Tata Punch ICNG Price and Features Details: ટાટા મોટર્સે તેની નવી સીએનજી કાર (CNG car) લોન્ચ કરી છે. Tata Punch iCNG ભારતીય બજારમાં 7.10 લાખ (એક્સ-શોરૂમ)ની ઓપનિંગ પ્રાઇસ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ સાથે ટાટા પંચ કાર હવે ટાટાની Tiago (ટાયાગો), Tigor (ટીગોર) અને Altroz (અલ્ટ્રોઝ) બાદ ચોથું CNG મોડલ બની ગયું છે. ટાટા પંચનું સીએનજી વર્ઝન ખરીદદારો માટે ત્રણ ટ્રિમ્સ – પ્યોર (Pure), એડવેન્ચર (Adventure) અને અકમ્પ્લીશ્ડ (Accomplished)માં ઉપલબ્ધ છે.

ટાટા પંચના CNG વર્ઝનની કિંમત સમાન મોડલના પેટ્રોલ વર્ઝન કરતાં રૂ. 1.61 લાખ વધારે છે. ખાસ વાત એ છે કે ટાટા તેને ટોપ ક્રિએટિવ ટ્રીમમાં ઓફર કરી રહી નથી. ઉપરાંત ટાટા મોટર્સ પંચ iCNGના એડવેન્ચર (Adventure) और એક્મ્પલિશ્ડ (Accomplished) ટ્રીમ્સના ઓપ્શનલ પેકેજની સાથે ઓફર કરશે.
ટાટા પંચ iCNG: વેરિઅન્ટ અનુસાર કારની પ્રાઇસ
ટાટા પંચ iCNG કિંમત (એક્સ-શોરૂમ)
- Pure 7,09,900 રૂપિયા
- Adventure 7,84,900 રૂપિયા
- Adventure Rhythm 8,19,900 રૂપિયા
- Accomplished 8,84,900 રૂપિયા
- Accomplished Dazzle S 9,67,900 રૂપિયા
નવી ટાટા પંચ iCNGની કિંમત 7,09,900 રૂપિયાથી શરૂ થાય છે. તેના ટોપ મોડલ ટ્રીમની કિંમત 9,67,900 રૂપિયા છે. તમે ઉપરોક્ત યાદીમાં તમામ ઓટો વેરિઅન્ટ્સના ફિચર અને કિંમતની વિગત જાણો
ટાટા પંચ iCNG: એન્જિન અને ગિયરબોક્સ
ટાટા પંચ iCNGમાં આ જ મોડલના પેટ્રોલ વર્ઝનની જેમ 1.2-લિટર થ્રી-સિલિન્ડર, નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ આપવામાં આવ્યુ છે. સીએનજી મોડમાં તે એન્જિન 72.4 bhp પાવર અને 103 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. પેટ્રોલ વર્ઝનમાં આ એન્જિન 85 bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે.
આ પણ વાંચો | વાહન વીમો: ઓનલાઇન વ્હીકલ ઇન્સ્યોરન્સ ખરીદવાના ફાયદાઓ જાણો
ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પંચ iCNGમાં કંપનીની ડ્યુઅલ સિલિન્ડર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ઈંધણ ભરવાના સમયે કારને સ્વિચ ઓફ કરવા માટે માઈક્રો-સ્વીચની સુવિધા છે. આ સિવાય આ મોડલમાં વોઈસ ઓપરેટેડ ઈલેક્ટ્રિક સનરૂફ, ઓટોમેટિક પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED DRL અને 7 ઈંચ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.