scorecardresearch
Premium

Tata EV Car: સિંગલ ચાર્જમાં 502 કિમી રેન્જ, માત્ર ₹ 21000 ભરી બુક કરાવો આ પાવરફુલ ઇલેક્ટ્રિક કાર

Tata Curvv EV Dark Edition Luanch: ટાટા કર્વ ઇવી કારનું ડાર્ક એડિશન કારમાં ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ (FWD) મોટર લાગેલી છે, જેનાથી 167 hp પાવર મળે છે અને 215 Nm ટોર્ક જનરેટ થાય છે.

Tata Curvv EV Dark Edition | Tata Curvv EV Dark Edition Price | tata ev cars | tata electric vehicles | tata motors
Tata Curvv EV Dark Edition Battery Range : ટાટા કર્વ ઇવી કારનું ડાર્ક એડિશન કાર સિંગલ ચાર્જમાં 502 કિમી સુધીની રેન્જ આપવાનો દાવો કરે છે. (Photo: @tata.evofficial)

Tata Curvv EV Dark Edition Luanch: ટાટા કર્વ ઇવી કારનું ડાર્ક એડિશન ભારતમાં લોન્ચ થયું છે. આ ટાટા મોટર્સની બીજી ઇલેક્ટ્રિક કાર છે, જેનુ ડાર્ક એડિશન રજૂ કરવામાં આવ્યું છે. તેની અગાઉ કાર કંપની નેક્સન ઇવીનું ડાર્ક એડિશન લોન્ચ કરી ચૂકી છે. ટાટા કર્વ ઇવી ડાર્ડ એડિશન ઓલ બ્લેક એક્સટીરિયર અને ઇન્ટિરિયર સાથે આવે છે. આ ઇ કાર માત્ર 21000 રૂપિયા ચૂકી બુક કરાવી શકાય છે.

Tata Curvv EV Dark Edition Price : ટાટા કર્વ ઇવી ડાર્ક એડિશન કિંમત

ટાટા કર્વ ઇવી ડાર્ક એડિશનની કિંમત 22.24 લાખ રૂપિયા એક્સ શો રૂમ છે. આ કાર કર્વ ઇવીના ટોપ સ્પેક વેરિયન્ટ Empowered+ A ટ્રિમ પર બેઝ્ડ છે, જેમા 55 kWhનું બેટરી પેક લાગેલું છે. ટાટા મોટર્સની આ ઇ કાર તેના સ્ટાન્ડર્ડ મોડલની તુલામાં 25 હજાર રૂપિયા મોંઘી છે. ટાટા કર્વ ઇવી ડાર્ક એડિશન માત્ર 21000 રૂપિયા ચૂક બુક કરાવી શકાય છે.

Tata Curvv EV Dark Edition Power And Range : ટાટા કર્વ ઇવી ડાર્ક એડિશન પાવર અને રેન્જ

ટાટા કર્વ ઇવી ડાર્ક એડિશન કારમાં ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ (FWD) મોટર લાગેલી છે, જેનાથી 167 hp પાવર મળે છે અને 215 Nm ટોર્ક જનરેટ થાય છે. આ ઇલેક્ટ્રિક કારમાં આવતી 55 kWh બેટરી પેક સાથ કર્વ સિંગલ ચાર્જમાં 502 કિમી સુધીની રેન્જ આપવાનો દાવો કરે છે.

ટાટા કર્વ ઇવી 8.6 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ સુધી પહોંચી શકે છે. આ ઇલેક્ટ્રિક કારમાં 3 ડ્રાઇવ મોડ આવે છે – ઇકો, સ્પોર્ટ અને સિટી. સપોર્ટ મોડમાં આ કાર 160 kmph ની ટોપ સ્પીડથી દોડવાનો દાવો કરે છે. તો ઇકો મોડ અને સિટી મોડમાં આ કાર 120 kmph ની ટોપ સ્પીડથી દોડી શકે છે.

Tata Curvv EV Dark Edition battery charging : ટાટા કર્વ ઇવી ડાર્ક એડિશન બેટરી ચાર્જ

ટાટા કર્વ ઇવી ડાર્ક એડિશનની બેટરી 7.2 kW AC ચાર્જર વડે ચાર્જ કરવામાં આવી શકે છે. આ ચાર્જર વડે 7.9 કલાકમાં 10 ટકા બેટરીથી 100 ટકા સુધી બેટરી ચાર્જ થઇ જશે. આ કારમાં ફાસ્ટ ચાર્જિંગનું પણ ફીચર આવે છે, જેની મદદથી કારને 10 ટકાથી 80 ટકા સુધી ચાર્જ કરવામાં માત્ર 40 મિનિટ લાગે છે. તેની માટે 70 kW ના DC ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરવો પડશે.

Web Title: Tata curvv ev dark edition luanch price battery charge range know details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×