scorecardresearch
Premium

Top 10 Best Selling Smartphone : નવો મોબાઇલ ખરીદવો છે? દુનિયાના ટોપ-10 બેસ્ટ સેલિંગ સ્માર્ટફોનની યાદી ચેક કરો અને પછી નક્કી કરો

Top 10 Best Selling Smartphone World : દુનિયાભરમાં સૌથી વધુ વેચાયેલા ટોપ-10 સ્માર્ટફોનની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં બે કંપનીના સ્માર્ટફોનનો દબદબો છે. જો તમે નવો મોબાઇલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો લિસ્ટ જોયા બાદ નિર્ણય લે

Samsung | Samsung Galaxy S23 Ultra | Samsung Smartphone
આ 10 વિશ્વભરમાં સૌથી વધુ વેચાતા સ્માર્ટફોન

Best Selling Smartphones In The World 2023 : સ્માર્ટફોન માર્કેટમાં બે સૌથી મોટી ટેક કંપનીઓ એપલ અને સેમસંગ છે. વર્ષ 2023ના બીજા ક્વાર્ટરમાં વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટમાં Apple અને Samsung વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવા મળી હતી. હવે કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના ગ્લોબલ હેન્ડસેટ મોડલ સેલ્સ રિપોર્ટમાં જુલાઈ-સપ્ટેમ્બર 2023ના ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ વેચાતા 10 સ્માર્ટફોનની યાદી જાહેર કરવામાં આવી છે. જો કે ગયા વર્ષની સરખામણીમાં સ્માર્ટફોનના વેચાણમાં 9 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ લેટેસ્ટ સ્માર્ટફોન મોડેલોએ મોટી સંખ્યામાં ગ્રાહકોને આકર્ષ્યા છે. અમે તમને દુનિયાભરમાં સૌથી વધુ વેચાયેલા ટોપ-10 સ્માર્ટફોન મોડલ્સ વિશે જણાવી રહ્યા છીએ…

સમગ્ર દુનિયામાં સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનની યાદીમાં એપલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને ટોપ-10 બેસ્ટ સેલિંગ સ્માર્ટફોનમાં પણ મોટાભાગના ડિવાઇસ એપલના છે. ક્યૂપર્ટિનો કંપનીએ યાદીમાં પ્રથમ ત્રણ નંબર કબજે કર્યા છે.

એપલ આઈફોન 14 (Apple iPhone 14)

એપલ આઈફોન 14 (Apple iPhone 14) સ્માર્ટફોન સપ્ટેમ્બર 2022માં લોન્ચ થયો હતો. એપલનો આ ફોન દુનિયામાં સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનની યાદીમાં નંબર વન પર છે.

એપલ આઈફોન 14 પ્રો મેક્સ (Apple iPhone 14 Pro Max)

એપલ આઈફોન 14 પ્રો મેકસ (Apple iPhone 14 Pro Max) પણ ગત વર્ષ 2022 લૉન્ચ કરવામાં આવ્યો હતો અને તે iPhone 14 સિરીઝનો સૌથી પ્રીમિયમ ફોન છે. આ સ્માર્ટફોન વિશ્વભરમાં સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનની યાદીમાં બીજા ક્રમે છે. આ ફોન શાનદાર ફોટોગ્રાફી અને બેસ્ટ પરફોર્મન્સ માટે જાણીતો છે.

એપલ આઈફોન 14 પ્રો (Apple iPhone 14 Pro)

એપલ આઈફોન 14 પ્રો (Apple iPhone 14 Pro) આ યાદીમાં ત્રીજા ક્રમે છે. Appleનો આ સ્માર્ટફોન સપ્ટેમ્બર 2022માં પણ લૉન્ચ થયો હતો. તેની આકર્ષક ડિઝાઈન અને બહેતર પરફોર્મન્સને કારણે આ ફોનને દુનિયાભરના યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો.

સેમસંગ ગેલેક્સી એ14 (Samsung Galaxy A14)

સેમસંગ ગેલેક્સી એ14 (Samsung Galaxy A14) એ કંપનીનો અફોર્ડેબલ સ્માર્ટફોન છે અને તે વિશ્વભરમાં સૌથી વધુ વેચાતા ફોનની યાદીમાં ચોથા ક્રમે છે.

સેમસંગ ગેલેક્સી એ54 ((Samsung Galaxy A54)

સેમસંગ ગેલેક્સી એ54 (Samsung Galaxy A54) સ્માર્ટફોન તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને લાંબી બેટરી લાઈફને કારણે દુનિયાભરના ગ્રાહકોની પસંદગી બની ગયો છે. આ મોબાઇલ વિશ્વમાં સૌથી વધુ વેચાતા ફોનની યાદીમાં પાંચમા નંબરે રહ્યો છે.

સેમસંગ ગેલેક્સી એ14 5જી (Samsung Galaxy A14 5G)

સેમસંગ ગેલેક્સી એ14 5જી (Samsung Galaxy A14 5G) સ્માર્ટફોન ટોપ-10 બેસિંગ સ્માર્ટફોનની યાદીમાં છઠ્ઠા નંબર પર છે. ઓછી કિંમત અને એડવાન્સ્ડ ટેક્નોલોજીને કારણે, આ સ્માર્ટફોન લોકપ્રિય પસંદગી બની ગયો.

સેમસંગ ગેલેક્સી એ23 અલ્ટ્રા (Samsung Galaxy S23 Ultra)

સેમસંગ ગેલેક્સી એ23 અલ્ટ્રા (Samsung Galaxy S23 Ultra) એ Samsungનું ફ્લેગશિપ મોડલ છે. અને આ સ્માર્ટફોન સૌથી વધુ વેચાતા મોબાઇલની યાદીમાં આઠમા નંબરે રહ્યો. એડવાન્સ્ડ કેમેરા સિસ્ટમ, પાવરફુલ પરફોર્મન્સ અને શાનદાર ડિસ્પ્લે સાથે, તે વર્ષના બેસ્ટ સ્માર્ટફોન પૈકીનો એક છે.

સેમસંગ ગેલેક્સી A04e (Samsung Galaxy A04E)

સેમસંગ ગેલેક્સી A04E (Samsung Galaxy A04E) વિશ્વના સૌથી વધુ વેચાતા ફોનની યાદીમાં નવમા નંબરે હતો. તેની બજેટ કિંમતના પગલે દુનિયાભરમાં આ મોબાઇલનું જબરદસ્ત વેચાણ થયું છે.

આ પણ વાંચો | ટોપ બ્રાન્ડ્સના આ સ્માર્ટફોન ઓક્ટોબરમાં થશે લોન્ચ, આવા હશે ફીચર્સ

સેમસંગ ગેલેક્સી A34 (Samsung Galaxy A34)

સેમસંગ ગેલેક્સી A34 (Samsung Galaxy A34) સ્માર્ટફોન વિશ્વમાં સૌથી વધુ વેચાતા ફોનની યાદીમાં દસમા નંબરે છે. આ ફોન સસ્તી કિંમતે વધુ બેસ્ટ પ્રદર્શન આપે છે.

Web Title: Top 10 best selling smartphone in world 2023 apple iphone samsung galaxy phone in top list as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×