scorecardresearch
Premium

Tecno Spark 20 Pro 5G: 108MP કેમેરા અને 5000mAh બેટરી સાથે ટેક્નો સ્પાર્ક 20 પ્રો 5જી સ્માર્ટફોન લોન્ચ, જાણો ફીચર્સ

Tecno Spark 20 Pro 5G Price And Features: ટેકનો સ્પાર્ક 20 પ્રો 5જી સ્માર્ટફોન 108 એમપી કેમેરા અને 5000mAhની બેટરી સાથે લોન્ચ થયો છે. જાણો લેટેસ્ટ ટેક્નો સ્પાર્ક સ્માર્ટફોનની ખાસિયતો

tecno spark 20 pro 5g smartphone | tecno spark 20 pro 5g launch | tecno spark 20 pro 5g price | tecno spark 20 pro 5g features | tecno spark 20 pro 5g specifications | tecno spark 20 pro 5g 108 mp camera
Tecno Spark 20 Pro 5G: ટેક્નો સ્પાર્ક 20 પ્રો 5જી સ્માર્ટફોન 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે. (Photo – So

Tecno Spark 20 Pro 5G Launch : ટેકનો સ્પાર્ક 20 પ્રો 5જી સ્માર્ટફોન લોન્ચ થયો છે. તે ટેકનો સ્પાર્ક સીરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. આ લેટેસ્ટ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત છે તેનો 108 એમપી કેમેરા, જે ફોટોગ્રાફીના અનુભવને ખાસ બનાવશે. ઉપરાંત નવા ટેકનો સ્માર્ટફોનમાં 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ ડિસ્પ્લે, મીડિયાટેક ડિમેન્સિટી 6080 5જી પ્રોસેસર, 8 જીબી રેમ અને 5000mAhની બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો નવા ટેક્નો ફોનની કિંમત અને ફીચર્સ વિશે …

ટેક્નો સ્પાર્ક 20 પ્રો 5જી કિંમત (Tecno Spark 20 Pro 5G Price)

ટેક્નો કંપનીએ હજુ સુધી ટેક્નોના આ નવા હેન્ડસેટની કિંમત વિશે માહિતી આપી નથી. આ ફોન મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયા અને લેટિન અમેરિકન બજારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફોનનું વેચાણ 20 જૂન સાઉદી અરબમાં શરૂ થશે.

ટેકનો સ્પાર્ક 20 પ્રો 5જી સ્પેસિફિકેશન્સ (Tecno Spark 20 Pro 5G Specifications)

ટેકનો સ્પાર્ક 20 પ્રો 5જી સ્માર્ટફોનમાં 6.78 ઇંચની ફુલએચડી + (1,080×2,460 પિક્સલ) ડિસ્પ્લે છે અને સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. આ ફોન ડાયનામિક પોર્ટ ફીચર સાથે આવે છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 6080 ચિપસેટ, 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ટેક્નોની મેમરી ફ્યુઝન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રેમને 16 જીબી સુધી વધારી શકાય છે.

ટેક્નો સ્પાર્ક 20 પ્રો 5જી કેમેરા (Tecno Spark 20 Pro 5G Camera)

ટેક્નો સ્પાર્ક 20 પ્રો 5જી સ્માર્ટફોન ની સૌથી મોટી ખાસિયત કેમેરા છે. કેમેરાની વાત કરીએ તો ટેક્નોના આ ફોનમાં 3X ઓપ્ટિકલ ઝૂમ સાથે 108 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર છે.

આ પણ વાંચો | વોટરપ્રુફ સ્માર્ટફોન વીવો વી40 લોન્ચ, 50MP સેલ્ફી કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ

ટેકનો સ્પાર્ક 20 પ્રો 5જી ફીચર્સ (Tecno Spark 20 Pro 5G Features)

ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ટેક્નો સ્પાર્ક 20 પ્રો 5G માપ 168.51×76.21×8.29mm છે. સિક્યોરિટી માટે તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે, હેન્ડસેટમાં બ્લૂટૂથ 5.3, જીએનએસએસ, એફએમ, એનએફસી, વાઇ-ફાઇ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-હોકાયંત્ર, જી-સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે.

Web Title: Tecno spark 20 pro 5g launch price features specifications 108 mp camera check full details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×