scorecardresearch
Premium

Pixel 10 Series પરથી 20 ઓગસ્ટે ઉંચકાશે પડદો, જાણો કિંમત, કેમેરા, ડિસ્પ્લે અને બેટરીની વિગત

Google Pixel 10 Series Launch : ગૂગલ પોતાની નવી પિક્સલ 10 સીરીઝને 20 ઓગસ્ટના રોજ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આગામી ગૂગલ પિક્સલ 10 સીરીઝની લીક થયેલી કિંમત, કેમેરા અને અન્ય ડિટેલ્સ વિશે તમને જણાવીએ

Google Pixel 10, ગૂગલ પિક્સલ 10 સિરીઝ
Google Pixel 10 Series Launch : ગૂગલ પોતાની નવી પિક્સલ 10 સીરીઝને 20 ઓગસ્ટના રોજ લોન્ચ કરશે (Express Photo)

Google Pixel 10 Series Launch : ગૂગલ પોતાની નવી પિક્સલ 10 સીરીઝને 20 ઓગસ્ટના રોજ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. Google Pixel 10 Series માં ચાર નવા ડિવાઇસ- Google Pixel 10, Google Pixel 10 Pro, Google Pixel 10 Pro XL અને Google Pixel 10 Pro Fold લોન્ચ કરી શકાય છે. ગૂગલના આ અપકમિંગ ફોનમાં શું હશે ખાસ? આવો તમને જણાવીએ આગામી ગૂગલ પિક્સલ 10 સીરીઝની લીક થયેલી કિંમત, કેમેરા અને અન્ય ડિટેલ્સ વિશે.

ગૂગલ પિક્સલ 10 ડિઝાઇન

પિક્સલ 10 શ્રેણીમાં સ્લિમ પ્રોફાઇલ સાથે આઇકોનિક હોરિઝોન્ટલ કેમેરા સેટઅપ મળવાની અપેક્ષા છે. લીક થયેલા અહેવાલો સૂચવે છે કે આ ફોન્સ વધુ સારી પકડ માટે ટાઇટેનિયમ ફ્રેમ અને પાછળની બાજુએ વધુ રિફાઇન્ડ મેટ ગ્લાસ સાથે આપવામાં આવશે. આ ફોનને ઓબ્સિડિયન બ્લેક, પોર્સેલેન વ્હાઇટ અને લિમિટેડ-એડિશન એમરલ્ડ ગ્રીન કલર જેવા નવા રંગોમાં લોન્ચ કરી શકાય છે.

ગૂગલ પિક્સલ 10 ડિસ્પ્લે

આ સ્માર્ટફોનમાં 6.3 ઇંચની મોટી LTPO OLED ડિસ્પ્લે મળવાની આશા છે, જેનો રિફ્રેશ રેટ 144 હર્ટ્ઝ હોઇ શકે છે. ડિસ્પ્લેને સરળ એનિમેશન અને વધુ સારી ગેમિંગ પ્રદર્શન સાથે ઉપલબ્ધ કરાવી શકાય છે. ગૂગલ તેના હરીફો સાથે સ્પર્ધા કરવા માટે આઉટડોર બ્રાઇટનેસ લેવલ વધારવા પર પણ કામ કરી રહ્યું છે.

ગૂગલ પિક્સલ 10 પ્રોસેસર

પિક્સલ 10 સિરીઝ ડિવાઇસને ગૂગલના ઇન-હાઉસ Tensor G5 ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવશે. જોકે ગૂગલે આ ચીપસેટને 3m ફેબ્રિકેશન પ્રોસેસ પર પ્રોડ્યુસ કરવા માટે TSMC સાથે ભાગીદારી કરી છે. ટેન્સર ચિપસેટનો ઉપયોગ પિક્સેલ સ્માર્ટફોન માટે કરવામાં આવ્યો છે અને અગાઉના ગૂગલ પિક્સેલ ફોનમાં હીટિંગના અહેવાલો આવ્યા હતા. આશા છે કે, આ વર્ષે આવતા ફોનમાં આવું નહીં થાય. જોકે આ ડિવાઇસ એન્ડ્રોઇડ 15 સાથે લોન્ચ કરવામાં આવશે. આ વખતે પિક્સલ ડિવાઇસિસની રેમ સાઇઝ પણ વધશે. આ ઉપરાંત નવા એઆઈ ફીચર્સ પણ લોન્ચ કરી શકાય છે.

ગૂગલ પિક્સલ 10 કેમેરા

પિક્સલ 10 સિરીઝમાં હોરિઝોન્ટલ કેમેરા મોડ્યુલ મળવાની અપેક્ષા છે. કેમેરા મોડ્યુલને પિક્સલ સ્માર્ટફોનની ઓળખ માનવામાં આવે છે અને આ વખતે તે સ્લિમ હોવાની અપેક્ષા છે. આ સિવાય આ ડિવાઇસને Astrophotography 2.0 અને અપગ્રેડેડ લો-લાઇટ શૂટિંગ જેવા નવા ફીચર્સ સાથે લોન્ચ કરી શકાય છે. કેમેરાને 50MP પ્રાઇમરી, 48MP અલ્ટ્રાવાઇડ અને 11MP ટેલિફોટો સેન્સર સાથે ઓફર કરી શકાય છે.

આ પણ વાંચો – Apple નો મોટો પ્લાન! કંપની જલ્દી લાવી શકે છે સસ્તુ MacBook, જાણો શું હશે કિંમત

Google Pixel 10 બેટરી, ચાર્જિંગ

ગૂગલ પિક્સલ 10 ડિવાઇસમાં 4800mAh મોટી બેટરી આપવામાં આવી શકે છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ સિવાય ફોનમાં વાયરલેસ અને રિવર્સ વાયરલેસ ચાર્જિંગ મળવાની આશા છે. ગૂગલ એઆઈ ઓપ્ટિમાઇઝેશન દ્વારા બેટરી આરોગ્ય સંચાલનમાં સુધારો કરે તેવી અપેક્ષા છે.

Google Pixel 10 સિરીઝની અપેક્ષિત કિંમત

ગૂગલ પિક્સલ 10ની વાત કરીએ તો આ ફોનને 79,999 રૂપિયાની પ્રારંભિક કિંમતમાં ઉપલબ્ધ કરાવી શકાય છે. આ ડિવાઇસને ઓબ્સિડિયન, ફ્રોસ્ટ, ઇન્ડિગો અને લિમોનસેલો કલરમાં ઓફર કરી શકાય છે.

ગૂગલ પિક્સલ 10 પ્રો ભારતમાં 90,600 રૂપિયાની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી આશા છે. આ ડિવાઇસ પોર્સેલેન, જેડ, મૂનસ્ટોન અને ઓબ્સિડિયન રંગોમાં આપી શકાય છે.

ગૂગલ પિક્સલ 10 Pro XL સ્માર્ટફોનને 1,17,700 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરી શકાય છે. ફોનને પ્રો મોડલ વાળા કલરમાં રજુ કરવામાં આવશે.

ગૂગલના ફ્લેગશિપ ફોલ્ડેબલ ગૂગલ પિક્સલ 10 પ્રો ફોલ્ડને 1,79,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે બજારમાં લોન્ચ કરી શકાય છે. આ ડિવાઇસ જેડ અને મૂનસ્ટોન કલરમાં રજુ કરવામાં આવશે.

Web Title: Technology news google pixel 10 series launch 20 august leaked price camera design in india ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×