scorecardresearch
Premium

Exit Poll Effect : લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારની છલાંગ, સેન્સેક્સ વિક્રમી સપાટીએ પહોંચ્યો

Lok Sabha Election 2024, Share Market શેરબજાર: શનિવારે લોકસભા ચૂંટણી માટે મતદાન પુરુ થતાંની સાથે જ એક્ઝિટ પોલ બહાર પડ્યા હતા. ત્યારબાદ આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી.

Stock Market Special Trading Day, Stock Market Special Trading on Saturday
શેર માર્કેટ ફાઇલ તસવીર – Express photo

Lok Sabha Election 2024, Share Market શેરબજાર: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જો કે, એક્ઝિટ પોલ બહાર આવ્યા બાદ આ સંભાવના પહેલેથી જ અનુમાન કરવામાં આવી રહી હતી. શેરબજારમાં સેન્સેક્સ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. સેન્સેક્સમાં 2000 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે. ઘણા શેર 10 ટકાથી વધુ વધ્યા છે.

શેર બજાર રેકોર્ડ સપાટી પર

સોમવારે BSE સેન્સેક્સ 2,621.98 પોઈન્ટ (3.55 ટકા)ના વધારા સાથે 76,583 ના સ્તર પર ખુલ્યો હતો. આ તેનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. જ્યારે NSEનો નિફ્ટી 807.20 પોઈન્ટ (3.58 ટકા)ના જંગી ઉછાળા સાથે 23,337.90 પર ખુલ્યો હતો. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલની અસર આજે બજાર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે અને બજાર નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી પરિણામ પહેલા મુસાફરી મોંઘી થઈ, એક્સપ્રેસ વે અને હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો

તમને જણાવી દઈએ કે પ્રી-ઓપનિંગમાં પણ માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તેના પરથી સ્પષ્ટ થયું કે બજાર આજે ઊંચા સ્તરે ટ્રેડ કરશે. પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

Web Title: Stock markets jump ahead of lok sabha election results sensex hits record high after exit poll ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×