TCS, Debit – Credit Card, LIC ruls change from 1 October 2023 : 1 ઓક્ટોબરથી અમુક મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે જે તમારા ખિસ્સા અને નાણાંકીય આયોજનને અસર કરશે. તો ચાલો અમે તમને જણાવીએ કે 1લી ઓક્ટોબરથી શું ફેરફાર થવા જઈ રહ્યા છે. આમાં TCS, નવા ડેબિટ/ક્રેડિટ કાર્ડ નિયમો અને એલઆઇ સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે.
TCSના નવા દરો 1 ઓક્ટોબરથી લાગુ થશે (New TCS Rates)
ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS)ના નવા દર 1 ઓક્ટોબર, 2023થી લાગુ થશે. જો તમારો ખર્ચ નાણાકીય વર્ષમાં નાણાંકીય રકમની મર્યાદા કરતાં વધી જાય, તો તમારે TCS ચૂકવવો પડશે. ભલે તમે વિદેશમાં મુસાફરી કરતા હોવ અથવા ફોરેન ઇક્વિટીમાં રોકાણ કરતા હોવ. થોડાક દિવસો પહેલા સરકારે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષમાં 7 લાખ રૂપિયાની મર્યાદાથી વધુ પર 20 ટકા TCS વસૂલવામાં આવશે. આનો અર્થ એ છે કે વિદેશ જવું તમારા માટે મોંઘું સાબિત થઈ શકે છે.
ડેબિટ કાર્ડ- ક્રેડિટ કાર્ડનો નવો નિયમ (Debit – Credit Card Rules)
રિઝર્વ બેંક એ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા પ્રીપેડ કાર્ડ માટે નેટવર્ક પસંદ કરવાની સુવિધા આપી છે. અત્યાર સુધી, જ્યારે તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતા હતા, ત્યારે બેંક કાર્ડ નેટવર્ક પસંદ કરતી હતી. 1 ઓક્ટોબર, 2023થી બેંકો તેમના ગ્રાહકોને તેમના પસંદગીના કાર્ડ નેટવર્કને પસંદ કરવાની મંજૂરી આપશે.
IDBI બેંકની નવી સ્કીમ હવે 31 ઓક્ટોબર સુધી (IDBI Bans)
IDBIએ નવી એફસી સ્કીમ શરૂ કરી છે. તેનું નામ અમૃત મહોત્સવ એફડી છે. આ એફડી સ્કીમની મુદ્દત 375 અને 444 દિવસની છે. આમાં રોકાણ કરવાની છેલ્લી મર્યાદા 31 ઓક્ટોબર, 2023 છે.
બંધ એલઆઇસી પોલિસીને ફરી શરૂ કરવાની સુવિધા (LIC Policy)
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) એ બંધ થયેલી પોલિસીને ફરીથી શરૂ કરવાની સુવર્ણ તક આપી છે. એલઆઇસીની બંધ થયેલી 31 ઓક્ટોબર 2023 સુધીમાં ફરી શરૂ કરી શકાશે.
2000ની નોટ બંધ થઇ જશે (2000 Notes)
જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટો છે, તો તમે તેને 30 સપ્ટેમ્બર સુધી જ જમા અથવા બદલી શકો છો. નોંધનીય છે કે આરબીઆઈએ મે મહિનામાં કહ્યું હતું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવામાં આવી રહી છે. ઉપરાંત સીએનજી – પીએનજીની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે. તેમજ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર થઇ શકે છે.