોર્મ કરે છે. નવા અપડેટ અંગે ઓપનએઆઇએ જણાવ્યું હતું કે એઆઇ સંચાલિત ઇમેજ જનરેટર્સની ક્ષમતાને કારણે હવે યુઝરની વિચારેલી ઇમેજને સચોટ રીતે બનાવવી સરળ થઇ ગઇ છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ આ વાયરલ ટ્રેન્ડમાં જોડાયો છે અને તેણે Ghibli તસવીરો શેર કરી છે. તેણે લખ્યું કે એઆઈનું કંઈક ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે, મેં સાંભળ્યું. તેથી વિચાર્યું What is Ghibli made cricket?

ચેટજીપીટી સાથે Ghibli સ્ટાઇલ ઇમેજ બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

  • સૌ પ્રથમ ChatGPT લેટેસ્ટ વર્ઝન ખોલો
  • પ્રોમ્પ્ટ બારમાં થ્રી-ડોટ આઇકન પર ક્લિક કરો
  • આ પછી “Image” વિકલ્પ પર ક્લિક કરો. આ વિકલ્પ તમને ત્રણ-ડોટ મેનુ પર ક્લિક કરવાથી ‘Canvas’ સાથે દેખાશે
  • આ પછી તમે જે પ્રકારની ઇમેજ ક્રિએટ કરવા માંગો છો તે ધ્યાનમાં રાખતા ટેક્સ્ટ પ્રોમ્પ્ટ એન્ટર કરો
  • એક વખત ઇમેજ જનરેટ થઇ જાય પછી તેને ડાઉનલોડ કરો. હવે તમે જ્યાં ઇચ્છો તે પ્લેટફોર્મ પર જનરેટેડ ઇમેજ શેર કરી શકો છો.

આ પણ વાંચો – આધાર કાર્ડમાં કેટલી વાર બદલી શકાય જન્મ તારીખ, નામ અને મોબાઇલ નંબર, જાણો

Gibli ચિત્રો બનાવવા માટે ફ્રી AI ટૂલ

ચેટજીપીટી ઉપરાંત તમે અન્ય વિવિધ એઆઇ ટૂલ્સથી પણ Ghibli ઇમેજ બનાવી શકો છો. Craiyon, Playground AI અને Deep AI જેવા ટૂલ્સ Ghibli સ્ટાઇલ ઇમેજ ક્રિએટ કરી શકે છે. આ ટૂલ્સ દ્વારા Ghibli ઇમેજ બનાવવી ખૂબ જ સરળ છે, તમારે ફક્ત ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપવું પડશે અથવા ફોટો અપલોડ કરવો પડશે. એઆઈ બાકીનું કામ કરશે. જોકે બની શકે કે આ ટૂલ્સ તમને GPT-4o જેવું પરફેક્ટ અને સચોટ ન બનાવી શકે, પરંતુ તમને Studio Ghibli ની આઇકોનિક ઝલક ચોક્કસપણે મળશે.

Grok નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવવી Ghibli images

  • જો તમે ઇચ્છો, તો તમે ગ્રોક જેવા અન્ય જનરેટિવ એઆઇ ટૂલ્સ સાથે Ghibli-સ્ટાઇલ આર્ટવર્ક બનાવી શકો છો. જાણો રીત.
  • તમે જે પ્રકારની Ghibli ઇમેજ બનાવવા માંગો છો તેના જેવી મળતી ઇમેજ અપલોડ કરો.
  • એલોન મસ્કની માલિકીનું પ્લેટફોર્મ પણ કોઇ ફોટાને Ghibli પ્રેરિત ઇમેજમાં ફેરવી શકે છે. જો કે આ આર્ટવર્ક અને જીપીટી-4ઓ દ્વારા બનાવવામાં આવેલી આર્ટવર્કમાં ફરક હોઇ શકે છે.

Web Title: Viral ai ghibli image trend open ai chatgpt 4o new image generator how to create ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×