Tata Technology And Gandhar Oil Refinery Share Listing Gains : શેર બજારમાં ટાટા ટેક્નોલોજી અને ગાંધાર ઓઈલ રિફાઇનરીના આઈપીઓમાં રોકાણકોરાને ધમાકેદાર રિટર્ન મળ્યું છે. લિસ્ટિંગના પ્રથમ દિવસ જ ટાટા ટેકનોલોજી અને ગાંધાર ઓઇલના શેરધારકોને 160 ટકાથી વધું રિટર્ન મળ્યું છે. તો તેના એક દિવસ પહેલા સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થયેલી સરકારી કંપની ઇરેડાના શેરમાં 10 ટકાની અપર સર્કિટ સાથે સતત બીજા દિવસે તેજી યથાવત રહી હતી. આમ છેલ્લા બે દિવસમાં શેરબજારમા લિસ્ટિંગ થયેલી કંપનીઓના આઈપીઓએ રોકાણકારોને બમ્પર કમાણી કરાવી છે. અલબત્ત એવા પણ કેટલા આઈપીઓ છે જેમાં રોકાણક્રરોને લિસ્ટિંગના દિવસ જ 300 ટકા સુધીનું છપ્પર ફાડ રિટર્ન મળ્યું છે. તો ચાલો જાણીયે ભારતીય શેરબજારના ઐતિહાસિક લિસ્ટિંગ ગેઇનવાળા આઈપીઓ વિશે
ટાટા ટેક્નોલોજીના આઈપીઓમાં રોકાણકારોને બમ્પર રિટર્ન (Tata Technology Share Listing Gains)
ટાટા ગ્રૂપના 20 વર્ષ બાદ આવેલા આઈપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને પબ્લિક ઇશ્યૂ 6 ગણો ભરાયો હતો. આ સાથે આઈપીઓનું ધમાકેદાર લિસ્ટિંગ થવાની અને રોકાણકારોને જંગી કમાણી થશે તેવી અપેક્ષા પહેલાથી જ હતી અને તે પૂર્ણ થઇ છે.

ટાટા ટેકનોલોજીના શેરનું 500 રૂપિયાની આઈપીઓ ઇશ્યૂ પ્રાઈસ સામે સ્ટોક એક્સચેન્જ પર 1199 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયું હતુ. જે ઇશ્યૂ પ્રાઈસની તુલનાએ 140 ટકાનું પ્રીમિયમ દર્શાવે છે. શેર તીવ્ર ઉછાળે 1400 રૂપિયાના ઇન્ટ્રા-ડે હાઇ લેવલને સ્પર્શ્યો હતો જે ઇશ્યૂ પ્રાઈસની તુલનાએ 180 ટકા રિટર્ન દર્શાવે છે. સેશનના અંતે શેર 1314 રૂપિયાના ભાવે બંધ થયો હતો. આમ ટાટા ટેક્નોલોજીના 500 રૂપિયાના શેરમાં રોકાણકારોને એક શેર દીઠ 814 રૂપિયા કે 162 ટકાનો નફો મળ્યો છે. તો આ શેર 1100 રૂપિયાની લિસ્ટિંગ પ્રાઈસથી 114 રૂપિયા વધીને 1314 રૂપિયા બંધ થયો છે, જે 10 ટકાનો વધારો દર્શાવે છે. બંધ બજારે ટાટા ટેક્નોલોજીની કુલ માર્કેટકેપ 53,314.99 કરોડ રૂપિયા રહી હતી.
ગાંધાર ઓઈલ રિફાઇનરીના શેરમાં રોકાણકારોની મૂડી બમણી થઇ (Gandhar Oil Refinery Share Listing Gains)

ટાટા ટેકનોલોજી ઉપરાંત શેરબજારમાં આજે ગાંધાર ઓઈલ રિફાઇનરીના શેરનું લિસ્ટિંગ થયુ છે અને તેમાં પણ રોકાણકારોને બમ્પર કમાણી થઇ છે. ગાંધાર ઓઈલ કંપનીનો શેર 169 રૂપિયાની ઇશ્યૂ પ્રાઈસ સામે આજે સ્ટોક એક્સચેન્જ પર 295 રૂપિયાના ભાવે ખૂલ્યો હતો, જે 75 ટકાના પ્રીમિયમે લિસ્ટિંગ ગેઇન છે. ટ્રેડિંગ સેશન દરમિયાન આ શેર 344.60 રૂપિયા ઇન્ટ્રા-ડે હાઇ થયો હતો. માર્કેટ સેશનના અંતે ગાંધાર ઓઈલ રિફાઇનરીનો શેર 301 રૂપિયાના ભાવે બંધ થયો હતો. જે ઇશ્યૂ પ્રાઈસની તુલનાએ રોકાણકારોને શેર દીઠ 132 રૂપિયા અને ટકાવારીમાં 78 ટકા રિટર્ન મળ્યું છે. સેશનના અંતે ગાંધાર ઓઈલ રિફાઇનરીની માર્કેટકેપ 2,950.78 કરોડ રૂપિયા થઇ હતી.
ભારતીય શેરબજારના ટોપ-10 લિસ્ટિંગ ગેઇન આઈપીઓ (Top 10 IPO Listing Gains In Indian Share Market In All Time)
ભારતીય શેરબજારના લિસ્ટિંગના દિવસે રોકાણકારોને સૌથી વધુ કમાણી કરાવનાર એટલે કે ટોપ-10 લિસ્ટિંગ ગેઇન આઈપીઓની અહીં યાદી રજૂ કરવામાં આવી છે. ટોપ-10 લિસ્ટિંગ ગેઇન આઈપીઓન યાદીમાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ ક્રમે છે. સિગાચી ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓ શેરના લિસ્ટિંગના દિવસ જ રોકાણકારોને 270.40 ટકા સુધીનું અધધધ રિટર્ન મળ્યું હતું. સિગાચી ઇન્ડસ્ટ્રીઝનો શેર 163 રૂપિયાની આઈપીઓ ઇશ્યૂ પ્રાઈસની સામે સ્ટોક એક્સચેન્જ પર 603 રૂપિયાના ભાવે બંધ થયો હતો. જે 270.40 ટકા લિસ્ટિંગ ગેઇન દર્શાવે છે.
ભારતીય શેરબજારના ટોપ-10 લિસ્ટિંગ ગેઇન આઈપીઓની યાદી (Best 10 IPOs of India By Listing Gains List)
| ક્રમ | કંપનીનો આઈપીઓ | ઓફર પ્રાઈસ (રૂપિયા) | લિસ્ટિંગના દિવસે બંધ ભાવ (રૂપિયા) | લિસ્ટિંગ ગેઇન (%) | લિસ્ટિંગની તારીખ | ઇશ્યૂ સાઈઝ (રૂ. કરોડ) |
| 1 | સિગાચી ઇન્ડસ્ટ્રીઝ | 163 | 603.75 | 270.40 | 15 નવેમ્બર 2021 | 125.43 |
| 2 | પારસ ડિફેન્સ – સ્પેસ ટેક્નોલોજી | 175 | 498.75 | 185.00 | 01 ઓક્ટોબર 2021 | 170.78 |
| 3 | રેલિગર એન્ટરપ્રાઈસ | 185 | 521.70 | 182.00 | 21 નવેમ્બર 2007 | 140.16 |
| 4 | વિશાલ રિટેલ | 270 | 752.20 | 178.59 | 04 જુલાઇ 2007 | 110.00 |
| 5 | એશ્વર્યા ટેલિકોમ | 35 | 90.85 | 159.57 | 07 મે 2008 | 14.00 |
| 6 | નીતિન ફાયર પ્રોટેક્શન ઇન્ડસ્ટ્રીઝ | 190 | 484.10 | 154.79 | 05 જૂન 2007 | 64.41 |
| 7 | લાટેન્ટ વ્યૂ એનાલિટિક્સ | 197 | 488.60 | 148.02 | 23 નવેમ્બર 2021 | 600.00 |
| 8 | ICRA લિમિટેડ | 330 | 797.60 | 141.70 | 13 એપ્રિલ 2007 | 85.18 |
| 9 | ટાટા ટેક્નોલોજી | 500 | 1314 | 162.85% | 30 નવેમ્બર 2023 | 3,042 |
| 10 | સાલાસર ટેક્નો એન્જિનિયરિંગ | 108 | 259.15 | 139.95 | 25 જુલાઈ 2017 | 35.87 |
| 11 | સાલાકાર ટેકનો એન્જિનિયરિંગ | 50 | 119.70 | 139.40 | Dec 29, 2017 | 70.00 |
આ પણ વાંચો | આ 5 રીતે SIPમાં રોકાણ કરો, તમારા પૈસા ઝડપથી ડબલ-ત્રણ ગણા થશે
આ યાદીમાં બીજા ક્રમે પાસર ડિફેન્સ છે, જેમા રોકાણકારોને 185 ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યું હતું. ટાટા ટેક્નોલોજીના બમ્પર લિસ્ટિંગ સાથે ટોપ-10 લિસ્ટિંગ ગેઇન આઈપીઓની યાદીમાં પણ ફેરફાર થયો છે. ટાટા ટેક્નોલોજી 140 ટકાના પ્રીમિયમ લિસ્ટિંગ સાથે ટોપ-10 લિસ્ટિંગ ગેઇન આઈપીઓની યાદીમાં નવમી કંપની બની છે.