Sovereign Gold Bond Scheme Close: સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) યોજના કેન્દ્ર સરકારે બંધ કરી દીધી છે. ઓછી પૈસામાં સોનામાં રોકાણ માટે ગોલ્ડ બોન્ડ યોજના શ્રેષ્ઠ હતી. સરકારને ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ બાકી ઉધારી પર વધારે વ્યાજ ચૂકવવું પડી રહ્યું હોવાથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ બાદ મીડિયા બ્રિફિંગમાં આ નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે SGB યોજનાના ભવિષ્ય વિશે પુછેલા સવાલ પર આ યોજના બંધ કરવાની વાત સ્વીકાર હતી.
SGB Close: સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના બંધ કરવા વિશે સરકારે શું કહ્યું?
આર્થિક બાબતોના સચિવ અજય શેઠે બજેટ બ્રિફિંગ દરમિયાન જણાવ્યું કે, સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના બંધ કરવાનો નિર્ણય સરકારના દેવા ખર્ચને ધ્યાનમાં રાખી લેવાયો છે. તેમણે ઉમેર્યું કે, આ નિર્ણય બજારમાંથી દેવું ઉભું કરવા અને બજેટ ફાઇનાન્સના ઉદ્દેશ્ય માટે લેવાયો છે. અમુક સમયે એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે કે, આ એસેટ ક્લાસને સપોર્ટ કરવો કે નહીં. જો કે અનુભવ દર્શાવે છે કે, આ સરકાર માટે એક મોંઘો દેવાનો વિકલ્પ સાબિત થયો છે. આથી સરકારે તેને ચાલુ ન રાખવાનો નિર્ણય લીધો છે.
નાણા વર્ષ 2024-25ના બજેટમાં સોવરિન ગોલ્ડ બોન્ડ માટે 18500 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જે અંતરિમ બજેટના 26852 કરોડથી ઓછા હતા. અલબત્ત ચાલુ નાણાંકીય વર્ષમાં ગોલ્ડ બોન્ડ માટે કોઇ નવી ફાળવણી કરવામાં આવી નથી. રિઝર્વ બેંકે છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં સોવરિન ગોલ્ડ બોન્ડ ઈસ્યુ કર્યા હતા, જેની કુલ રકમ 8008 કરોડ રૂપિયા હતી. સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનમાં શરૂઆતથી અત્યાર સુધી નાણાંકીય વર્, 2022-23મ સુધી કુલ 45242 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હતા, જ્યારે માર્ચ 2023 સુધી કુલ બાકી રકમ 4.5 લાખ કરોડ હતી.
Sovereign Gold Bond Scheme : સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના 2015માં શરૂ થઇ
સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના વર્ષ 2015માં ભારત સરકાર દ્વાર શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ફિઝિકલ ગોલન્ડની ખરીદી ઘટાડવી અને ડિજિટલ ફોર્મમાં સોનામાં રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. રોકાણકારો નાની રકમ સાથે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકે છે. ગોલ્ડ બોન્ડનો મેચ્યોરિટી પિરિયડ 8 વર્ષ છે, પરંતુ રોકાણકારો 5 વર્ષ બાદ તેમા આંશિક રિડિમ કરી શકતા હતા. શરૂઆતમાં ગોલ્ડ બોન્ડ પર 2.75 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવાતું હતું પરંતુ ત્યારબાદ ઘટાડીને 2.5 ટકા કરવામાં આવ્યું, જે સોવરિન ગોલ્ડ બોન્ડની સમગ્ર મુદ્દત માટે સ્થિર રહે છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ પહેલા આ વાત પર ભાર મૂક્યો હતો કે, સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ રોકાણકારોને અત્યંત આકર્ષક વળતર મળ્યું છે. તેમણે ઉમેર્યું કે, અમે પ્રતિ વર્ષ 9-11 રિટર્ન આપ્યું છે અને તેની ઉપર 2.5 ટકા નિર્ધારિત વ્યાજ પણ મળ્યું છે.