scorecardresearch
Premium

Triumph Thruxton 400 Launch: બાઇક લવર્સ માટે ટ્રાયમ્ફ થ્રક્સટન 400 ભારતમાં લોન્ચ, રોયલ એનફિલ્ડ ને આપશે ટક્કર

Triumph Thruxton 400 Launch Price India : ટ્રાયમ્ફ થ્રક્સ્ટન 400 ભારતમાં લોન્ચ થઇ છે, જેની રોયલ એનફિલ્ડ કોન્ટિનેન્ટલ જીટી 650 બાઇક સાથે સીધ ટક્કર થશે. અહીં જાણો આ કાફે રેસર બાઇકની ડિઝાઇનથી લઇને પાવરટ્રેન સુધીની દરેક નાની-મોટી વિગતો.

Triumph Thruxton 400 Price And Features | triumph motorcycles | Triumph Thruxton 400 launch
Triumph Thruxton 400 Price In India : ટ્રાયમ્ફ થ્રક્સ્ટન 400 મોટરસાઇકલ 3 કલર ઓપ્શન રેડ, યલો, બ્લેક એન્ડ વ્હાઇટમાં ઉપલબ્ધ છે.

Triumph Thruxton 400 Launch In India : ટ્રાયમ્ફે ભારતમાં ટ્રાયમ્ફ થ્રક્સટન 400 લોન્ચ કરી છે. આ સાથે ટ્રાયમ્ફે બાઇક લવર્સના ઇંતેજારનો અંત આવ્યો છે. કંપની આ બાઇકને 2.74 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, ભારત)ની પ્રારંભિક કિંમત સાથે બજારમાં રજૂ કરી છે. આ કાફે રેસર બાઇકને સ્પીડ 400 પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. અહીં જાણો આ કાફે રેસર બાઇકની ડિઝાઇનથી લઇને પાવરટ્રેન સુધીની દરેક નાની-મોટી વિગતો.

Triumph Thruxton 400 : શું નવું અને ખાસ છે?

ટ્રાયમ્ફ થ્રક્સ્ટન 400 બાઇકને અન્ય મોટરસાઇકલ કરતા અલગ બનાવે છે તેની સ્ટાઇલિંગ, જેમાં થ્રક્સટન બેજિંગથી સજ્જ નવી સાઇડ પેનલનો સમાવેશ થાય છે, જેમાં હાફ બિકિની ફેરિંગ, ક્લિપ-ઓન બાર, બાર-એન્ડ મિરર, રિમોટ બ્ર્ોક રિઝવોયર, સ્પીડ 400ના ગોલ્ડન કલરની જગ્યાએ બ્લેક યુએસડી ફોર્ક અને બ્રશ એલ્યુમિનિયમ એક્સેન્ટનો સમાવેશ થાય છે.

પાછળના ભાગમાં, થ્રક્સટોને સ્પીડ 400ની ગોળાકાર ટેલ લાઇટના સ્થાને સ્કેવર યુનિટ મૂક્યું છે. ફ્યૂઅલ ટેન્કની ડિઝાઇનમાં નજીવા ફેરફારો થાય છે, જેમાં ટ્રાયમ્ફ લોગો માટે નવા ઇનસેટનો સમાવેશ થાય છે, અને આગળની તરફ ઝુકેલી રાઇડિંગ પોશ્ચરને અનુરૂપ રાઇડર ફૂટપેગનું સ્થળાંતર થાય છે.

Triumph Thruxton 400 : એન્જિન સ્પેસિફિકેશન્સ

થ્રક્સ્ટન 400માં સ્પીડ 400 જેવું જ 398સીસી, લિક્વિડ-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, પરંતુ તેને સ્પોર્ટી લુક આપવા માટે રિટ્યૂન કરવામાં આવ્યું છે, જે બાદ આ એન્જિન 42 એચપી પાવર અને 37.5 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને સિક્સ-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે, જેમાં માસ સ્લિપર ક્લચ આપવામાં આવ્યું છે.

ફીચર્સની વાત કરીએ તો, થ્રક્સ્ટનને સ્પીડ 400 જેવા જ ફીચર્સ મળે છે, જેમાં વર્ટિકલ રેવ કાઉન્ટર અને ગીયર પોઝિશન ઇિન્ડકેટર સાથે સમાન ડિજિટલ-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હોય છે. સેફ્ટી ફ્રન્ટની વાત કરીએ તો બાઇકમાં ડ્યુઅલ ચેનલ એબીએસ અને ટ્રેક્શન કંટ્રોલ મળે છે. ટ્રાયમ્ફ થ્રક્સ્ટન 400 ત્રણ કલર ઓપ્શન રેડ, યલો, બ્લેક એન્ડ વ્હાઇટમાં ઉપલબ્ધ છેઃ

Web Title: Triumph thruxton 400 launch india price engine features key details know here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×