Tata Altroz XM and XMS Launched in India: Tata Altroz XM અને XM S ભારતમાં લૉન્ચ: ટાટા મોટર્સની નવી કાર લોન્ચ થઇ છે. Tata Motors એ તેના Altroz મૉડલનું વિસ્તરણ કરતા ભારતીય બજારમાં વધુ બે નવા વેરિઅન્ટ અલ્ટ્રોઝ એક્સએમ (Altroz XM) અને અલ્ટ્રોઝ એસ (Altroz S) લોન્ચ કર્યા છે. નવી અલ્ટ્રોઝ કારની કિંમત 6.90 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ નવી કારએ XE અને XM+ વેરિઅન્ટની વચ્ચે આવે છે. આમાં ઘણા નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. આ લેટેસ્ટ Tata Altroz XM અને XM (S), બંને વેરિઅન્ટમાં માત્ર પેટ્રોલ મેન્યુઅલ એન્જિન છે.
Tata Altroz XM અને XM-Sના ફીચર
ટાટા મોટરની નવી કારના ફીચરની વિશે વાત કરીએ તો અલ્ટ્રોઝ XM વેરિઅન્ટમાં સ્ટિયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ, ઊંચાઈ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ઇલેક્ટ્રિકલી-એડજસ્ટેબલ અને ફોલ્ડેબલ ORVM અને કવરની સાથે 16-ઇંચના વ્હીલ્સ આવે છે. Tata Altrozના XM (S) વેરિયન્ટમાં ઇલેક્ટ્રિક સનરૂફ પણ આવે છે.
આ ઉપરાંત અલ્ટ્રોઝને ખરીદનાર પાસે કંપનીના એક્સેસરીઝ કેટેલોગમાંથી તેમની પસંદગીની મોટી સાઇઝની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં અપગ્રેડ કરવાનો વિકલ્પ પણ હશે. નવા વેરિઅન્ટ્સ ઉપરાંત ટાટા મોટર્સ હવે અલ્ટ્રોઝના તમામ મેન્યુઅલ પેટ્રોલ વેરિઅન્ટ્સમાં 4 પાવર વિન્ડો અને ફોલો મી હોમ લેમ્પની સાથે રિમોટ કી-લેસ એન્ટ્રી જેવા સ્ટાન્ડર્ડ ફીચર આવશે. કેટલાક વધારાના ફીચરોમાં રિવર્સ પાર્કિંગ કેમેરા, ક્રૂઝ કંટ્રોલનો સમાવેશ થાય છે. અલ્ટ્રોઝના XM અને XM(S) વેરિયન્ટ્સને ટોપ-એન્ડ ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. ટાટા અલ્ટ્રોઝના ટોપ-સ્પેક XT વેરિઅન્ટમાં R16 હાઇપરસ્ટાઇલ વ્હીલ્સ પણ છે અને તેમાં ડ્રાઇવર સીટ હાઇટ એડજસ્ટરની સાથે રિયર ડિફોગર પણ આવે છે. અલ્ટ્રોઝ લાઇનઅપમાં અન્ય ફીચરો યથાવત છે.
Tata Altroz XM અને XM (S)નું એન્જિન
Tata Altrozના બંને લેટેસ્ટ વેરિઅન્ટમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 87bhpનો પાવર અને 115Nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પ મર્યાદિત છે. નવી કારમાં ફીટ કરાયેલ એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ચોમાસામાં ઈલેક્ટ્રિક કારની સંભાળની છે ચિંતા? આ 4 સરળ રીતોથી તમારા EVની કરો જાળવણી
Tata Altroz XM અને XM-Sની કિંમત
જો નવી કારની પ્રાઇસની વાત કરીયે તો Tata Altroz XM વેરિઅન્ટની એક્સ-શોરૂમ પ્રાઇસ 6.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે. Altroz XM-S વેરિઅન્ટની કિંમત 7.35 લાખ રૂપિયા છે. ટાટાની આ નવી કાર બજારમાં ઉપલબ્ધ Maruti Suzuki Baleno અને હ્યુન્ડાઇ આઇ20 (Hyundai i20) જેવા વ્હિકલની ટક્કર આપશે.