Tata Group Listed Companies Name List: રતન ટાટા ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ હતા. 9 ઓક્ટોબર, 2024ના રોજ રતન ટાટા એ દુનિયાનું અલવિદા કહ્યું હતું. રતન ટાટા કુશાગ્ર બુદ્ધિ, અનુભવ અને દૂરંદેશી દ્રષ્ટિથી ટાટા ગ્રૂપને સફળતાના શિખર પર પહોંચાડ્યું છે. ટાટા ગ્રૂપ દુનિયાના છ ખંડોમાં 100 થી વધુ કંપનીઓનું સંચાલન કરે છે. જેમાથી ઘણી કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. ટાટા ગ્રૂપ ચા કોફી સેલિંગ થી લઇ હોટલ, ઓટો અને એરલાઇન્સ સેક્ટરમાં બિઝનેસ કરે છે. જાણો ભારતીય શેરબજારમાં ટાટા ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓ વિશે જાણીયે
TCS : ટીસીએસ ભારતની સૌથી મોટી આઈટી કંપની
ટીસીએસ ભારતની સૌથી મોટી આઈટી કંપની છે. ટીસીએસનું પુરું નામ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લિમિટેડ છે. 1 એપ્રિલ 1968માં સ્થાયેલી ટીસીએસ આજે 46 દેશોમાં 150 સ્થળો પર ઓફિસ ધરાવે છે. ટીસીએસ કંપની ભારતના શેરબજાર બીએસઇ અને એનએસઇ લિસ્ટેડ છે. ટીસીએસ ભારતની સૌથી મોટી આઈટી કંપની હોવાની સાથે સાથે વેલ્યૂની રીતે બીજી સૌથી મોટી મૂલ્યવાન લિસ્ટેડ કંપની છે. ઉપરાંત દુનિયાની 67મી મૂલ્યવાન કંપની છે.

Tata Group Listed Companies Name List : ટાટા ગ્રૂપ લિસ્ટેડ કંપની નામ યાદી
ટાટ. કોમની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ ટાટા ગ્રૂપની ભારતના સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ બીએસઇ અને એનએસઇ પર કૂલ 26 કંપનીઓ લિસ્ટેડ છે. જેમના નામ આ મુજબ
- Tata Consultancy Services : ટાટા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)
- Tata Steel Limited : ટાટા સ્ટીલ લિમિટેડ
- Tata Motors Limited : ટાટા મોટર્સ લિમિટેડ
- Titan Company Limited : ટાયટન કંપની લિમિટેડ
- Tata Chemicals Limited : ટાટા કેમિકલ લિમિટેડ
- Tata Power : ટાટા પાવર
- Indian Hotels Company Limited : ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ
- Tata Consumer Products Limited : ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ
- Tata Communications Limited : ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડ
- Voltas Limited : વોલ્ટાસ લિમિટેડ
- Trent Limited : ટ્રેન્ટ લિમિટેડ
- Tata Investment Corporation Limited : ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ
- Tata Metaliks Limited : ટાટા મેટાલિક્સ લિમિટેડ
- Tata Elxsi Limited : ટાટા એલેક્સી લિમિટેડ
- Nelco Limited : નેલ્કો લિમિટેડ
- Tata Technologies Limited : ટાટા ટેકનોલોજીસ લિમિટેડ
- Tata Teleservices (Maharashtra) : ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર)
- Rallis India : રેલીસ ઈન્ડિયા (આ કંપનીમાં ટાટા ગ્રૂપ અને ફિસન્સ મુખ્ય શેરધારક છે. જેમા કંપનીના ચેરમેનની નિમણુંક કરવાનો હક ટાટા ગ્રૂપ પાસે અને સંચાલનનો અધિકાર ફિસન્સ પાસે છે.
- Artson Engineering : આર્ટસન એન્જિનિયરિંગ
- Automobile Corporation Of Goa (ACGL) : ઓટોમોબાઇલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
- Automotive Stampings & Assemblies : ઓટોમોટિવ સ્ટેમ્પિંગ એસેમ્બલી
- Benares Hotels : બનારસ હોટલ
- Oriental Hotels : ઓરિએન્ટલ હોટલ
- Tayo Rolls : ટાયો રોલ્સ
- Tejas Networks : તેજસ નેટવર્ક
- TRF : ટીઆરએફ
આ પણ વાંચો | રતન ટાટા કઇ કંપનીઓ સાથે જોડાયેલા હતા, જાણો ટાટા ગ્રૂપ બિઝનેસ વિશે
Tata Group Net Worth: ટાટા ગ્રૂપ નેટવર્થ
ટાટા ગ્રૂપ 100થી વધુ કંપનીઓનું સંચાલન કરે છે. કન્ઝ્યુમર રિટેલ સેક્ટર, ફાઈનાન્સ, ટેકનોલોજી, ઓટોમોબાઇલ અને એરલાઇન્સ, ડિફેન્સ સહિત તમામ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ટાટા ગ્રૂપ હાજરી ધરાવે છે. ટાટા ગ્રૂપની નેટવર્થ 3800 કરોડ રૂપિયા છે.