Tata Technologies IPO Issue Price Subscription Date All Details : શેરબજારના રોકાણકારો માટે કમાણી કરવાનો એક સારો મોકો આવી રહ્યો છે. ટાટા ગ્રૂપ લગભગ 20 વર્ષ બાદ કોઇ કંપનીનો આઈપીઓ લાવી રહી છે, જેની રોકાણકારો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ આગામી અઠવાડિયે 22મી નવેમ્બરે ખુલવા જઈ રહ્યો છે અને તે 24મી નવેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. કંપનીએ આ માટે 475 થી 500 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ગ્રે માર્કેટમાં ટાટા ટેકનોલોજીના આઈપીઓનો ભારે ક્રેઝ છે અને તેમાં રોકાણકારોને લિસ્ટિંગ પર બમ્પર રિટર્ન મળવાની અપેક્ષા છે.
ટાટા ટેક્નોના આઈપીઓને લઇ ગ્રે માર્કેટમાં જબરદસ્ત ક્રેઝ (Tata Technologies IPO Issue Price Subscription Date All Details )
ટાટા ટેક્નોલોજીને લઈને ગ્રે માર્કેટમાં જબરદસ્ત ક્રેઝ છે. કંપનીનો અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં 350 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જે શેરની અપર પ્રાઈસ બેન્ડ 500 રૂપિયાના ધોરણે 70 ટકાનું પ્રીમિયમ દર્શાવે છે.

ટાટા ટેકનોલોજીના આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં
બ્રોકરેજ હાઉસ IDBI કેપિટલે ટાટા ટેકનોલોજીના આઈપીઓમાં રોકાણ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ કહે છે કે ટાટા ટેક્નોલોજીસ લિમિટેડની સર્વિસની કેટેગરીમાં આઈટી કન્સલ્ટન્સી, SAP ઇમ્લીમેંટેશન, CAD/CAM એન્જિનિયરિંગ અને ડિઝાઇન કન્સલ્ટન્સીનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2023 સુધીમાં કંપનીએ સર્વિસિસમાંથી 80%, પ્રોડક્ટ્સમાંથી 11% અને એજ્યુકેશનમાંથી 9% આવક ઉભી કરી છે. વર્ટિકલની રીતે જોઇયે તો કંપની તેની મોટાભાગની આવક ઓટોમોટિવમાંથી મેળવે છે (જેમાં ડિસરપ્શનને કારણે તંદુરસ્ત ટ્રેક્શન દેખાઇ રહ્યું છે). ઓટોમોટિવ ઉપરાંત, તે એરક્રાફ્ટ ઉત્પાદકોની ક્ષમતા વિસ્તરણ યોજનાઓ અને MRO પ્રવૃત્તિઓના નેતૃત્વમાં એરોસ્પેસમાં ટેલવિન્ડનો મુખ્ય લાભાર્થી હશે. તેની આવક અને PAT FY21-FY23 દરમિયાન 36% અને 62% ના CAGRથી વધ્યા છે. H1FY14માં અનુક્રમે 34% અને 36% YoY આવક અને PAT વૃદ્ધિ જોવા મળી છે અને અમે આગળની મજબૂત આવક વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. વેલ્યુએશન વિશે વાત કરીએ તો, તે 33x FY23 EPS સામે પિયર્સ એવરેજ 63x FY23 EPS પર વેલ્યૂડ છે.
ટાટા ટેકનોલોજીની મુખ્ય ખાસિયતો
કંપની પાસે ગ્રાહકની જરૂરિયાતોની ઊંડી સમજ સાથે કંપની ઓટોમોટિવ ઉદ્યોગમાં ઊંડી કુશળતા ધરાવે છે.
TTL EV ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને વેચાણ પછીની સેવાઓ માટે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પ્રદાન કરે છે, જે OEM ને કિંમત, ગુણવત્તા અને \સમયરેખા વચ્ચે સંતુલન જાળવીને સ્પર્ધાત્મક EV વિકસાવવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
કંપની પાસે પ્રોપરાઇટરી એક્સિલરેટર્સ દ્વારા સમર્થિત મજબૂત ડિજિટલ ક્ષમતાઓ છે.
TTL એશિયા પેસિફિક, યુરોપ અને ઉત્તર અમેરિકામાં વૈવિધ્યસભર હાજરી ધરાવે છે અને વિશ્વના ઘણા મોટા ઉત્પાદન સાહસો સાથે ભાગીદારી કરે છે.

ટાટા ટેકનોલોજીની નબળાઈ
કંપની તેની આવકનો મોટો હિસ્સો ટોચના 5 ગ્રાહકો પાસેથી મેળવવાનું ચાલુ રાખે છે. જો તેના ટોચના 5 ગ્રાહકોમાંથી કોઈપણ અથવા તમામ ગ્રાહકો તેમના વ્યવસાયમાં ઘટાડો અનુભવે છે, તેમની સાથે વેપાર કરવાનું બંધ કરે છે અથવા કંપની સાથેના તેમના વ્યવહારોમાં નોંધપાત્ર ઘટાડો કરે છે, તો કંપનીની આવકમાં ઘટાડો થઈ શકે છે.
ટાટા ટેક્નોલોજી આઈપીઓની વિગત (Tata Technology IPO Details)
ટાટા ટેક્નોલોજી કંપનીના લેટેસ્ટ RHP મુજબ, આઈપીઓમાં 60.85 મિલિયન શેરનું ઓફર ફોર સેલ થશે. ઇક્વિટી વેચનારા શેરધારકોમાં ટાટા મોટર્સ (46.3 મિલિયન શેર અથવા 11.41 ટકા હિસ્સો), આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ (9.72 મિલિયન શેર અથવા 2.4 ટકા) અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ (4.86 મિલિયન શેર અથવા 1.2 ટકા)નો સમાવેશ થાય છે.

ટાટા ટેક્નોલોજી – દુનિયાની અગ્રણી આઈટી કંપની
ટાટા ગ્રૂપની આઈટી કંપની Tata Technologies એ ડિજિટલ, એન્જિનિયરિંગ અને ટેકનિકલ સર્વિસ સેક્ટરમાં વિશ્વની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. તેના 18 વૈશ્વિક ડિલિવરી સેન્ટરો છે, જેમાં 11,000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે. ડિસેમ્બર 2022 સુધીના 9 મહિનાના સમયગાળામાં કંપનીની આવક 15 ટકા વધીને 3052 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીની કુલ આવકમાં સર્વિસ સેગમેન્ટનો ફાળો 88 ટકા છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 407 કરોડ રૂપિયા રહ્યો છે. અગાઉ 19 વર્ષ પહેલા ટાટા ગ્રપની કંપનીનો આઈપીઓ આવ્યો હતો. ટાટા ગ્રૂપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) વર્ષ 2004માં શેરબજારમાં લિસ્ટેડ થઇ હતી.
આ પણ વાંચો | આગામી સપ્તાહે ખુલશે 5 કંપનીના IPO ; શેરબજારના રોકાણકારો માટે કમાણીનો મસ્ત મોકો
ટાટા ટેક્નોલોજીની નાણાકીય વિગત
જો આપણે કંપનીના નાણાકીય વર્ષ 2023 વિશે વાત કરીએ તો તે નાણાકીય વર્ષ 2022ની સરખામણીમાં સુસ્ત રહ્યું છે. નાણાકીય વર્ષ 2023માં કંપનીની આવક 25 ટકા વધીને રૂ. 4418 કરોડ થઈ જ્યારે નફો 63 ટકા વધીને રૂ. 708 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2021 થી 2023 દરમિયાન કંપનીનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર 30 ટકા, EBITDA CAGR 46 ટકા અને PAT CAGR 61.5 ટકા રહ્યો છે.