scorecardresearch
Premium

Redmi Note 14 SE 5G : ભારતમાં રેડમીનો નવો 5જી સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ અને બધી ડિટેલ્સ

Redmi Note 14 SE 5G : ભારતમાં લાંબી રાહ જોયા બાદ રેડમી નોટ 14 સીરીઝનો સસ્તો સ્માર્ટફોન Redmi Note 14 SE લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની સેલ 7 ઓગસ્ટ 2025ના રોજ ફ્લિપકાર્ટ પર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે

redmi note 14 se 5g, રેડમી નોટ 14 એસઇ
Redmi Note 14 SE 5G : ભારતમાં લાંબી રાહ જોયા બાદ રેડમી નોટ 14 સીરીઝનો સસ્તો સ્માર્ટફોન રેડમી નોટ 14 એસઇ લોન્ચ કરવામાં આવ્યો

Redmi Note 14 SE 5G Launched : ભારતમાં લાંબી રાહ જોયા બાદ રેડમી નોટ 14 સીરીઝનો સસ્તો સ્માર્ટફોન Redmi Note 14 SE લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનને ભારતીય બજારમાં મોટી ડિસ્પ્લે અને હાઈ રિફ્રેશ રેટ સાથે લાવવામાં આવ્યો છે. અહીં તમને આ સ્માર્ટફોનની કિંમત અને તમામ સ્પેસિફિકેશન્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

રેડમી નોટ 14 એસઇ ડિસ્પ્લે અને ડિઝાઇન

રેડમી નોટ 14 એસઇમાં 6.67 ઇંચની એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 2100 નીટ્સની પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે. ફોનની સ્ક્રીન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5થી પ્રોટેક્ટ કરવામાં આવી છે. તેમાં ફોનને લોક અને અનલોક કરવા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

રેડમી નોટ 14 SE કેમેરા

આ સ્માર્ટફોનમાં 50MPનો સોની એલવાયટી-600 પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. તે ઓઆઇએસ (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન) સાથે આવે છે. સ્માર્ટફોનમાં 8MPનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને મેક્રો કેમેરા પણ આપવામાં આવ્યો છે.

રેડમી નોટ 14 એસઇ સ્ટોરેજ અને બેટરી

આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 128GB ઈન્ટરનલ સ્ટોરેજ છે. સ્માર્ટફોનમાં 5,110mAhની વિશાળ બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ કરે છે. આ ઉપરાંત ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ ડોલ્બી એટમોસથી સજ્જ છે.

આ પણ વાંચો – કાઇનેટિકની નવા ઇ સ્કૂટર સાથે માર્કેટમાં એન્ટ્રી, 115 કિમી મળશે રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ

Redmi Note 14 SE કિંમત

કંપનીએ રેડમી નોટ 14 એસઇ સ્માર્ટફોનને 14,999 રૂપિયામાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનનો સેલ 7 ઓગસ્ટ 2025ના રોજ ફ્લિપકાર્ટ પર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. પહેલા સેલમાં ફોન પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર પસંદગીના બેંક કાર્ડ દ્વારા ચુકવણી પર ઉપલબ્ધ થશે.

તમને જણાવી દઈએ કે રેડમી નોટ 14 સીરીઝમાં 3 સ્માર્ટફોન રેડમી નોટ 14 5જી, રેડમી નોટ 14 પ્રો 5જી અને રેડમી નોટ 14 પ્રો + 5જી સામેલ છે. હવે આ લિસ્ટમાં વધુ એક નવું નામ જોડાઈ ગયું છે.

Web Title: Technology news redmi note 14 se 5g launched in india know price features and other details ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×