scorecardresearch
Premium

Threads vs Twitter : માર્ક ઝુકરબર્ગનું થ્રેડ્સ એલોન મસ્કના ટ્વિટરને ટક્કર આપશે; અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કેવી રીતે અલગ છે, યુઝર્સની પ્રાઇવસી માટે શું છે?

Mark Zuckerberg Threads vs Elon Musk Twitter : માર્ક ઝુકરબર્ગનું થ્રેડ્સ એ Twitter જેવું જ પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારા વિચારો શેર કરી શકો છો, 500 શબ્દો સુધી તમે લખાણ લખી શકો છો અને પાંચ મિનિટ સુધીના વીડિયો અપલોડ કરી શકો છો.

Threads app
મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે થ્રેડ્સે સાત કલાકમાં 10 મિલિયન સાઇન-અપ્સ કર્યા છે. (Image credit: Anuj Bhatia/Indian Express)

Threads app user privacy all details here : એલોન મસ્કની માલિકીનું ટ્વિટર ઘણી બાબતોમાં બદલાઇ ગયુ છે. પૈસા ચૂકવીને બ્લુ ટિક અપાય છે, નિયમો અને કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આને કારણે, ઘણા લોકોનો ટ્વિટરમાંથી રસ ઓછો થઇ રહ્યો છે, બ્લુ ટિક માટે પેમેન્ટ કરવાનું બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક એટલે કે મેટા ઇન્કના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ લોકોની આ નારાજગીનો ફાયદો ઉઠાવી ટ્વિટરને ટક્કર આપવા જઈ રહ્યા છે. ઝુકરબર્ગે ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સની (Instagram Threads) ઘોષણા કરવામાં આવી છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે Instagram Threads ટ્વિટર જેવું જ એક પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારા મનની વાત શેર કરી શકશો, 500 શબ્દોમાં તમારું ટેક્સ્ટ લખી શકશો અને પાંચ મિનિટ સુધીના વીડિયો અપલોડ કરી શકશો. પરંતુ હજુ પણ લોકોના મનમાં ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ અંગે ઘણા પ્રશ્નો છે. અહીંયા તમારા બધા પ્રશ્નોના જવાબ સંભવિત મળી જશે

ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ (Instagram Threads) શું છે?

સરળ શબ્દોમાં કહીએ તો, આ ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ (Instagram Threads) ટ્વિટરનું બીજું સ્વરૂપ છે. જે રીતે લોકો ટ્વિટર પર દરેક બાબત વિશે ટ્વિટ કરે છે, તમે InstagramThreads પર તે જ કામ કરી શકો છો. તેને ઇન્સ્ટાગ્રામની એક ટીમ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે.

થ્રેડ્સ એ મેટાનું એક તદ્દન નવું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ છે. નોંધનિય છે કે, મેટા ઇન્ક અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ WhatsApp, Facebook અને Instagram ની માલિકી ધરાવે છે. આ એપ્લિકેશનને Instagram ટીમ દ્વારા ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવી છે અને તેને ટેક્સ્ટ અપડેટ્સ શેર કરવા અને જાહેર વાર્તાલાપમાં જોડાવા માટેના પ્લેટફોર્મ તરીકે દર્શાવવામાં આવે છે.

થ્રેડ્સ પર લોગ-ઇન કેવી રીતે કરવું?

રસપ્રદ વાત એ છે કે, થ્રેડ્સ પ્લેટફોર્મ તમારા કરન્ટ Instagram નેટવર્કનો ઉપયોગ કરે છે. તેનો અર્થ એ કે તમારે થ્રેડ્સ માટે સાઇન અપ કરવા માટે તમારા Instagram એકાઉન્ટનો ઉપયોગ કરવો પડશે. મેટા નોંધે છે કે જે યુઝર્સની ઉંમર 18 વર્ષથી નાની નાની છે તેઓ ડિફોલ્ટ પ્રાઇવેટ ખાનગી પ્રોફાઇલ મેળવશે.

કામની બાબતે થેડ્સ ટ્વિટરથી કેવી રીતે અલગ પડે છે?

થ્રેડ્સ એ ટ્વિટરનું એક સ્વરૂપ એટલે કે ક્લોન છે, ભલે મેટા દાવો કરે કે Instagram એ સોશિયલ મીડિયા પર અમે જે રીતે વિઝ્યુઅલ કન્ટેન્ટ શેર કરીએ છીએ તે રીતે કેવી રીતે બદલાયું તે પછી એપ્લિકેશનનું મોડેલ બનાવવામાં આવ્યું છે. સાચું કહું la, થ્રેડ્સ ટ્વિટરની જેમ જ કામ કરે છે. પ્લેટફોર્મ મુખ્યત્વે શબ્દો વાર્તાલાપની સુવિધા આપે છે, અને તમારી પોસ્ટ્સ – જેને “થ્રેડ્સ” કહેવામાં આવે છે તે પ્રત્યેક 500 અક્ષરો સુધી મર્યાદિત છે, જે ટ્વિટરના 280-અક્ષરની મર્યાદા કરતાં વધારે છે. મેટાના પ્લેટફોર્મ પર, તમે અન્ય લોકોનો તેમના યુઝર્સ નામની સામે @ ચિહ્નનો ઉપયોગ કરીને થ્રેડમાં ઉલ્લેખ કરો છો અને અન્ય કોઈની પોસ્ટનો જવાબ આપી શકો છો. જેમ તમે Twitter પર કરો છો, તેમ તમે કોઈ બીજાના થ્રેડ્સને ક્વોટ અથવા રીટ્વીટ પણ કરી શકો છો. લૉન્ચ વખતે, જે ખૂટે છે તે છે સીધો સંદેશ અથવા કોઈને DM કરવાની ક્ષમતા. જો કે, ટ્વિટરથી વિપરીત, થ્રેડ્સ પર પોસ્ટ કર્યા પછી તેને એડિટ કરવાની કોઈ રીત નથી.

થ્રેડ્સ એપ્લિકેશન (Instagram Threads) ક્યાંથી ઉપલબ્ધ થશે?

જેવી રીતે તમે પ્લે સ્ટોર પરથી કોઈપણ એપ ડાઉનલોડ કરો છો, તેવી જ રીતે આ ઈન્સ્ટાગ્રામ થ્રેડ્સ પણ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમારી પાસે iPhone છે, તો તમે Apple App Store પરથી આ એપ ડાઉનલોડ કરી શકો છો.

થ્રેડ્સ ફીડ કેવી રીતે કાર્ય કરે છે?

થ્રેડ્સનો ઉપયોગ ટ્વિટરથી અલગ નથી. એપ્લિકેશન ખોલવાથી “થ્રેડ” લાઇક કરવા, રિ-પોસ્ટ કરવા, જવાબ આપવા અથવા ક્વોટ કરવા માટેના બટનો દેખાય છે. થ્રેડ્સમાંથી પસાર થવું સરળ છે અને હાલમાં ફીડ એવા એકાઉન્ટ્સથી ભરેલું છે કે જેને તમે ફોલોઅર્સ નથી અથવા જેને ઓળખતા નથી. ફીડ, અલબત્ત, એકવાર તમારા નેટવર્કમાં વધુ લોકો થ્રેડ્સ માટે સાઇન અપ કરશે ત્યારે બદલાશે. એલોન મસ્કના ટ્વિટરથી વિપરીત, થ્રેડ્સ હેશટેગ્સનો ઉપયોગ કરતા હોય તેવું લાગતું નથી અને તેમાં ટ્રેન્ડિંગ સેક્શન નથી. તે યુઝર્સને એક પોસ્ટમાં 10 જેટલા ફોટા શેર કરવાની પણ મંજૂરી આપે છે – તેવી જ મર્યાદા Instagram પર પણ લાગુ પડે છે.

શું ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ મૂળ રીતે જોડાયેલા છે?

જ્યારે તમે થ્રેડ્સમાં ફોટા અને વીડિયો શેર કરો છો, ત્યારે તે Instagram પોસ્ટ્સ અથવા રીલ્સ તરીકે દેખાતા નથી. તેનો અર્થ એ છે કે Instagram અને થ્રેડ્સ બંને મૂળ રીતે જોડાયેલા નથી.

થ્રેડ્સ સુરક્ષિત છે?

થ્રેડ્સમાં એવા જ ફિચરોઓ છે જે યુઝર્સના સલામતીના દૃષ્ટિકોણથી Instagramમાં છે. ઉદાહરણ તરીકે, તમે એવા કન્ટેન્ટને ફિલ્ટર કરી શકો છો જેમાં તમને રસ ન હોય – કંઈક જે તમે પહેલેથી જ Instagram પર કરી શકો છો. તે ઉપરાંત, તમે એ પણ કન્ટ્રોલ કરી શકો છો કે કોણ તમને જવાબ આપી શકે છે અથવા બિલ્ટ-ઇન વર્ડ ફિલ્ટર સહિતની પોસ્ટમાં તમારો ઉલ્લેખ કરી શકે છે જેથી તે શબ્દો તમારા ફીડમાં અથવા તમારા જવાબોમાં ન દેખાય.

યુઝર્સની પ્રાઇવેસી કેવી રીતે રહેશે?

ટ્વિટરની જેમ, થ્રેડ્સ એકાઉન્ટ્સ પબ્લિક અથવા પ્રાઇવેટ એકાઉન્ટ હોઈ શકે છે. તમે ઇન્સ્ટાગ્રામ પર જે એકાઉન્ટ્સ બ્લૉક કર્યા છે તે થ્રેડ્સ પર પણ ઑટોમૅટિક રીતે બ્લૉક થઈ જાય છે અને તમે સીધા થ્રેડ એપ્લિકેશનમાંથી એકાઉન્ટ્સને અનફૉલો, પ્રતિબંધિત અથવા બ્લૉક કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે, આ કંપની યુઝર્સના ડેટા એકત્ર કરવા માટે કુખ્યાત છે અને તે તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે જોતાં યુઝર્સની પ્રાઇવસી – ગોપનીયતા માટે મેટા પર વિશ્વાસ કરવાની વાત આવે ત્યારે હંમેશા શંકા રહે છે.

શું થ્રેડ્સ પર કોઈ જાહેરાતો જોવા મળશે?

હાલની માટે થ્રેડ્સ પર કોઈ જાહેરાતો નથી પરંતુ તે ટૂંક સમયમાં બદલાશે. મેટા અને અન્ય મોટી ટેક કંપનીઓ યુઝર્સને તેમના લોકેશન, લિંગ, ઉંમર અને રસની બાબતોના આધારે “સંબંધિત” જાહેરાતોને ટાર્ગેટ બનાવે છે. તે મેટાનું બિઝનેસ મોડલ છે અને ખૂબ જ સંભવ છે કે, કંપની ટૂંક સમયમાં જ જાહેરાતો સાથે થ્રેડ્ યુઝર્સને ટાર્ગેટ કરશે.

આ પણ વાંચોઃ થ્રેડસના લોન્ચિંગ પછી તરત ટ્વિટરએ લોગીન રિસ્ટ્રિક્શન હટાવ્યું, યુઝર રજીસ્ટ્રેશન કર્યા વગર ટ્વિટ જોઈ શકશે

મેટાા થ્રેડ્સથી ટ્વિટરે ગંભરાવવાની જરૂર છે?

Twitterને કઇ થઇ રહ્યુ નથી. અલબત્ત ઓછામાં ઓછા ટૂંકા સમયગાળા માટે. પરંતુ થ્રેડ્સ ટ્વિટરને પડકાર આપી શકે છે કારણ કે ટેસ્લાના સીઇઓ એલોન મસ્કનું પદ સંભાળ્યું ત્યારથી પ્લેટફોર્મ બહુ અસ્થિર બન્યું છે. થ્રેડ્સનું લોન્ચિંગ યોગ્ય સમયે છે અને તે મેટાના ટ્વિટર ક્લોનને વધુ રસપ્રદ બનાવે છે. નીતિનિયમોમાં ફેરફારથી લઈને જાહેરાતકર્તાઓના પલાયન સુધી ટ્વિટર એક પછી એક વિવાદોથી ઘેરાઈ રહ્યું છે, ટ્વિટરનો મુખ્ય યુઝર્સ બેઝ વૈકલ્પિક એપ્લિકેશનો શોધી રહ્યા છે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Web Title: Threads mark zuckerberg twitter elon musk social media platforms

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×