Tata Motors become the 16th most valued automaker: ટાટા મોટર લિમિટેડ શેરના ભાવ ટોપ ગીયરમાં સતત રેકોર્ડ હાઇ થઇ રહ્યા છે અને આ સાથે જ તે વિશ્વની 16માં ક્રમની સૌથી મૂલ્યવાન ઓટો કંપની બની ગઇ છે. 11 જુલાઇ, 2023ના રોજ ટાટા મોટર્સ કંપનીના શેર ઇન્ટ્રા-ડે દરમિયાન 634.60 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. શેર ભાવમાં તેજીના પગલે ટાટા મોટર્સ કોરિયાની કિયા કોર્પોરેશન (Kia) ને પછાડીને વિશ્વની સૌથી મૂલ્યવાની 16મી ઓટોમોબાઇલ કંપની બની ગઇ છે.
પખવાડિયામાં શેર 12.5 ટકા વધ્યો
ટાટા મોટર્સ લિમિટેડનો શેર છેલ્લા એક પખવાડિયાથી સતત વધી રહ્યો છે અને 11 જુલાઇ, 2023ના રોજ 634 રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો છે. શેર બજાર બીએસઇ પર આજે કામકાજના અંતે કંપનીનો શેર 1.7 ટકા કે 10 રૂપિયા વધીને 628.50 રૂપિયા બંધ થયો હતો. જ્યારે 23 જૂન, 2023ના રોજ આ શેરનો ભાવ 559 રૂપિયા હતો. ત્યારબાદથી આ શેર 12 ટકા વધી ચૂક્યો છે. બેન્ચમાર્ક નિફ્ટી-50 ઇન્ડેક્સ ખાતે ટાટા મોટર્સનો શેર ટોપ પર્ફોર્મર રહ્યો છે.
ટાટા મોટર્સની Mcap ₹ 2.08 લાખ કરોડ
શેરમાં તેજીના પગલે ટાટા મોટર્સ લિમિટેડની માર્કેટકેપ પણ સતત વધી રહી છે. 11 જુલાઇના રોજ ટાટા મોટર્સની માર્કેટકેપ વધીને 2,08,755 કરોડ રૂપિયા થઇ હતી. અમેરિકન કરન્સીમાં ગણતરી કરીયે તો ટાટા મોટર્સ 27.37 અબજ ડોલરની માર્કેટ કેપિટલાઇઝેશન સાથે વિશ્વની સૌથી મૂલ્યવાન ઓટો કંપનીઓની યાદીમાં હ્યુન્ડાઇ મોટર બાદ 16માં ક્રમે છે.
આ પણ વાંચોઃ ઇન્દ્રા નૂયી, જયશ્રી ઉલ્લાલ સહિત ભારતીય મૂળની 4 મહિલા વિશ્વની 100 સૌથી ધનિક મહિલાઓમાં સામેલ
માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વની ટોપ-15 ઓટો કંપનીઓની યાદી
માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વની ટોચ-15 ઓટો કંપનીઓની યાદીમાં એલોન મસ્કની માલિકીની ટેસ્લા કંપની નંબર-1 છે, અમેરિકાની આ કંપનીની માર્કેટ વેલ્યૂ 854.52 અબજ ડોલર છે.
| ક્રમ | કંપનીનું નામ | માર્કેટકેપ |
|---|---|---|
| 1 | ટેસ્લા (અમેરિકા) | 854.52 અબજ ડોલર |
| 2 | ટોયોટા (જાપાન) | 217.18 અબજ ડોલર |
| 3 | પોર્શ (જર્મની) | 112.86 અબજ ડોલર |
| 4 | BYD (ચીન) | 105.06 અબજ ડોલર |
| 5 | મર્સિડીઝ બેન્ઝ (જ્રર્મની) | 84.92 અબજ ડોલર |
| 6 | BMW (જર્મની) | 76.99 અબજ ડોલર |
| 7 | ફોક્સવેગન (જર્મની) | 76.48 અબજ ડોલર |
| 8 | ફોર્ડ (અમેરિકા) | 60.29 અબજ ડોલર |
| 9 | ફેરારી (ઇટાલી) | 57.72 અબજ ડોલર |
| 10 | સ્ટેલાન્ટિસ (નેધરલેન્ડ) | 55.89 અબજ ડોલર |
| 11 | જનરલ મોટર્સ (અમેરિકા) | 55.10 અબજ ડોલર |
| 12 | હોન્ડા (જાપાન) | 49.43 અબજ ડોલર |
| 13 | હ્યુન્ડાઇ (દ. કોરિયા) | 36.79 અબજ ડોલર |
| 14 | મારૂતિ સુઝુકી ઇન્ડિયા | 36.29 અબજ ડોલર |
| 15 | Li ઓટો | 35.03 અબજ ડોલર |