5G સર્વિસ શનિવારે ભારતમાં લોન્ચ કરવામાં આવી છે અને એરટેલે પોતાની 5જી (Airtel 5G) સેવા શીર્ષ 8 શહેરોમાં શરુ કરી દીધી છે. આવનાર સમયમાં અન્ય શહેરોમાં પણ જલ્દી લોકો તેનો લાભ લઇ શકશે. હાલના દિવસોમાં મોટાભાગના ફોન 5જી આવી રહ્યા છે અને લાખો લોકો પાસે પહેલાથી આવા ફોન છે. જો તમે પણ એવા શહેરોમાંથી છો જ્યાં 5G સેવા ઉપલબ્ધ છે તો તમે પણ 5Gની સ્પીડનો લાભ લેવા માંગશો.
ફક્ત 5G ફોન હોવાથી આ સેવાનો લાભ લઇ શકશો નહીં. આ માટે તેમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને પોતાના ફોનમાં 5G એક્ટિવેટ પણ કરવું પડશે. આવો જાણીએ કે સ્માર્ટફોનમાં 5Gનો ઉપયોગ કેવી રીતે કરવો.
- સૌથી પહેલા પોતાના ઓપરેટર પાસેથી માહિતી મેળવો કે તમારા ક્ષેત્રમાં 5G ઉપલબ્ધ કરાવી રહ્યા છે કે નહીં. આ માટે Jio, Airtel કે Viના કસ્ટમર કેયર સાથે વાત કરી શકો છો.
- જો ઓપરેટર પાસે તમારા ક્ષેત્રમાં 5જી છે તો સુનિશ્ચિત કરો કે તમારો ફોન 5G બેન્ડને સપોર્ટ કરે છે જે Jio, Airtel કે Vi દ્વારા આપવામાં આવે છે.
- તમે પોતાના 5જી સ્માર્ટફોનની સેટિંગ્સમાં જાવ પછી મોબાઇલ નેટવર્ક ઓપ્શન પર ક્લિક કરો.
- તમારે એ ઓપરેટરની પસંદગી કરવી પડશે જે માટે તમે 5જી કનેક્ટિવિટી એક્ટિવેટ કરવવા માંગો છો.
- સિમ 1 કે સિમ 2 માંથી કોઇ એક પર ક્લિક કરો.
- હવે તમને 5G/4G/3G/2G (ઓટો)ના વિકલ્પ જોવા મળશે. તેમાંથી 5Gના વિકલ્પ પર ઇનેબલ કરો. જેથી તમારો સ્માર્ટફોન તમારા વિસ્તારમાં રહેલા 5G નેટવર્કની શોધ કરી લે અને તમારા ફોન પર ડિફોલ્ટ ડેટા કનેક્ટિવિટી વિકલ્પ બતાવી શકે.
- તમારે તમારા ફોન પર સોફ્ટવેર અપડેટ કરવું પડી શકે છે. જેથી એ જોવા માટે સેટિંગ્સની તપાસ કરો કે શું 5Gથી સંબંધિત સુવિધાઓ સાથે કોઇ અપડેટ છે.
- હવે તમારા ફોનને રિસ્ટાર્ટ કરો અને 5G તમારા સર્કલ કે એરિયામાં ઉપલબ્ધ થવા પર કામ કરવાનું શરુ કરી દેશે.