Tata Curvv ICE Nexon iCNG Launch In September 2024: ટાટા મોટર્સ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં બે શાનદાર એસયુવી કાર ટાટા કર્વ આઈસીઇ અને નેક્સન આઈસીજીએન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ બંને કાર તહેવારોની સીઝન પહેલા લોન્ચ થઇ રહી છે. ગત મહિને ટાટા મોટર્સ દ્વારા ટાટા કર્વ ઇવી લોન્ચ કરવામાં આવી હતી. ચાલો જાણીયે અપકમિંગ ટાટા કર્વ આઈસીઇ અને ટાટા નેકસન આઈસીએનજી ની સંભવિત ખાસિયતો વિશે
ટાટા કર્વ આઈસીઇ (Tata Curvv ICE)
ટાટા કર્વ આઈસીઇ સપ્ટેમ્બરમાં સૌથી પહેલા લોન્ચ થનાર એસયુવી કાર છે. ટાટા મોટર્સ 2 સપ્ટેમ્બર સોમવારે Tata Curve ICE લોન્ચ કરવાની છે. તેમા ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે. કંપનીએ ઘોષણા કરી છે કે કર્વ પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો સાથે આવશે. આ નવી કુપ એસયુવીમાં બે ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવશે: હાલની નેક્સનમાં મળતી 1.2 લિટર અને નવી 1.2 લિટર ટીજીડી ટર્બો.

ટાટા કર્વ આઈસીઇ 1.5 લીટરના ડીઝલ એન્જિનથી સજ્જ હશે. 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને તમામ એન્જિન પ્રકારોમાં સ્ટાન્ડર્ડ હશે. ઉલ્લેખનીય છે કે, ડીઝલ એન્જિન સાથે ડીસીટીની જોડી ભારતમાં મોટી સંખ્યામાં બજારમાં પહેલીવાર લોન્ચ થવાની છે. ટાટા કર્વ ઇવીની તુલનામાં ટાટા કર્વ આઈસીઇ વેરિયન્ટની ડિઝાઇન થોડીક અલગ હશે. આઈસીઇ મોડલના ફ્રન્ટમાં ગ્રિલ હોઇ શકે છે અે એર ડેમને અલગથી ડિઝાઇન કરવામાં આવ્યું હોઇ શકે છે.
ટાટા નેક્સન આઈસીએનજી (Tata Nexon iCNG)
ટાટા નેક્સન આઈસીએનજી ભારતમાં લાંબા સમયથી રાહ જોવાતી કાર છે. લોન્ચ સાથે જ નેક્સન મોનિકર બની જશે જે ભારતમાં સૌથી વધુ પાવરટ્રેન ઓફર કરે છે. હાલ તેમાં પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક પાવરટ્રેન ઓપ્શન છે. નોંધનિય છે કે, ટાટા મોટર્સ દ્વારા અગાઉ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં CNG નેક્સન રજૂ કરવામાં આવી હતી.

ઓટો કંપની ટાટા મોટર્સની નવી કાર ટાટા નેક્સન iCNG ભારતની પ્રથમ ટર્બોચાર્જ્ડ સીએનજી કાર હશે કારણ કે મોટાભાગની અન્ય સીએનજી કાર સામાન્ય રીતે એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન ધરાવે છે. ટાટા નેક્સન આઈસીએનજી મોડલની ડિઝાઇનમાં સીએનજી અને રેગ્યુલર વર્ઝન ઓછો તફાવત હોવાની અપેક્ષા છે. તેના બાહ્ય ભાગ પર મલ્ટિપલ iCNG બેજ હશે. કેબિન ડિઝાઇન અને ફીચર એરે પણ રેગ્યુલર ફોર્મ જેવું જ હોઇ શકે છે.
આ પણ વાંચો | ઓલા થી એથર સુધી ભારતના બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર, પાવરફુલ બેટરી અને આકર્ષક કિંમત
આ સીએનજી કારમાં 1.2-લિટર ત્રણ-સિલિન્ડર, ટર્બો-પેટ્રોલ એન્જિન હશે જે ડ્યુઅલ ફ્યૂઅલ સંચાલિત હશે, જે 118bhp અને 170Nmનું જનરેટ કરવામાં સક્ષમ હશે. ટિયાગો, ટિગોર, Altroz, અને પંચના સીએનજી મોડલ જેમ ટાટા નેક્સન iCNG પણ ટ્વીન સિલિન્ડર ટેક્નૉલૉજી સાથે આવી શકે છે.