Best 5G smartphones under Rs 10000 in 2025: સ્માર્ટફોન ખરીદતી વખતે કિંમત થી લઇ ફીચર્સ, કેમેરા અને બેટરી જેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ. જો તમે વર્ષ 2025 માં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 10000 રૂપિયાથી ઓછું છે, તો બજારમાં તમારા બજેટમાં ઘણા શાનદાર સ્માર્ટફોન ઉપલબ્ધ છે. જેમા 5G કનેક્ટિવિટી સાથે પાવરફુલ કેમેરા અને ફીચર્સ આવે છે. આજે અમે તમને 10000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા ટોપ 5 5જી સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ, જે વેલ્યુ ફોર મની છે. ચાલો આ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે
Samsung Galaxy A14 5G : સેમસંગ ગેલેક્સી એ14 5જી
સેમસંગ ગેલેક્સી એ14 5જી સ્માર્ટફોન 10000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ બેસ્ટ બજેટ સ્માર્ટફોન છે. સેમસંગના આ હેન્ડસેટને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. આ ડિવાઇસમાં સિગ્નેચર સેમસંગ ડિઝાઇન છે અને પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આવેછે. આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ OneUI 6 સાથે આવે છે. જો તમે ટોપ બ્રાન્ડ અફોર્ડેબલ 5G ફોન લેવાનું વિચારી રહ્યા છો તો સેમસંગ ગેલેક્સી A14 5G વિશે વિચાર કરી શકાય છે.
Motorola G35 5G : મોટોરોલા જી35 5જી
મોટોરોલા જી35 5જી કંપનીનો લેટેસ્ટ બજેટ ફોન છે, જે 10,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં પરફેક્ટ 5જી ડિવાઇસ છે. તે સૌથી પ્રીમિયમ દેખાતો ફોન પણ છે જે 9999 રૂપિયામાં વીગન લેધર ફિનિશ સાથે આવે છે. હેન્ડસેટ સ્ટોક એન્ડ્રોઇડ પર ચાલે છે અને તેમાં 5000mAh મોટી બેટરી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે જે ફુલએચડી + રિઝોલ્યુશન ડિસ્પ્લે આપે છે. કિંમતની રીતે આ ફોન ખૂબ જ શાનદાર ફીચર્સ આપે છે.
Redmi A4 5G : રેડમી એ4 5જી
રેડમી એ4 5જી સ્માર્ટફોન 8499 રૂપિયાની કિંમતે બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તો 5જી મોબાઇલ છે. જો કે, આ ફોન સ્ટેન્ડઅલોન (એસએ) 5જી નેટવર્કને સપોર્ટ કરે છે અને તેમાં નોન-સ્ટેન્ડઅલોન (એનએસએ) 5જી નેટવર્ક કામ કરશે નહીં. આ સ્માર્ટફોન જિયોના 5જી નેટવર્કને સપોર્ટ કરશે અને એરટેલ અને Viના NSA બેઝ્ડ નેટવર્ક પર કામ કરશે નહીં.
Redmi 13C 5G : રેડમી 13સી 5જી
રેડમી 13સી 5જી સ્માર્ટફોનન 9099 રૂપિયાની કિંમતના રેડમી એ4 5જી સ્માર્ટફોનથી વિપરીત મોબાઇલ છે અને તે SA અને NSA બંને નેટવર્કને સપોર્ટ કરે છે. પહેલા બે ઓપ્શન ઉપરાંત આ ફોનમાં 90Hz HD + રિઝોલ્યૂશન સ્ક્રીન આપવામાં આવી છે. આ ડિવાઇસમાં પાવરફુલ મીડિયાટેક ડિમેન્સિટી 6100+ પ્રોસેસર આવે છે. આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
Poco M6 5G : પોકો એમ6 5જી
પોકો એમ6 5જી સ્માર્ટફોન 8499 રૂપિયાની કિંમતમાં વેલ્યુ ફોર મની બજેટ સ્માર્ટફોન છે જે 5જીને સપોર્ટ કરે છે. પોકો એમ6 5જી લગભગ રેડમી 13સી જેવું લાગે છે પરંતુ તેની કિંમત ઓછી છે. તે એક શાનદાર બજેટ સ્માર્ટફોન છે જે SA અને NSA 5G નેટવર્કને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં 5000mAh મોટી બેટરી આપવામાં આવી છે અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.